Std 10 English Poem 1 River translation in Gujarati
Std 10 English Poem 1 River translation in Gujarati
નદી , નદી , નાનકડી નદી !
આનંદથી ચમકતી તારા માર્ગમાં ;
પીળા કાંકરા પર નાચતી - કૂદતી ,
ફૂલો અને પાંદડાઓમાંથી જોતી - જોતી ,
જાણે કે એક રમતું બાળક .
નદી , નદી , ઊછળતી નદી !
ખાડાટેકરાવાળા અને સમતલ રસ્તે તું દોડતી જાય છે ;
વધુ મોટા અવાજ સાથે , ઝડપથી , ખળખળ વહેતી , કૂદતી પથરા ઉપરથી ,
કાંઠા પર ગુલાબ ( ના છોડ ) ની હારને સ્પર્શતી ઝડપથી દોડી જતી .
જાણે કે ઉન્મત્ત યૌવન .
નદી , નદી , છલકતી નદી !
વિશાળ અને ઊંડી , અને સમયની જેમ સ્થિર ;
સ્થિર લાગે , તોપણ ગતિમાં ( વહેતી ) ,
સમુદ્રની દિશામાં આગળ વહેતી ,
જાણે કે જીવનના શ્રેષ્ઠ સમયમાં માણસ .
નદી , નદી , ઉતાવળી નદી !
દરિયામાં તું ધસી જતી ,
દરિયો – જેની ઊંડાઈ અમાપ છે ,
દરિયો – જેનો પ્રવાસ નિરંતર છે ,
જાણે કે અનંતકાળ .
Post a Comment
0 Comments