નોકરી અને અભ્યાસ ની અપડેટ મેળવવા અમારી વેબસાઈટ ની લિંક સેવ કરી રાખો.

શિવાજીનું હાલરડું | Shivaji Nu Halardu In Gujarati

શિવાજીનું હાલરડું - ઝવેરચંદ મેઘાણી  | Shivaji Nu Halardu In Gujarati

Shivaji Nu Halardu In Gujarati

આભમાં ઊગેલ ચાંદલો , નૈ જીજાબાઇને આવ્યાં બાળ રે........( 2 )
બાળુડાને માત હીંચોળે
ઘણણણડુંગરા બોલે .
શિવાજીને નીંદરુ ના'વે,
માતાજીજાબાઇ ઝુલાવે .

પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ - લખમણની વાત....(2)
માતાજીને મુખ જે દીથી ,
ઊડી એની ઊંઘ તે દીથી .... શિવાજીને ...

પોઢજો રે , મારાં બાળ ! પોઢી લેજો પેટ ભરીને આજ.....(2)
કાલે કાળાં જુદ્ધ ખેલાશે ;
સૂવાટાણું ક્યાંય ન રહેશે .... શિવાજીને ...

ધાવજો રે મારાં પેટ ! ધાવી જો ખૂબ ધ્રપીને આજ–.....(2)
રહેશેનહીં , રણઘેલુડા !
ખાવા મૂઠી ધાનની વેળા . શિવાજીને ... |

પ્હેરી - ઓઢી લેજો પાતળાં રે ! પીળાં - લાલ - પીરોજી ચીર.....(2)
કાયા તારી લોહીમાં ન્હાશે :
ઢાંકણતે દી ઢાલનું થાશે ... શિવાજીને ...

ઘૂઘરા , ધાવણી , પોપટ - લાકડી ફેરવી લેજો આજ.....(2)
તે દી તારે હાથ રહેવાની
રાતીબંબોળ ભવાની..શિવાજીને ...

લાલ કંકુ કેરા ચાંદલા ને ભાલે તાણજો કેસર આડ્ય......(2)
તેદી તો સિંદોરિયા થાપા
છાતીમાથે ઝીલવા , બાપા ! .... શિવાજીને ...

આજ માતા ચોડે ચૂમીયું રેબાળા ! ઝીલજો બેવડ ગાલ .....(2)
તેદી તારાં મોઢડાં માથે
ધૂંવાધાર તોપ મંડાશે ...... શિવાજીને ...

આજ માતાજીની ગોદમાં રે તુંને હૂંફ આવે આઠ પ્હૉર....(2)
તેદી કાળી મેઘલી રાતે
વાયુટાઢા મોતના વાશે .... શિવાજીને ...

આજ માતા દેતી પાથરી રે કૂણાં ફૂલડાં કેરી સેજ .....(2)
તેદી તારી વીરપથારી
પાથરશે વીશભુજાળી ...... શિવાજીને ...

આજ માતાજીને ખીળલે રે તારો માથડાં ઝોલે જાય.....(2)
તે દી તારે શિર ઓશીકાં
મેલાશે તીર- બંધૂકા .... શિવાજીને ...

સૂઈ લેજે , મારા કેસરી રે ! તારી હિંદવાણ્યું જોવે વાટ.....(2)
જાગી વ્હેલો અાવ , બાલુડા !
માને હાથ ભેટ બંધાવા ... શિવાજીને ...

જાગી વ્હેલો આવજે , વીરા !
ટીલુંમાના લોહીનું લેવા !
શિવાજીને નીંદરું ના'વે
માતાજીજાબાઇ ઝુલાવે .
બાળુડાનેમાત હીંચોળે
ઘણણણડુંગરા બોલે .

-ઝવેરચંદ મેઘાણી(Zaverchand Meghani)

Post a Comment

0 Comments