બેકિંગ સોડાના ઉપયોગો
બેકિંગ સોડાના ઉપયોગો
( i ) બેકિંગ સોડા ( સોડિયમ હાઇડ્રોજનકાર્બોનેટ ) અને ટાર્ટરિક ઍસિડ જેવા મંદ ખાદ્ય ઍસિડનું મિશ્રણ બેકિંગ પાઉડરની બનાવટમાં વપરાય છે .
જ્યારે બેકિંગ પાઉડરને ગરમ કરવામાં આવે અથવા પાણી સાથે મિશ્ર કરવામાં આવે ત્યારે નીચે પ્રમાણેની પ્રક્રિયા થાય છે -
NaHCO3 + H+( કોઈ પણ ઍસિડમાંથી )------> CO + H2O + ઍસિડનો સોડિયમ ક્ષાર
પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતા કાર્બન ડાયૉક્સાઇડને કારણે પાઉં ( Bread ) અથવા કેક ફૂલે છે અને નરમ તેમજ પોચી બને છે .
( ii ) સોડિયમ હાઇડ્રોજનકાર્બોનેટ એન્ટાસિડનો પણ એક ઘટક છે . આલ્કલાઇન હોવાના કારણે , તે પેટમાં રહેલા વધારાના ઍસિડને તટસ્થ કરી રાહત આપે છે .
તેથી બેકિંગસોડાનો ઉપયોગ એસીડીટીનાં નિવારણ માટે પં કરી શકે છે.
( iii ) તેનો ઉપયોગ સોડા - ઍસિડ અગ્નિશામક ( Fire - extinguishers ) માં પણ કરવામાં આવે છે .
બેકિંગ સોડાની પ્રક્રિયા કોઈ પણ એસિડ સાથે પ્રક્રિયા થવાથી કાર્બન ડાયૉક્સાઇડ ઉત્પન્ન થાય છે, જે આગ બૂજવવામા મદદ રૂપ થાય છે. જેનાં કારણે આગ બુઝાઈ જાય છે.
Post a Comment
0 Comments