SCIENCE
જમીન ધોવાણ એટલે શુ? જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો.
જમીન ધોવાણ
ધોવાણ એટલે જમીનના કણોનું ગતિશીલ હવા કે પાણી દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત થવું .
અન્ય રીતે કહીએ તો ઉપલા જમીન કણોનું ઝડપથી કુદરતી બળો દ્વારા અન્યત્ર સ્થળાંતર થઈ જવું .
તેની ઉપરનું પડ બનતાં વર્ષો લાગ્યાં છે , તેના જમીન કણો ભારે વરસાદ કે તોફાની પવનોથી થોડા દિવસોમાં ખેંચાઈ જાય તો ખેત ઉત્પાદન ઘટે છે .
આ પડની જાળવણી ખેતી માટે અત્યંત જરૂરી છે . આથી જમીનનું ધોવાણ અટકાવવું જોઈએ .
જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો
- જમીન પર ચરાણ પ્રવૃત્તિઓને નિયંત્રણમાં લેવી .
- ઢોળાવવાળીજમીનોમાં સમોચ્ચરેખીય પગથિયાંની તરાહથી વાવેતર કરવું .
- પડતર જમીનમાં વૃક્ષોનું વાવેતર કરવું .
- પાણીના વહેળા પડેલા હોય ત્યાં આડબંધ બનાવવા .
- પાણીનો વેગ ધીમો પાડવા ઢાળવાળા ખેતરમાં ઊંડી ખેડ કરવી
Post a Comment
0 Comments