નોકરી અને અભ્યાસ ની અપડેટ મેળવવા અમારી વેબસાઈટ ની લિંક સેવ કરી રાખો.

તાજમહેલ વિશે જાણો | TAJMAHAL

તાજમહેલ 

ભારતના ઉત્તરપ્રદેશ રાજ્યના આગ્રામાં યમુના નદીના કિનારે તાજમહેલ આવેલ છે . વિશ્વની સાત અજાયબીઓમાં સ્થાન ધરાવતા તાજમહેલનું નિર્માણ મુઘલ બાદશાહ શાહજહાંએ પોતાની બેગમ મુમતાજ મહલની યાદમાં કરાવ્યું હતું . ઈ.સ. 1630 માં મુમતાજ મહલ અવસાન પામતાં 1631 માં તાજમહેલ બાંધકામની શરૂઆત થઈ , અને 22 વર્ષ બાદ ઈ.સ. 1653 માં તાજમહેલનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું . 

તાજમહેલ image

શાહજહાએ તાજમહેલના નિર્માણ કાર્યમાં ભારતના કુશળ શિલ્પીઓ ઉપરાંત ઈરાની , અરબી , તુર્કી અને યુરોપીય શિલ્પીઓને રોક્યા હતા . સંસારના અદ્વિતીય મકબરાઓમાં તાજમહેલની ગણના થાય અને એના દ્વારા મુમતાજ મહલનું નામ જગતભરમાં અમર થઈ જાય તેવી શાહજહાંની અંતરેચ્છા હતી .

તાજમહેલની સંપૂર્ણ ઇમારત ઉત્તરથી દક્ષિણ તરફ લંબચોરસ આકારે વિસ્તરેલી છે . તાજમહેલની મધ્યમાં મુમતાજની કબર છે અને તેની ચારેબાજુ ખૂબ જ સુંદર અષ્ટકોણીય જાળી આવેલી છે . તેની મહેરાબ પર એક ઉક્તિ લખેલી છે : ‘ સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે . ’ તાજમહેલ ભારતના સ્થાપત્ય કલાના વારસાને ગૌરવાન્વિત કરે છે અને દેશ વિદેશના પ્રવાસીઓ માટે તાજમહેલ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે .

Post a Comment

0 Comments