Education
જલચક્ર ( Water Cycle )
જલચક્ર ( Water Cycle )
- આપણે જોયું કે જળાશયોમાંથી પાણીનું બાષ્પીભવન અને પછી સંઘનન કે સંગઠન થયા બાદ વરસાદ(Rain) કેવી રીતે થાય છે;
- પરંતુ આપણે દરિયા અને મહાસાગરોને સુકાઈ જતાં જોયા નથી.
- તો કઈ રીતે પાણી આ જળાશયોમાં પાછું આવે છે ?(How does water return to these reservoirs?)
- આ પૂર્ણ પ્રક્રિયા જેમાં પાણી માથી પાણીની બાષ્પ બને છે અને વરસાદના સ્વરૂપમાં પૃથ્વીની સપાટી પર પડે છે અને પછી નદીઓના દ્વારા સમુદ્રમાં પહોંચે છે .આને જલચક્ર (Water Cycle) કહે છે .
- આ ચક્ર એટલું સરળ નથી કે જેટલું વ્યક્ત કરાયું છે.
- તે સમગ્ર પાણી જે પૃથ્વી પર આવે છે તે તરત જ સમુદ્રમાં જતું રહેતું નથી .
- આમાંથી કેટલુંક પાણી જમીનમાં શોષાઈ જાય છે અને ભૂમીય જળનો ભાગ બની જાય છે .
- કેટલુંક ભૂમીય જળ ઝરણાંઓ દ્વારા સપાટી પર આવે છે અથવા આપણે આપણા રોજિંદા વ્યવહારો કે ઉપયોગ માટે કૂવાઓ અને ભૂગર્ભય કૂવાઓની મદદથી સપાટી પર પાણીને લાવીએ છીએ .
- સજીવોની વિવિધ ક્રિયાઓમાં સ્થળચર જીવજંતુઓ અને વનસ્પતિઓ પાણીનો ઉપયોગ કરે છે .
- ચાલો , આપણે જલચક્રમા પાણીનું શું થાય છે અથવા કેવી રીતે વહન પામે છે તે વિશે વિચાર કરીએ .
- જેમકે આપણે જાણીએ છીએ કે,પાણી ઘણાબધા પદાર્થોને ઓગાળવા કે દ્રાવ્ય કરવા માટે સક્ષમ છે એટલે કે પાણીમાં ઘણાબધા પદાર્થો દ્રાવ્ય બને છે .
- દ્રાવ્ય થવાવાળા ખનીજો પરથી જ્યારે પાણી પસાર થાય છે ત્યારે આમાંથી કેટલાંક ખનીજ પાણીમાં દ્રાવ્ય થઈ જાય છે .
- આ જ રીતે નદી ઘણાંબધાં પોષકતત્ત્વોને સપાટીથી સમુદ્ર કે દરિયામાં લઈ જાય છે અને તેઓનો ઉપયોગ દરિયાઈ સજીવો દ્વારા થાય છે.
Post a Comment
0 Comments