નોકરી અને અભ્યાસ ની અપડેટ મેળવવા અમારી વેબસાઈટ ની લિંક સેવ કરી રાખો.

કિશોરાવસ્થા વિશે અગત્યની બાબતો જે જણાવી ખૂબ જરુરી છે.

કિશોરાવસ્થા

કિશોરાવસ્થાની સમજ

કિશોરાવસ્થા આપણે જાણીએ છીએ કે વૃદ્ધિ એ કુદરતી પ્રક્રિયા છે . 

‘ વૃદ્ધિ એ તમામ સજીવોની લાક્ષણિકતા છે .' 

બાળપણથી પુખ્તાવસ્થા સુધી વૃદ્ધિ અને વિકાસનો , આનંદ અને પડકારોથી ભરેલો સમયગાળો કિશોરાવસ્થા તરીકે ઓળખાય છે . 

આ વિભાગ કિશોરાવસ્થાના સમયગાળાને લગતા મુખ્ય પાસાઓ અને મુદ્દાઓ સાથે સંબંધિત છે . 


કિશોરવસ્થાનો સમયગાળો તરુણાવસ્થાની શરૂઆત સાથે શરૂ થાય છે , જે દરમિયાન ચોક્કસ હોર્મોન્સ ( અંતઃસ્ત્રાવ ) સક્રિય થાય છે . 

તે સેકસ હોર્મોન્સ ( જાતિય અંતઃસ્ત્રાવો ) ના સ્ત્રાવમાં થતો વધારો છે . ( પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોન જ્યારે સ્ત્રીઓમાં ઈસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન ) 

તરુણાવસ્થા લગભગ 10 વર્ષની ઉંમરે કિશોરાવસ્થામાં ભળી જાય છે અને કિશોરાવસ્થા સામાન્ય રીતે 19 વર્ષની ઉંમર સુધી ચાલે છે . 

આ તબક્કા દરમિયાન નોંધપાત્ર શારીરિક અને માનસિક ફેરફારો થાય છે . 

જો કે , તમે અગાઉના વર્ગોમાં પહેલેથી જ શીખ્યા છો તેમ , આ ફેરફારોનો સમય દરેક વ્યક્તિ સાથે બદલાય 

કિશોરાવસ્થાની વિશેષતાઓ

કિશોરાવસ્થાની બે વિશેષતાઓ છે . 

( 1 ) શારીરિક વૃદ્ધિમાં ઉછાળો:-જેમાં વ્યક્તિનો શારીરિક દેખાવ ધીમે - ધીમે અલગ બને છે અને આવું હાડપિંજરની પેશીઓ ( હાડકાં અને કોમલાસ્થિ ) , સ્નાયુ પેશીઓ તથા ગ્રંથી યુક્ત પેશીઓના વિકાસમાં ઝડપી ફેરફારને લીધે થાય છે . 

ઉદાહરણ તરીકે છોકરીઓમાં ઈસ્ટ્રોજન હોર્મોન ઉત્પન્ન થવાના કારણે સ્તનનો વિકાસ થવાનું શરૂ થાય છે . છોકરાઓમાં અવાજમાં થતો ફેરફાર એકદમ નોંધપાત્ર છે . 

( 2 ) તરુણાવસ્થાની શરૂઆત અને પુખ્તાવસ્થા વચ્ચેના સમયગાળામાં કિશોર - યુવાનોમાં વૃદ્ધિનો ઉછાળો થાય છે . 

જેમ કે તમે જાતે અનુભવ કર્યો હશે , કિશોરાવસ્થા દરમિયાન શારીરિક ફેરફારો ઝડપથી થાય છે તથા કિશોરોના શરીરના કદ અને આકારમાં ફેરફાર થાય છે . 

અચાનક એવું લાગવા માંડે છે કે બાળક એકાએક યુવાન – વયસ્ક બની ગયું છે - આ ને વૃદ્ધિનો ઉછાળો કહેવામાં આવે છે જે નીચેના મુદ્દા દ્વારા બતાવવામાં આવે છે .

પુરુષો અને સ્ત્રીઓની શારીરિક રચનામાં , કદમાં તફાવત ગૌણ જાતિય લક્ષણોનો વિકાસ જનનાંગોની પરિપક્વતા તરફનો વિકાસ વિજાતીય પાત્ર પ્રત્યે આકર્ષણ અને સામાજિક વર્તનની પરિપક્વતાનો વિકાસ કિશોરાવસ્થા દરમિયાન મનોસામાજિક ફેરફારો .

કિશોરાવસ્થામા અગત્યની બાબતો

કિશોરાવસ્થા દરમિયાન વિકાસ પામતા બધા બાળકોમાં ફેરફારો એકજ ઉંમરે શરૂ થતા નથી . 

જો કે કેટલાક અપવાદોને બાદ કરતાં , બધી જ માનવ સંસ્કૃતિમાં વૃદ્ધિ , વિકાસ અને પરિપક્વતાની વયને સંબંધિત પ્રક્રિયાઓ મોટા ભાગે સમાન હોય છે . 

હકીકતમાં માનવીનો વૃદ્ધિ અને વિકાસ એ અનુવંશિકતા અને વાતાવરણના સંયોજનનું પરિણામ છે . 

દા.ત. આર્થિક રીતે પછાત પરિવારોમાં કુપોષણને કારણે કુટુંબના સભ્યોનો વિકાસ અટકી જાય છે . જો કે આર્થિક રીતે સદ્ધર કુટુંબોમાં પણ , સભ્યો પોષક આહાર લેતા નથી .

વૃદ્ધિ એ મનો - સામાજિક અને સાંસ્કૃતિક પરિબળોથી પણ અસર પામે છે મનોસામાજિક ફેરફારો એટલે વિચારો , મિજાજ , આકર્ષણ તથા મિત્રતામાં થતા ફેરફારો . 

‘ સામાજિક ' શબ્દ એ ‘ સમાજ ’ શબ્દ સાથે સંકળાયેલો છે જેમાં કિશોરાવસ્થાને લગતા વિવિધ મુદ્દાઓ અને ચિંતાઓ જેમ કે વૃદ્ધિ અને વિકાસ , આત્મ - દર્શન , ચિંતા અને હતાશા , પોષણની જરૂરિયાતો અને આત્મસન્માન તથા કોઈપણ જાતની સતામણી વગેરેની યોગ્ય સમજણ અને આત્મવિશ્વાસ સાથે ઉછરે છે . 

આ બધા મુદ્દાઓ સમજવાથી જાતિય બાબતો અને તંદુરસ્ત સંબંધો વિકસાવવા માટેનાં સકારાત્મક વલણ વિકસાવવામાં મદદ મળે છે .

Post a Comment

0 Comments