HIV(એચઆઈવી) , AIDS(એઇડ્રેસ) અને તેના ફેલાવા વિશે જાણો
HIV , એઇડ્રેસ અને તેના ફેલાવા વિશે જાણો
HIV એટલે શું?
HIV નો અર્થ ‘ હ્યુમન ઇમ્યુનો ડેફિસિયન્સી વાયરસ ' છે .
આ એ વાયરસ છે જે માત્ર માણસમાં જ જોવા મળે છે અને વ્યક્તિના રોગપ્રતિકારક તંત્રને સીધી અસર કરે છે .
જ્યારે HIV લાંબા સમય સુધી શરીરમાં રહે છે , ત્યારે તે રોગપ્રતિકારક શક્તિનો નાશ કરે છે .
AIDS(એઇડ્રેસ) એટલે શું?
ક્ષય રોગ , ફંગલ ચેપ ( ફૂગ થી થતાં રોગ ) અને કેન્સર જેવા ઘણા રોગો શરીરને અસર કરે છે અને વ્યક્તિને એઇટ્સ ( AIDS- Acquired Immune Deficiency syndrome ) હોવાનું કહેવાય છે .
જો કે કોઈપણ વ્યક્તિ જે ક્ષય , કેન્સર અથવા તો ફંગલ ચેપથી પીડાતો હોય તો તે HIV કે એઇગ્રસ્ત છે એમ વિચારવું ન જોઈએ .
‘ એક્વાયર્ડ ' એટલે તે આનુવંશિક કે વારસાગત નથી .
‘ ઇમ્યુન ડેફિસિયન્સી ’ એટલે રોગપ્રતિકારક શક્તિની ઉણપ , રોગકારક શક્તિ નબળી પડી જાય છે.
અને ‘ સિન્ડ્રોમ ’ એટલે જ્યારે કોઈ વ્યક્તિને એઇડ્રસ હોય , તો તે માત્ર એક બીમારીનું ચિહ્ન કે લક્ષણ નથી , પરંતુ અનેક રોગોના લક્ષણો છે જે તેનામાં દેખાય છે .
જ્યારે કોઈ વ્યક્તિ HIV પોઝીટીવ હોવાનું કહેવાય છે , ત્યારે તેનો સીધો અર્થ એ થાય છે કે તેના શરીરમાં HIV ની હાજરી છે .
HIV સંક્રમણ અને એઇટ્સ વચ્ચેનો અંતરાલ શરીરની રોગ પ્રતિકારક શક્તિ અને યોગ્ય સાવચેતી અને નિવારણના આધારે 10 - 15 વર્ષ સુધીનો હોઇ શકે છે .
HIV સાથે જીવતા લોકો ( PLIV ) વધુ સારા સ્વાથ્ય માટે તેમના પરિવારના સભ્યો , સમુદાયો અને સમાજ પાસેથી વધુ સહયોગ મેળવી શકે છે .
તેમની પાસે આપણા બધાની જેમ સમાન અધિકારો છે .
HIV એ કેવી રીતે ફેલાય છે ?
a ) HIV સંક્રમિત વ્યક્તિ સાથે અસુરક્ષિત જાતીય સંપર્ક . આ HIV ફેલાવાનો સૌથી સામાન્ય માર્ગ છે .
b ) HIV સંક્રમિત માતાથી તેના નવા જન્મેલા બાળકને ,
c ) HIV સંક્રમિત વ્યક્તિનું લોહી અન્ય વ્યક્તિને ચડાવવું .
d ) HIV સંક્રમિત વ્યક્તિના સોય અને સિરિંજનો અન્ય વ્યક્તિ માટે ઉપયોગ - જે લોકો નસ દ્વારા ડ્રગ્સના સેવન માટે ટેવાયેલા છે તે લોકોમાં આ સૌથી સામાન્ય છે .
HIV એ કેવી રીતે ફેલાતો નથી ?
HIV હવા , પાણી અથવા ખોરાક દ્વારા ફેલાતો નથી . HIV , મચ્છર અથવા પ્રાણીઓના કરડવાથી ફેલાતો નથી કારણકે આ વાયરસ માનવ શરીરની બહાર જીવિત રહી શકતો નથી અથવા પ્રજનન કરી શકતો નથી . જ્યારે મચ્છર કરડે છે , ત્યારે તે માનવ શરીરમાંથી લોહી ચૂસે છે.
પરંતુ તેમાં ઈંજેક્ટ ( દાખલ ) કરતું નથી . આથી , જો કોઈ મચ્છર HIV સંક્રમિત વ્યક્તિને કરડ્યા પછી તરત જ કોઈ બીજા વ્યક્તિને કરડે તો પણ તે ચેપગ્રસ્ત લોહી તેના શરીરમાં દાખલ થતું નથી .
ગેરમાન્યતાઓ અને ગેરસમજોને કારણે ઘણા બધા HIV સંક્રમિત વ્યક્તિઓ , ખાસ કરીને મહિલાઓને તેમના પરિવારો દ્વારા ત્યજી દેવામાં આવે છે અને તરછોડવામાં આવે છે તથા સમાજ દ્વારા તેમની સાથે ભેદભાવપૂર્ણ વર્તન કરવામાં આવે છે .
આવી બધી ગેરસમજો અને ગેરમાન્યતાઓનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી અને લોકો સાથે આ અંગે ચર્ચા કરીને તથા HIV અને એઇટ્સ વિશે જાગૃતિ ફેલાવીને આવી માન્યતાઓને દૂર કરવાની જરૂર છે .
આ બાબત HIV પોઝિટિવ લોકો સામે ભેદભાવ અટકાવશે અને તેમને લાંબા સમય સુધી જીવવામાં મદદ કરશે .
HIV સંક્રમિત વ્યક્તિએ રાખવાની સાવચેતી.
સાવચેતીના પગલાંઓમાં વર્તન અને પરામર્શમાં યોગ્ય ફેરફાર , ડૉક્ટરની સલાહને અનુસરવી , સકારાત્મક વલણ , કુટુંબ અને સમુદાય દ્વારા સંભાળ અને સહાય વગેરે HIV પોઝિટિવ વ્યક્તિને અર્થપૂર્ણ જીવન જીવવામાં મદદ કરી શકે છે .
સામાન્ય રીતે HIV ની ચકાસણી માટે લોહીના નમૂના લેવામાં આવે છે . મોઢાની લાળનો ઉપયોગ રેપિડ સ્પોટ ટેસ્ટમાં પણ થઈ શકે છે . સાચી માહિતી ચેપને રોકવામાં મદદ કરશે .
Post a Comment
0 Comments