નોકરી અને અભ્યાસ ની અપડેટ મેળવવા અમારી વેબસાઈટ ની લિંક સેવ કરી રાખો.

HMAT Notification 2021 | HMAT New Update 2021

HMAT Notification New Update 2021

HMAT ની તારીખોમા થયેલા ફેરફાર નીચે મુજબ છે.

HMAT Notification 2021


* શૈક્ષણિક લાયકાત અને અનુભવની વિગતો : 

  1. રજિસ્ટર થયેલી ખાનગી ( ગ્રાન્ટ - ઇન - એડ ) માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં આચાર્ય તરીકે નિમણૂંક મેળવવા માટેની નિયત કરેલ અને તેમાં વખતોવખત થતા સુધારા - વધારા મુજબની શૈક્ષણિક લાયકાત , અનુભવ અને અન્ય જોગવાઇ / શરતો પરિપૂર્ણ કરતા ઉમેદવારો જ આ કસોટીમાં ઉપસ્થિત થઇ શકશે . 
  2. કોઇ વ્યક્તિ નોંધાયેલી માધ્યમિક / ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં ભણાવવામાં આવતા વિષયો પૈકી કોઇ વિષયમાં અનુસ્નાતક સાથે બી.એડ અથવા માધ્યમિક / ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં ભણાવવામાં આવતા વિષયો પૈકી કોઇ વિષયમાં સ્નાતક સાથે એમ.એડ. અથવા રાજ્ય સરકારે જાહેર કર્યા પ્રમાણે તેને સમકક્ષ પદવી ધરાવતો હોય અને નોંધાયેલ ગ્રાન્ટ - ઇન - એઇડ / સરકારી માધ્યમિક / ઉચ્ચતર માધ્યમિક શાળામાં નિયમાનુસાર નિમણૂક મેળવ્યા બાદનો શીખવવાનો / નિરીક્ષણનો ઓછામાં ઓછો કુલ ૭ ( સાત ) વર્ષનો અનુભવ ધરાવતી હોય . ( અથવા ) કોઇ વ્યક્તિ નોંધાયેલી માધ્યમિક / ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં ભણાવવામાં આવતા વિષયો પૈકી કોઇ વિષયમાં સ્નાતક સાથે બી.એડ. અથવા રાજ્ય સરકારે જાહેર કર્યા પ્રમાણે તેને સમકક્ષ પદવી ધરાવતો હોય અને રજીસ્ટર્ડ ગ્રાન્ટ - ઇન - એઇડ / સરકારી માધ્યમિક / ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં નિયમાનુસાર નિમણૂક મેળવ્યા બાદનો શીખવવાનો / નિરીક્ષણનો ઓછામાં ઓછો કુલ ૧૦ ( દસ ) વર્ષનો અનુભવ ધરાવતી હોય . 
  3. જ્યારે ભરતી કરવાની થશે ત્યારે શૈક્ષણિક લાયકાત અને અનુભવની વિગતોની ચકાસણી ભરતી પસંદગી સમિતિ દ્વારા કરવામાં આવશે અને આ અંગે ભરતી પસંદગી સમિતિનો નિર્ણય જ અંતિમ રહેશે . 

કસોટીનું માળખું : 

  1. આ કસોટી બહુવિકલ્પ સ્વરૂપની અને વિવિધ હેતુલક્ષી પ્રશ્નો સ્વરૂપની ( Multiple Choice Question Based - MCQs ) OMR આધારીત રહેશે . 
  2. આ કસોટી બે વિભાગમાં રહેશે . વિભાગ -૧ માં ૧૦૦ પ્રશ્નો રહેશે તથા વિભાગ -૨ માં ૧૦૦ પ્રશ્નો રહેશે . 
  3. આ કસોટીમાં વિવિધ હેતુલક્ષી ૨૦૦ પ્રશ્નો રહેશે અને પ્રશ્નપત્રનો સળંગ સમય ૧૮૦ મિનીટનો રહેશે . 
  4. આ કસોટીના બંન્ને વિભાગ અને તમામ પ્રશ્નો ફરજીયાત રહેશે . આ કસોટીના બંન્ને વિભાગનું સળંગ એક જ પ્રશ્નપત્ર રહેશે . 
  5. દરેક પ્રશ્નનો એક ગુણ રહેશે . 
  6. દરેક પ્રશ્નના ઉત્તરમાં ચાર વિકલ્પ આપેલા હશે , તેમાંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો રહેશે . 
  7.  આકસોટીના મુલ્યાંકનમાં કોઇ નકારાત્મક મુલ્યાંકન રહેશે નહી . પ્રશ્નપત્રનો અભ્યાસક્રમ શિક્ષણ વિભાગના ઠરાવક્રમાંક : બમશ / ૧૧૧૭ / ૨૪૨૫ / ગ , તા : ૦૯/૦૮/૨૦૧૭ માં જણાવ્યા અનુસાર રહેશે . ( ઠરાવની નકલ આ સાથે સામેલ છે . ) છે . 

પરીક્ષા ફી : 

  1. SC , ST , SEBC , PH કેટેગરીના ઉમેદવારો માટે પરીક્ષા ફી 250 / - ( બસો પચાસ પુરા ) 
  2. જયારે સામાન્ય કેટેગરીના ઉમેદવારો માટેની પરીક્ષા ફી 350 / - ( ત્રણસો પચાસ પુરા ) ભરવાની રહેશે . 
  3. આ ઉપરાંત સર્વિસ ચાર્જ અલગથી રહેશે . 
  4. કોઇપણ સંજોગોમાં ભરેલ ફી પરત કરવામાં આવશે નહિ . . . .

વધું માહીતી

  1. વધું માહીતી માટે official website ની મુલાકાત લો

http://gujarat-education.gov.in/seb/

Post a Comment

0 Comments