નોકરી અને અભ્યાસ ની અપડેટ મેળવવા અમારી વેબસાઈટ ની લિંક સેવ કરી રાખો.

ઓઝોન સ્તર( Ozone Layer)

ઓઝોન સ્તર
(Ozone Layer) 

Ozone Layer diagram

  • તત્ત્વીય ઑક્સિજન મૂળભૂત સ્વરૂપમાં સામાન્યતઃ દ્રિપરમાણ્વીય અણુના સ્વરૂપમાં મળી આવે છે.
  • પરંતુ વાતાવરણના ઉપરના ભાગમાં ઑક્સિજનના ત્રણ પરમાણુવાળા અણુઓ પણ મળી આવે છે.
  • તેમનું સૂત્ર O3 છે,અને તેને ઓઝોન કહે છે. ઑક્સિજનના સામાન્ય ઢિપરમાણ્વીય અણુથી વિપરિત ઓઝોન ઝેરી હોય છે . આપણે ભાગ્યશાળી છીએ કે ઓઝોન પૃથ્વીની સપાટીની નજીક આવેલ નથી.
  • તે સૂર્યમાંથી આવતાં હાનિકારક વિકિરણોનું શોષણ કરે છે.
  • આ રીતે તે હાનિકારક વિકિરણોને પૃથ્વીની સપાટી પર પહોંચતાં રોકે છે,જે ઘણા સજીવોને નુકસાન પહોંચાડી શકે છે.
  • હાલમાં એ સંશોધન થઈ ગયું છે કે ઓઝોન સ્તરનું વિઘટન થતું જાય છે .
  • મનુષ્ય દ્વારા બનાવેલા વિવિધ પ્રકારનાં સંયોજનો જેવાં કે ક્લોરોફ્લોરોકાર્બન(CFC) વાતાવરણમાં સ્થિર અવસ્થામાં હાજર હોય છે .
  • CFC ક્લોરિન અને ફ્લોરિનયુક્ત કાર્બનિક સંયોજન છે. તે ઘણા સ્થાયી હોય છે અને કોઈ પણ જૈવપ્રક્રિયા દ્વારા પણ વિઘટન થતું નથી.
  • એકવાર તે ઓઝોનના સ્તરની નજીક પહોંચે પછી તેઓ ઓઝોન અણુઓની સાથે પ્રતિક્રિયા કરે છે. 
  • આના પરિણામ સ્વરૂપે ઓઝોનના સ્તરમાં ઘટાડો થાય છે અને હાલમાં જાણવા મળ્યું છે કે ઍન્ટાર્કટિકાના ઉપરના ઓઝોનના સ્તરમાં છિદ્રો ( ગાબડાં ) મળી આવ્યાં છે .
  • ઓઝોન સ્તરનું વિઘટન અને ઑઝોનનો વધારે નાશ થવાને કારણે પૃથ્વી પર આવેલ સજીવો પણ તેની અસર અનુભવે છે.
  • આ વિશે કલ્પના કરવી તે પણ અઘરી છે.
  • આથી ઘણા લોકોના વિચાર પ્રમાણે ઓઝોનના સ્તરને ઘટતું અટકાવવાની પ્રક્રિયા રોકવા પ્રયત્ન કરવો આવશ્યક છે.
  • તમે આ પહેલાં ‘ ખરાબ ’ ઓઝોન વિશે અભ્યાસ કર્યો છે જે વાતાવરણના નીચેનું સ્તર ( ક્ષોભમંડળ- troposhere ) માં બને છે જે વનસ્પતિઓ અને પ્રાણીઓને નુકસાન પહોંચાડી શકે છે . 
  • વાતાવરણમાં ‘ સારો ’ ઓઝોન પણ હોય છે ; જે ઓઝોન વાતાવરણના ઉપરના ભાગોમાં જોવા મળે છે તેને સમતાપમંડળ કે ઊર્ધ્વમંડળ ( stratosphere ) કહેવાય છે અને તે સૂર્યમાંથી નીકળતાં પારજાંબલી વિકિરણો ( ultra violet radiation ) ને શોષવા કવચનું કામ કરે છે . 
  • પારજાંબલી કિરણો સજીવો માટે હાનિકારક છે કારણ કે સજીવોનું DNA તથા પ્રોટીન ખાસ કરીને પારજાંબલી કિરણોનું શોષણ કરે છે અને તેની ઊંચી ઊર્જા આ અણુઓમાં રહેલા રાસાયણિક બંધોને તોડી નાખે છે . 
  • વાતાવરણની ટોચથી લઈને જમીન પર નીચેના ભાગ સુધી હવાના સ્તંભની જાડાઈ ડૉબસન એકમ ( DU ) ના અર્થમાં મપાય છે .
આણ્વિક ઑક્સિજન પર પારજાંબલી કિરણોની ક્રિયાના પરિણામ સ્વરૂપ ઓઝોન ગૅસ સતત બનતો રહે છે અને સમતાપમંડળમાં આણ્વિક ઑક્સિજનમાં ઘટાડો પણ થતો રહે છે . સમતાપમંડળ ઓઝોનનું ઉત્પાદન અને ઘટાડા ( અવનતીકરણ ) વચ્ચે સંતુલન હોવું જોઈએ . હાલમાં ક્લોરોફલોરો કાર્બન્સ ( CFCs ) દ્વારા ઓઝોનનું અવનતીકરણ વધી જવાથી તેનું સંતુલન બગડી ગયું છે . CFCS નો વધારેપડતો ઉપયોગ શીતકો ( રેફ્રિજરન્ટ ) માં થાય છે . વાતાવરણના નીચેના ભાગેથી વિસર્જિત થતો CFCs ઉપરની તરફ ખસે છે અને સમતાપમંડળમાં પહોંચે છે . સમતાપમંડળમાં પારજાંબલી કિરણો ( UV ) તેની સાથે ક્રિયા કરીને ક્લોરિન ( CI ) ના પરમાણુઓ મુક્ત કરે છે . ક્લોરિન ઓઝોનનું અવનતીકરણ કરે છે અને આણ્વિક ઑક્સિજન મુક્ત કરે છે . આ પ્રક્રિયામાં ક્લોરિન ( CI ) ના પરમાણુઓનો વપરાશ થતો નથી કારણ કે તેઓ માત્ર ઉદ્દીપક તરીકે કાર્ય કરે છે . તેથી સમતાપમંડળમાં જે કોઈ પણ CFCs ઉમેરાતા જાય છે તેની ઓઝોન સ્તરો પર કાયમી અને સતત અસરો થતી જ રહે છે . તેમ છતાં સમતાપમંડળમાં ઓઝોનનું અવનતીકરણ વ્યાપક રીતે થતું રહે છે પરંતુ આ અવક્ષયની અસર નમૂનારૂપ – ખાસ કરીને ઍન્ટાર્કટિક પ્રદેશ પર સૌથી વધુ થાય છે . આ અસરને પરિણામે અહીં ખૂબ જ મોટા વિસ્તારમાં ઓઝોનનું સ્તર ખૂબ જ પાતળું થઈ ગયું છે , જે સામાન્ય રીતે ઓઝોન છિદ્ર ( ozone hall ) તરીકે ઓળખાય છે.
 પારજાંબલી કિરણો- B ( UV - B ) કરતાં ટૂંકી તરંગલંબાઈનાં પારજાંબલી કિરણો પૃથ્વીના વાતાવરણ દ્વારા લગભગ સંપૂર્ણ રીતે શોષાઈ જાય છે . જોકે ઓઝોન સ્તર જેમનું તેમ અકબંધ રહે છે , પરંતુ UV - B એ DNA ને નુકસાન કરે છે અને વિકૃતિ થઈ શકે છે . તે ચામડીના વૃદ્ધત્વનું કારણ બને છે . ચામડીના કોષોને નુકસાન તથા વિવિધ પ્રકારના ચામડીના કૅન્સર થાય છે . 

