Yojana
Manav Garima Yojana 2021 Application | માનવગરિમા યોજના
Manav Garima Yojana
માનવગરિમા યોજના
રૂ. 25000/- ની કિંમતના સાધનો ફ્રી (મફત) માં...
(ધંધા માટે સાધનો ફ્રી માં)
અંદાજિત 28 ધંધા/રોજગાર માટે 25 હજારની કિંમતના સાધનો વિનામુલ્યે (મફત)માં
જાહેર ખબર
યોજનાનો હેતુ
નાનો ધંધો-રોજગાર કરવા ઇચ્છુક હોય તેવી વ્યક્તિઓને સ્વરોજગારીના ધંધા- રોજગાર અનુરૂપ કિટ્સ આપવામાં આવે છે.નિયમો અને શરતો
- અરજદારશ્રીની વય મર્યાદા ૧૮ થી ૬૦ વર્ષ હોવી જોઇએ.
- અનુસૂચિત જાતિના લોકો કે જેઓની વાર્ષિક મર્યાદા ગ્રામ્યવિસ્તારમાં ₹ ૧,૨૦,૦૦૦ અને શહેરી વિસ્તારમાં ₹. ૧,૫૦,૦૦૦ ધરાવતા હોય.
- અનુસૂચિત જાતિ પૈકી અતિપછાત જાતિ માટે કોઇ આવક મર્યાદા નથી.
- લાભાર્થી દ્વારા અથવા લાભાર્થીના અન્ય કુટૃંબના સભ્યો દ્વારા આ યોજના હેઠળ અગાવ લાભ લીધેલ હશે તો પુન: આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર નથી.
- સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ, લઘુમતી જાતિ, વિચરતી અને વિમુક્ત જાતિના ઇસમોને તેઓનું જીવન ગરિમા પુર્ણ રીતે જીવી શકે અને જાતે જ નાના વ્યવસાયોમાં સ્વરોજગારી મેળવી આર્થિક રીતે આત્મનિર્ભર બને તે માટે માનવ ગરીમા યોજના અમલમાં આવેલ છે.
- માનવ ગરીમા યોજનામાં દરજી કામ, વિવિધ પ્રકારની ફેરી,પંચર કીટ,બ્યુટી પાર્લર, દુધ-દહીવેચનાર,મોબાઇલ રીપેરીંગ વિગેરે જેવા કુલ-૨૮ વ્યવસાય(ટ્રેડ)માં રૂ.૨૫,૦૦૦/-ની મર્યાદામાં વિના મુલ્યે સાધન સહાય (ટૂલ કીટ્સ) આપવામાં આવે છે
ક્યાં વ્યવસાયને લાભ:
- કુલ –૨૮ પ્રકારના વ્યવસાય માટે ટૂલ કિટ્સ આપવામાં આવે છે.(યાદી નીચે મુજબ છે.)
- દરજીકામ (ફ્રી સિલાઈ મશીન)
- વિવિધ પ્રકારની ફેરી (લારી, તોલા, કેરેટ વગેરે વસ્તુ ફ્રી માં)
- કડીયાકામ
- સેન્ટીંગ કામ
- વાહન સર્વિસીંગ અને રીપેરીંગમો
- ચીકામ
- ભરતકામ
- કુંભારીકામ
- પ્લમ્બર
- બ્યુટી પાર્લર
- ઇલેક્ટ્રીક એપ્લાયન્સીસ રીપેરીંગ
- ખેતીલક્ષી લુહારી/વેલ્ડીંગ કામ
- સુથારીકામ
- ધોબીકામ
- સાવરણી સુપડા બનાવનાર
- દુધ-દહી વેચનાર
- માછલી વેચનાર
- પાપડ બનાવટ
- અથાણા બનાવટ
- ગરમ, ઠંડા પીણા, અલ્પાહાર વેચાણ
- પંચર કીટ
- ફ્લોર મીલ
- મસાલા મીલ
- રૂ ની દિવેટ બનાવવી (સખીમંડળની બહેનો)
- મોબાઇલ રીપેરીંગ
- પેપર કપ અને ડીશ બનાવટ (સખીમંડળ)
- હેર કટીંગ (વાળંદ કામ)
- રસોઇકામ માટે પ્રેશર કુકર (ઉજ્જવલા ગેસ કનેક્શનના લાભાર્થી)
જરુરી ડોક્યુમેન્ટસ
- ફોટો/સહી
- આધાર કાર્ડ
- રેશન કાર્ડ
- રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/લાઇસન્સ/ભાડાકરાર/ચુંટણી કાર્ડ/પ્રોપર્ટી કાર્ડ, જમીનના દસ્તાવેજો પૈકી કોઈ એક)
- અરજદારની જાતિ નો દાખલો
- વાર્ષિક આવક નો દાખલો
- અભ્યાસનો પુરાવો
- વ્યવસાય લક્ષી તાલીમ લીધેલી હોય તો તેનો પુરાવો
- બાંહેધરીપત્રક (નોટરાઇઝ સોગદનામું)
- એકરારનામું
- ઈમેઈલ આઇડી (ઈમેઈલ ચાલુ હોય તે આપવું.)
જે ધંધા કે રોજગાર માટે ફોર્મ ભરવા માંગો છો તે અંગેનું અનુભવનું પ્રમાણપત્ર જો ફોર્મ ભરતા સમયે અપલોડ કરેલ હશે તો તે ઉમેદવારને જે તે ધંધાની ટૂલ કીટસ (સાધનો) પહેલા મળશે...
ફોર્મ ભરતી વખતે બધી માહીતી વ્યવસ્થિત રીતે વાંચી અને કાળજી પૂર્વક ભરવું.
અરજી કરવાની તારીખ:
12/07/2021 થી 31/07/2021
રજીસ્ટ્રેશન માટે
રજીસ્ટ્રેશન પુરુ કર્યા બાદ
લૉગિન માટે
Important notice- This post is about information purposes only.
Kindly double check with official website before apply.
Post a Comment
0 Comments