નોકરી અને અભ્યાસ ની અપડેટ મેળવવા અમારી વેબસાઈટ ની લિંક સેવ કરી રાખો.

ADEPTS | એડપ્ટસ એટલે શું ?

 ADEPTS


 એડપ્ટસ એટલે શું ?


 ADEPTS (Advancement Of Educational Performance Through Teacher Support) શિક્ષક સમર્થન દ્વારા ઉત્કૃષ્ટ શૈક્ષણિક અભિવ્યકિત.


 શિક્ષકના વલણ ઘડતરનો કાર્યક્રમ એટલ એડપ્ટસ.


 એડપ્ટસનો ઉદ્દેશ :


 શિક્ષક તેની પોતાની ક્ષમતા જાણી શકે અને તેમાં ઉત્તરોત્તર વધારો કરી શકે.


 શિક્ષકની અધિવ્યક્તિને ઉત્કૃષ્ટ કરવી.


 સમાજની અપેક્ષા અનુસારનું વલણ કેળવાય.


 શિક્ષકના શિક્ષકત્વને નિખારવું.


 એડપ્ટસનું અમલીકરણ ::


 ફૈઝ -૧ ૨૦૦૭ માં ગુજરાતની ૪૫૬ શાળાઓમાં અમલ.


 ફૈઝ -૨ ૨૦૦૮ માં ગુજરાતની ૬૭૦૦ શાળાઓમાં અમલ.


 ફેઝ -૩ હાલમાં રાજયની ૨૨૦૦૦ પ્રથમિક શાળાઓમાં અંદાજે ૧,૫૦,૦૦૦ શિક્ષકો આ કાર્યક્રમમાં જોડાયેલા છે.


એડપ્ટસની કામગીરી અંગે માર્ગદર્શક સચનાઓ ::

 શૈક્ષણિક વર્ષ દરમિયાન ૮૦ વિધાનો પર કામ કરવાનું છે.


  શિક્ષક, આચાર્ય, વિદ્યાસહાયક કે ઉચ્ચ પ્રા. વિદ્યાસહાયક તમામેએડપ્ટસની નોંધપોથીમાં વિધાનો સિદ્ધ થાય તેમ નોંધ કરવાની છે.તેમજ જરૂરી રેકર્ડ નિભાવવાનુ હોય છે.


  એડપ્ટસનો અહેવાલ વર્ષ દરમિયાન ચાર કવાટરમા ૧૫ ઓગષ્ટ, ૧૫ નવેમ્બર,૧૫ જાન્યુઆરી, તેમજ ૧૫ એપ્રિલની સ્થિતિએ સી.આર.સી. માં નિયત ફોર્મેટમાં આપવાનો હોય છે. a


  એડપ્ટસ ચાર પરિમાણમાં વિભાજીત છે.


  (૧) જ્ઞાનાત્મક પરિમાણ :- ૩૯ વિધાન


  (૨) સામાજિક પરિમાણ :– ૧૬ વિધાન


  (૩) ભૌતિક પરિમાણ :- ૦૬ વિધાન


  (૪) સંસ્થાકિય પરિમાણ :– ૧૯ વિધાન


  


  આજનો દીપક,આજનું ગુલાબ,શાળા પ્રોફાઈલ, શિક્ષક પ્રોફાઈલ, સ્ટુડન્ટ પ્રોફાઈલ,ખોયાપાયા, અક્ષયપાત્ર,ડીસ્પ્લે બોર્ડ,ભાષા કોર્નર,પ્રાર્થના સંમેલન, પ્રતિભા શોધ પ્રવૃત્તિઓ, લર્નિંગ કોર્નર, એક્ષ્પોઝર વિઝિટ, મુખપત્ર, પુસ્તકાલય વગેરે એડપ્ટસના પ્રોજેકટ છે.


Post a Comment

0 Comments