વિરંજન પાઉડર ની માહીતી આપી ઉપયોગો જણાવો.
વિરંજન પાઉડર
વિરંજન પાઉડર તમે જાણો જ છો કે ક્લોરિન સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણના વિદ્યુત- વિભાજન દરમિયાન ઉદ્ભવે છે . આ ક્લોરિનવાયુ વિરંજન પાઉડર ( Bleaching Powder ) નાં ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાય છે . ક્લોરિનની શુષ્ક ફોડેલા ચૂના ( Slakedlime ) [ Ca ( OH ) 2 ] સાથેની પ્રક્રિયા દ્વારા વિરંજન પાઉડર બને છે .
વિરંજન પાઉડરને CaOCl2 દ્વારા દર્શાવાય છે . તેમ છતાં વાસ્તવિક સંઘટન ઘણું જટિલ છે .
વિરંજન પાઉડરના ઉપયોગો
( i ) ટૅક્સ્ટાઇલ ઉદ્યોગમાં સુતરાઉ તેમજ લિનનના વિરંજન માટે , કાગળઉદ્યોગમાં લાકડાંના માવાના વિરંજન માટે તેમજ લોન્ડ્રીમાં ધોયેલા કપડાના વિરંજન માટે ,
( ii ) અનેક રાસાયણિક ઉદ્યોગોમાં ઑક્સિડેશનકર્તા તરીકે અને
( iii ) પીવાના પાણીને જંતુઓ ( Germs ) થી મુક્ત કરવા માટે જંતુનાશક તરીકે બેકિંગ સોડા રસોઈ - ઘરમાં સામાન્ય રીતે સ્વાદિષ્ટ કરકરા ( ક્રિસ્પી ) પકોડા ( Crispy Pakoras ) બનાવવા માટે ઉપયોગી સોડા ( ખાવાનો સોડા ) એટલે બેકિંગ સોડા . કેટલીક વાર ઝડપી ખોરાક રાંધવા માટે તે ઉમેરવામાં આવે છે .
સંયોજનનું રાસાયણિક નામ સોડિયમ હાઇડ્રોજનકાર્બોનેટ ( NaHCO3 ) છે . તે કાચી સામગ્રીઓ પૈકીના એક સોડિયમ ક્લોરાઇડના ઉપયોગથી બને છે .
સોડિયમ હાઇડ્રોજનકાર્બોનેટની pH ચકાસી ? શું તમે સંબંધ સ્થાપિત કરી શકો છો કે શા માટે તેને ઍસિડના તટસ્થીકરણ માટે ઉપયોગમાં લેવાય છે ?
તે મંદ બિનક્ષારીય બેઇઝ છે . ખોરાક રાંધતી વખતે તેને જ્યારે ગરમ કરવામાં આવે ત્યારે નીચેની પ્રક્રિયા શક્ય બને છે. સોડિયમ હાઇડ્રોજનકાર્બોનેટ અનેક ઘરગથ્થુ ઉપયોગ ધરાવે છે .
Post a Comment
0 Comments