નોકરી અને અભ્યાસ ની અપડેટ મેળવવા અમારી વેબસાઈટ ની લિંક સેવ કરી રાખો.

કિરણોત્સર્ગી કચરો ( Radioactive Waste )

કિરણોત્સર્ગી કચરો

( Radioactive Waste )

શરૂઆતમાં કેન્દ્રીય ઊર્જા ( nuclear energy ) ને વીજળી ઉત્પન્ન કરવા માટે એક અપ્રદૂષિત રીત માનવામાં આવતી હતી . 

પછી એ વાસ્તવિકતાનો ખ્યાલ આવ્યો કે કેન્દ્રીય ઊર્જાના ઉપયોગમાં બે સૌથી ખતરનાક અને સહજ રીતે જન્મજાત સમસ્યાઓ રહેલી છે . 

પહેલી સમસ્યા આકસ્મિક ઝરણ ( leakage ) ની છે જેમ કે થ્રી માઇલ આઇલૅન્ડ ( Three Mile Island ) તથા ચર્નોબીલ ( Chernobyl ) ઘટનાઓ અને બીજી સમસ્યા કિરણોત્સર્ગી ( radio active ) કચરાના સુરક્ષિત નિકાલની છે . 

કિરણોત્સર્ગી કચરાથી નીકળતાં વિકિરણો સજીવો માટે ખૂબ જ નુકસાનકારક હોય છે કારણ કે તેના કારણે અતિશય ઊંચા દરે વિકૃતિઓ થાય છે . 

કિરણોત્સર્ગીની ખૂબ જ વધારે માત્રા જીવલેણ ( ઘાતક- lethal ) હોય છે પરંતુ તેની ઓછી માત્રાને કારણે પણ વિવિધ વિકારો થાય છે . 

તેનો સૌથી વધુ વારંવાર થતો વિકા૨ કૅન્સર છે . તેથી કેન્દ્રીય વિકિરણોનો કચરો અત્યંત શક્તિશાળી પ્રદૂષક છે અને તેની કાર્યવાહીમાં અત્યંત સાવચેતી રાખવાની જરૂર પડે છે . 

એ ભલામણ કરવામાં આવી છે કે ન્યુક્લિયર કચરાને પૂર્વ - ઉપચાર ( પૂર્વ - સારવાર ) આપ્યા પછી , તેને યોગ્ય રીતે કવચ ધરાવતા સંગ્રાહકોમાં સંગ્રહ કરી , પૃથ્વીની સપાટી નીચે લગભગ 500 મીટર ઊંડાઈએ ખાડો ખોદીને પથ્થરોથી દબાવી દેવા જોઈએ .

Post a Comment

0 Comments