નોકરી અને અભ્યાસ ની અપડેટ મેળવવા અમારી વેબસાઈટ ની લિંક સેવ કરી રાખો.

માનવ આંખ ( The Human Eye )

 

માનવ - આંખ 

( The Human Eye )

  • માનવ – આંખ એક અત્યંત મૂલ્યવાન અને સંવેદનશીલ જ્ઞાનેન્દ્રિય છે .
  • તે આપણને આપણી આસપાસની અદ્ભુત દુનિયા અને વિવિધ રંગો જોવા માટે મદદરૂપ થાય છે .
  • આંખો બંધ કરીને આપણે વસ્તુઓને તેમના ગંધ , સ્વાદ , તેનાથી ઉત્પન્ન થતા અવાજ કે સ્પર્શ દ્વારા કેટલાક અંશે ઓળખી શકીએ છીએ .
  • તેમ છતાં બંધ આંખે રંગોની ઓળખ કરવી અશક્ય છે . આમ , બધી જ જ્ઞાનેન્દ્રિયો પૈકી માનવ આંખ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે , કારણ કે તેનાથી જ આપણે આપણી આસપાસની સુંદર રંગબેરંગી દુનિયા જોઈ શકીએ છીએ . 
  • માનવ - આંખ એક કૅમેરા જેવી છે . તેનું લેન્સનતંત્ર રેટિના ( નેત્રપટલ ) તરીકે ઓળખાતા પ્રકાશ સંવેદી પડદા પર પ્રતિબિંબ રચે છે .
  • પ્રકાશ , કોર્નિયા ( Cornea ) તરીકે ઓળખાતા એક પાતળા પડદા જેવા પારદર્શક પટલમાંથી પ્રવેશે છે . Human Eye in gujarati

માનવ આંખની આકૃતિ(The Human Eye diagram )

  • તેનાથી આકૃતિ માં દર્શાવ્યા પ્રમાણે આંખના ડોળાનો આગળનો પારદર્શક ભાગ ઊપસી આવે છે .
  • આંખનો ડોળો ( eyeball ) લગભગ ગોળાકાર છે . તેનો વ્યાસ આશરે 2.3 cm છે .
  • આંખમાં દાખલ થતા પ્રકાશનાં કિરણોનું મોટા ભાગનું વક્રીભવન પારદર્શકપટલની બહારની સપાટી પર થાય છે. 
  • સ્ફટિકમય લેન્સ ( નેત્રમણિ ) વિવિધ અંતરે રહેલી વસ્તુઓના પ્રતિબિંબને નેત્રપટલ પર કેન્દ્રિત કરવા માટે કેન્દ્રલંબાઈમાં માત્ર સૂમ ફેરફાર જ કરે છે . 
વિદ્યાર્થીઓએ નોન ક્રીમીલેયર કેવી રીતે કાઢવું

  • પારદર્શકપટલના પાછળના ભાગે કનીનિકા ( આઇરિસ - Iris ) નામની રચના જોવા મળે છે .
  • કનિનીકા ઘેરો સ્નાયુમય પડદો છે જે કીકી ( Pupil ) નું કદ નાનું - મોટું કરે છે , કીકી આંખમાં પ્રવેશતા પ્રકાશની માત્રા ( જથ્થા ) નું નિયંત્રણ કરે છે .
  • આંખનો લેન્સ નેત્રપટલ પર વાસ્તવિક અને ઊલટું પ્રતિબિંબ રચે છે . નેત્રપટલ એ અત્યંત નાજુક પડદો છે જે વિપુલ માત્રામાં પ્રકાશસંવેદી કોષો ધરાવે છે .
  • રોશની ( પ્રકાશની હાજરી ) થી આ પ્રકાશસંવેદી કોષો સક્રિય બને છે અને વિદ્યુત – સંદેશા ઉત્પન્ન કરે છે .
  • આ વિદ્યુત - સંદેશા પ્રકાશીય ચેતા મારફતે મગજને પહોંચાડાય છે .
  • મગજ આ સંદેશાઓનું અર્થઘટન કરે છે અને છેવટે આપણે વસ્તુને જેવી છે તેવી જોઈ શકીએ છીએ ,
"
માનવ હૃદય વિશે જાણવા- CLICK HERE"

Post a Comment

0 Comments