Chapter-6
માનવ હૃદય | Human Heart
માનવ હૃદય
Human Heart
આપણો પંપ - હૃદય ( Our Pump – The Heart )
- હૃદય એક સ્નાયુલ અંગ છે જે આપણી મુઠ્ઠીના કદનું કે હોય છે .
- રુધિરને ઑક્સિજન તેમજ કાર્બન ડાયોક્સાઇડ બંનેનું વહન કરવાનું હોય છે .
- તેથી , ઑક્સિજનયુક્ત રુધિરને કાર્બન ડાયોક્સાઇડયુક્ત રુધિરની સાથે ભળતા અટકાવવા માટે હૃદય કેટલાંક ખંડોમાં વિભાજિત હોય છે .
- કાર્બન ડાયૉક્સાઇયુક્ત રુધિરને કાર્બન ડાયૉક્સાઇડથી મુક્ત કરવા માટે ફેફસાંમાં લઈ જવામાં આવે છે અને ફેફસાંમાંથી ઑક્સિજનયુક્ત રુધિરને પાછું હૃદયમાં લાવવામાં આવે છે .
- ત્યારબાદઆ ઑક્સિજનયુક્ત રુધિર શરીરના બાકીના ભાગોમાં પંપ કરીને મોકલવામાં આવે છે .
આપણે આ પ્રક્રિયાને તબક્કાવાર સમજીએ
- ફેફસાંમાંથી ઑક્સિજનયુક્ત રુધિર હૃદયની પાતળી દીવાલ ધરાવતા ખંડ ડાબા કર્ણકમાં આવે છે .
- ડાબું કર્ણક રુધિર મેળવતી વખતે શિથિલ થાય છે .
- હવે જ્યારે ડાબું કર્ણક સંકોચન પામે છે ત્યારે તેની નીચે આવેલું ડાબું ક્ષેપક શિથિલન પામે છે જેથી રુધિર તેમાં દાખલ થાય છે .
- ત્યાર બાદ માંસલ ડાબા ક્ષેપકનાં સંકોચનથી રુધિર હૃદયમાંથી શરીર તરફ બહાર જાય છે .
- હકીકતમાં આ જ સમયે શરીરના વિવિધ ભાગોમાંથી એકઠું થયેલું ઑક્સિજનવિહીન રુધિર હૃદયના જમણી તરફના ઉપરના ખંડ જમણા કર્ણકમાં શિથિલન થવાથી તેમાં દાખલ થાય છે .
- જમણા કર્ણકનું સંકોચન થતાં જ તેની નીચેના જમણા ક્ષેપકનું શિથિલન થાય છે .
- જે પછી તેને ઑક્સિજનયુક્ત થવા માટે ફેફસાં તરફ ધકેલે છે .
- ક્ષેપકોને રુધિરને શરીરના વિવિધ ભાગો તરફ ધકેલવાનું હોવાથી તેમની દીવાલ કર્ણકોની સાપેક્ષમાં માંસલ અને જાડી હોય છે .
- રુધિરનું તે જ માર્ગ પાછું વહન ન થાય તે માટે વાલ્વ કાર્ય કરે છે .
Post a Comment
0 Comments