જૈન મંદિરો ( દેરાસરો ) | Jain temples (Derasaro)
જૈન મંદિરો ( દેરાસરો )
Jain temples (Derasaro)
ભારતમાં વિવિધ સ્થળોએ જૈન મંદિર આવેલાં છે રાજગૃહમાં વૈભાર , વિપુલાચલ , રત્નગિરિ , ઉદયગિરિ અને શ્રમણગિરિ નામનાં પાંચ જૈન મંદિરો છે .
સમેત શિખરજી ( બિહાર ) સિદ્ધક્ષેત્ર જૈન તીર્થધામ આવેલું છે . તેને મધુવન કહે છે . અહીં આદિનાથ ભગવાન અને બીજા 20 તીર્થંકરો નિર્વાણ પામ્યા હતા .
અહીં અભિનંદન નાથજી અને પાર્શ્વનાથજીનાં મંદિરો છે . અહીં ભગવાન મહાવીર પધારેલા અને અહીં કેટલાક મુનિઓ મોક્ષ પામેલા .
ગુજરાતમાં જૈન દેરાસર પાલિતાણામાં અને પંચાસરા મંદિર શંખેશ્વરમાં છે . રાજસ્થાનમાં માઉન્ટ આબુના દેલવાડા અને રાણકપુરનાં જૈન દેરાસરો બાંધકામ , કોતરકામ , કલાકારીગરી અને શિલ્પકલા વગેરેની દૃષ્ટિએ બેનમૂન અને અદ્ભુત છે .
ખાસ કરીને આબુ ઉપરનાં દેલવાડાનાં દેરાં જે ગુજરાતના મંત્રી વિમલશાહે બંધાવેલ ‘ વિમલવસહિ ’ અને બીજા મંત્રી વસ્તુપાળે બંધાવેલ ‘ લુણવસિંહ ' નામના દેવાલયો તેમની અજોડ કારીગરી અને આરસપહાણમાં બારીક , મનોહર શિલ્પકામ માટે માત્ર ભારતમાં જ નહિ , પરંતુ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે .
આ દેવાલયો જૈન ધર્મની ભારતીય સંસ્કૃતિને અર્પણ થયેલી અજોડ અને યાદગાર ભેટ છે .
Post a Comment
0 Comments