સ્થિતિઊર્જા ( Potential Energy )
સ્થિતિઊર્જા
( Potential Energy )
જમીનથી ઉપર કોઈ બિંદુ પાસે વસ્તુની ગુરુત્વીય સ્થિતિઊર્જાને , વસ્તુને જમીન પરથી તે બિંદુ સુધી લઈ જવા માટે ગુરુત્વીય બળની વિરુદ્ધમાં કરવા પડતા કાર્ય દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવે છે .
કોઈ ઊંચાઈ પર વસ્તુની ગુરુત્વીય સ્થિતિઊર્જાનું સૂત્ર મેળવવું સરળ છે .
W = બળ X સ્થાનાંતર
= mg × h
=mgh
અહીં ધ્યાનમાં લેવા જેવી વાત એ છે કે , ગુરુત્વીય બળ દ્વારા થયેલ કાર્ય વસ્તુના પ્રારંભિક તથા અંતિમ સ્થાન પર આધાર રાખે છે . તેના ગતિપથ પર આધાર રાખતું નથી .
આકૃતિ( 2 ) માં આવી એક સ્થિતિ દર્શાવેલ છે જેમાં એક બ્લૉકને સ્થિતિ A થી સ્થિતિ B સુધી બે જુદા - જુદા પથ દ્વારા પહોંચાડાય છે . ધારો કે ઊંચાઈ AB = h . બંને સ્થિતિઓમાં વસ્તુ પર થયેલ કાર્ય mgh છે .
ઉદાહરણ :
વસ્તુનું દળ m = 10 kg ઊંચાઈ
h = 6 m ગુરુત્વપ્રવેગ
g = 9.8 m s - 2
સ્થિતિઊર્જાનાં સમીકરણ પરથી ,
સ્થિતિઊર્જા = mgh
= 10 kg x 9.8 m s - 2 x 6 m
=588 J
તેથી સ્થિતિઊર્જા 588 J છે .
Post a Comment
0 Comments