નોકરી અને અભ્યાસ ની અપડેટ મેળવવા અમારી વેબસાઈટ ની લિંક સેવ કરી રાખો.

ધાતુની પાણી સાથેની પ્રક્રિયા સમજાવો.

  1. ધાતુઓ પાણી સાથે પ્રક્રિયા કરે છે અને ધાતુ ઑક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે . 
  2. ધાતુ ઑક્સાઇડ જે પાણીમાં દ્રાવ્ય હોય છે , તે તેમાં ઓગળીને ધાતુ હાઇડ્રૉક્સાઇડ બનાવે છે . પરંતુ તમામ ધાતુઓ પાણી સાથે પ્રક્રિયા કરતી નથી . 

  3. Metal react with water image

ધાતુ + પાણી → ધાતુ ઑક્સાઇડ + હાઇડ્રોજન 
ધાતુ ઑક્સાઇડ + પાણી → ધાતુ હાઇડ્રૉક્સાઇડ 
  1. પોટૅશિયમ અને સોડિયમ જેવી ધાતુઓ ઠંડા પાણી સાથે ઉગ્ર રીતે પ્રક્રિયા કરે છે . 
  2. સોડિયમ અને પોટૅશિયમના કિસ્સામાં , પ્રક્રિયા એટલી હદે તીવ્ર અને ઉષ્માક્ષેપક ( Exothermic ) હોય છે કે ઉત્પન્ન થતો હાઇડ્રોજન તરત જ આગ પકડે છે . 
  3. કૅલ્શિયમની પાણી સાથેની પ્રક્રિયા ઓછી તીવ્ર હોય છે . 
  4. ઉત્પન્ન થતી ઉષ્મા હાઇડ્રોજન માટે આગ પકડવા માટે પૂરતી હોતી નથી . 
  5. કૅલ્શિયમ સપાટી પર તરી આવે છે કારણ કે ઉત્પન્ન થતાં હાઇડ્રોજન વાયુના પરપોટા ધાતુની સપાટી પર ચીપકે છે . 
  6. મૅગ્નેશિયમ ધાતુ ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરતી નથી . 
  7. તે ગરમ પાણી સાથે પ્રક્રિયા કરીને મૅગ્નેશિયમ હાઇડ્રૉક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ બનાવે છે . તેની સપાટી પર હાઇડ્રોજન વાયુના પરપોટા ચીપકવાથી તે પણ તરવાનું શરૂ કરે છે . 
  8. ઍલ્યુમિનિયમ , લોખંડ અને ઝિંક જેવી ધાતુઓ ઠંડા કે ગરમ પાણી સાથે પ્રક્રિયા કરતી નથી , પરંતુ તેઓ વરાળ સાથે પ્રક્રિયા કરી ધાતુ ઑક્સાઇડ અને હાઇડ્રોજન બનાવે છે . 
  9. સીસું , કૉપર , ચાંદી અને સોના જેવી ધાતુઓ પાણી સાથે સહેજ પણ પ્રક્રિયા કરતી નથી .

Post a Comment

0 Comments