ચતુષ્કોણ | chatuskon
ચતુષ્કોણ | chatuskon
1. ચતુષ્કોણના ખૂણાઓનો સરવાળો 360 ° થાય છે.
2. સમાંતરબાજુ ચતુષ્કોણ (સ.બા.ચ.કો.)નાં વિકર્ણ તેને બે એકરૂપ ત્રિકોણમાં વિભાજિત કરે છે .
૩. સમાંતરબાજુ ચતુષ્કોણમાં ,
( i ) સામસામેની બાજુઓ સમાન હોય છે .
( ii ) સામસામેના ખૂણાઓ સમાન છે .
( iii ) વિકર્ણ એકબીજાને દુભાગે છે .
4. જો ચતુષ્કોણમાં
( i ) સામસામેની બાજુઓ સમાન હોય અથવા
( ii ) સામસામેના ખૂણાઓ સમાન હોય અથવા
( iii ) વિકર્ણો એકબીજાને દુભાગે અથવા
( iv ) સામસામેની બાજુઓની કોઈપણ એક જોડની બાજુઓ સમાન અને સમાંતર હોય ,
તો તે ચતુષ્કોણ સમાંતરબાજુ ચતુષ્કોણ છે .
5. લંબચોરસના વિકર્ણો પરસ્પર દુભાગે(બે સરખા ભાગ) છે અને સમાન છે અને તેનું પ્રતીપ પણ સત્ય છે .
6. સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાળે છે અને તેનું પ્રતીપ પણ સત્ય છે .
7. ચોરસના વિકર્ણો પરસ્પર કાટખૂણો દુભાગે છે અને સમાન છે અને તેનું પ્રતીપ પણ સત્ય છે .
8. ત્રિકોણની કોઈ પણ બે બાજુઓનાં મધ્યબિંદુઓને જોડતો રેખાખંડ એ ત્રીજી બાજુને સમાંતર છે અને તેનાથી અડધો છે .
9. ત્રિકોણની એક બાજુના મધ્યબિંદુમાંથી પસાર થતી અને બીજી બાજુને સમાંતર રેખા ત્રીજી બાજુને દુભાળે છે .
10. ચતુષ્કોણની બાજુઓનાં મધ્યબિંદુઓને ક્રમમાં જોડવાથી બનતો ચતુષ્કોણ સમાંતરબાજુ ચતુષ્કોણ (સ.બા.ચ.કો.) છે .
Post a Comment
0 Comments