General Knowledge
નાલંદા વિદ્યાપીઠની માહીતી.
નાલંદા વિદ્યાપીઠ
- બિહારના પટણા જિલ્લાના બડગાંવ નામના ગામ પાસે પ્રાચીન નાલંદા વિદ્યાપીઠ આવેલી છે .
- ભારતીય સંસ્કૃતિમાં બૌદ્ધ અને જૈન પરંપરામાં નાલંદાનું મહત્ત્વ ઘણું છે .
- આ પ્રાચીન વિદ્યાપીઠમાં મહાવીર સ્વામીએ ચૌદ ચાતુર્માસ કર્યા હોવાથી આ સ્થળ જૈનતીર્થ પણ બન્યું હતું .
- પાંચમી સદીમાં કુમારગુપ્ત અહીં એક વિહાર બંધાવેલ . ત્યાર પછી નાલંદાની પ્રસિદ્ધિમાં વધારો થયો હતો .
- ત્યાં હજારો હસ્તલિખિત ગ્રંથોના અમૂલ્ય ભંડારો હતા .
- નાલંદા વિશ્વ વિદ્યાલય હતું .
- ભારતીય સંસ્કૃતિનું આ એક તીર્થધામ હતું .
- દેશ પરદેશથી વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરવા આવતા . મહાન મુસાફર યુએન - શ્વાંગ પણ અહીં આવેલ .
- નાલંદામાંથી ભણીને બહાર નીકળેલ વિદ્યાર્થી ભારતનો આદર્શ વિદ્યાર્થી ગણાતો .
- ઈસુની પાંચમીથી અગિયારમી સદી દરમિયાન નાલંદા શિક્ષણના સર્વોત્તમ સ્થાને હતું .
- આ સમયે ભારતમાં વિશ્વભરમાં શ્રેષ્ઠતમ ગણાય તેવા ગ્રંથાલયો હતાં .
- તક્ષશિલા તેમજ નાલંદા વિદ્યાપીઠમાં આવેલ ગ્રંથાલયોમાં અભ્યાસ અને સંશોધન કરવા માટે દેશ - વિદેશમાંથી અનેક વિદ્યાર્થીઓ આવતા .
- આમાંનો માત્ર યુએન - વાંગ જ 657 હસ્તલિખિત ગ્રંથો પોતાની સાથે ચીન લઈ ગયો હતો .
- 7 મી સદીમાં યુએન - શ્વાગે મુલાકાત લીધી હતી . મહાવિદ્યાલયમાં સાત મોટા ખંડો હતા .
- વ્યાખ્યાન માટેના ત્રણસો ખંડો હતા .
- વિદ્યાર્થીઓના રહેવા માટેના ખાસ મઠો બાધવામાં આવ્યા હતા . વિદ્યાપીઠને નિર્વાહ માટે અનેક ગામો દાનમાં મળ્યાં હતાં .
- ગામોની આવકમાંથી વિદ્યાર્થીઓને ભોજન અને વસ્ત્રો વિના મૂલ્ય પૂરાં પાડવામાં આવતાં .
- અહીંનો ગ્રંથાલયવાળો વિસ્તાર “ ધર્મગંજ ' તરીકે ઓળખાતો હતો .
- ઈ.સ.ની પાંચમીથી અગિયારમી સદી સુધી નાલંદાની ખ્યાતિ અને સુપ્રસિદ્ધિ વિદ્યાકેન્દ્ર તરીકે રહી હતી .
Post a Comment
0 Comments