માનવ - આંખનું , પારદર્શકપટલ ( cornea ) એ UV - B કિરણોને શોષી લે છે તથા UV - B ની વધારે માત્રાને કારણે પારદર્શકપટલમાં સોજો આવે છે તેને પારપટલ અંધતા ( snow - blindness ) કહે છે . 
આવા અભિદર્શનથી પારદર્શકપટલને કાયમી નુકસાન થઈ શકે છે . મોતિયો ( cataract ) વગેરે . ઓઝોનના અવક્ષયની હાનિકારક અસરોને જોતાં આંતરરાષ્ટ્રીય સંધિ કરવામાં આવી હતી , જે મોન્ટ્રિયલ પ્રોટોકોલ ( Montreal Protocol ) તરીકે ઓળખાય છે . 
ઓઝોન અવક્ષય કરતા પદાર્થોના ઉત્સર્જન પર નિયંત્રણ માટે સન 1987 ( 1989 માં અસરકારક ) માં મોન્ટ્રિયલ ( કૅનેડા ) ખાતે તેના પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા . ત્યાર બાદ CFCs અને અન્ય અવક્ષયકારક રસાયણોના ઉત્સર્જનને ઘટાડવા માટે ઘણા વધારે પ્રયત્નો પણ હાથ ધરવામાં આવ્યા છે તથા પ્રોટોકોલ ( રાજદ્વારી શિષ્ટાચાર ) માં વિકસિત અને વિકાસશીલ દેશો માટે અલગથી ચોક્કસ દિશા - નિર્દેશકો ( માર્ગદર્શી નકશા ) નિયત કરવામાં આવ્યા છે .

Post a Comment

0 Comments