નોકરી અને અભ્યાસ ની અપડેટ મેળવવા અમારી વેબસાઈટ ની લિંક સેવ કરી રાખો.

વિશ્વ ગ્રાહક અધિકાર દિન ( World Consumer Rights Day ) | 15 માર્ચ

વિશ્વ ગ્રાહક અધિકાર દિન ( World Consumer Rights Day ) | 15 માર્ચ 

અમેરિકન પ્રમુખ જ્હૉન ફ્રેન્કલીન કેનેડીએ અમેરિકાની સંસદમાં તા . 15 માર્ચ , 1962 ના રોજ ગ્રાહકોના ચાર અધિકારો આપ્યા અને ગ્રાહકોના અભિપ્રાયને સાંભળવામાં આવતા નથી તે અંગે વ્યથા પ્રગટ કરી હતી . 

‘ કઝુમર્સ ઇન્ટરનેશનલ ’ આંતરરાષ્ટ્રીય સંગઠને તા . 15 માર્ચ 1983 ના રોજ ગ્રાહકોના ચાર અધિકારો દર્શાવતું જાહેરનામું બહાર પાડ્યું . 

વિશ્વમાં પ્રત્યેક વર્ષની 15 માર્ચને ‘ વિશ્વ ગ્રાહક અધિકાર દિન ' તરીકે ઊજવવામાં આવી રહ્યો છે . 

ત્યારબાદ સંયુક્ત રાષ્ટ્રસંઘ ( યુનો ) એ તેમની તા . 16 મી એપ્રિલ , 1985 ની સભામાં યુનાઇટેડ નેશન્સ ગાઇડલાઈન્સ ફોર કન્ઝ્યુમર્સ પ્રોટેક્શન'ના ખરડામાં ગ્રાહકોના મૂળભૂત આઠ અધિકારોને ઘોષિત કર્યા અને તે મુજબ વિશ્વના દેશોને પોતાના દેશના ગ્રાહકો માટે અધિકારો ( હકો ) અને હિતોના સંરક્ષણ માટે અસરકારક કાનૂની માળખું ગોઠવવા ભલામણ કરી હતી . 

તે મુજબ ભારતીય સંસદે ‘ રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા અધિનિયમ -1986 ’ ઘડી કાઢ્યો હતો , જેને રાષ્ટ્રપતિએ તા 24 મી ડિસેમ્બર , 1986 ના રોજ સહી કરીને મંજૂરી આપી હતી . 

જેથી ભારતમાં પ્રત્યેક વર્ષે તા 24 ડિસેમ્બરને ‘ રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન ’ તરીકે ઊજવવામાં આવી રહ્યો છે

ગુજરાત સરકારે તા . 18 મી ફેબ્રુઆરી 1988 ના રોજ ‘ ગુજરાત ગ્રાહક સુરક્ષા નિયમો -1988 ' અમલમાં મૂક્યા તે મુજબ ગ્રાહક સુરક્ષાની કાયદેસરની કાર્યવાહી રાજ્યમાં હાથ ધરવામાં આવી છે . 

ભારતમાં ગ્રાહક સુરક્ષા ધારામાં 1993 અને 2002 માં કેટલાક મહત્ત્વના સુધારાઓ અમલમાં આવ્યા છે અને વર્ષો જૂના કાયદામાં ફેરફાર કરવાની સમયાનુસાર જરૂરિયાત ઊભી થયાની લાગણી પ્રજામાં જન્મી છે . 

ગ્રાહક સુરક્ષા અધિનિયમ -1986 માંની ઘણી જોગવાઈઓ પૈકી મુખ્ય અને મહત્ત્વપૂર્ણ જોગવાઈ વિશે હવે પછી આપણે માહિતી મેળવીશું .

Post a Comment

0 Comments