નોકરી અને અભ્યાસ ની અપડેટ મેળવવા અમારી વેબસાઈટ ની લિંક સેવ કરી રાખો.

ન્યૂલૅન્ડનો અષ્ટકનો નિયમ ( Newlands ' Law of Octaves )

ન્યૂલૅન્ડનો અષ્ટકનો નિયમ 

( Newlands ' Law of Octaves )

  • ડોબરેનરના પ્રયાસોએ બીજા રસાયણશાસ્ત્રીઓને તત્ત્વોના ગુણધર્મોના તેમના પરમાણ્વીય દળ સાથે સંબંધ સ્થાપવા માટે પ્રોત્સાહિત કર્યા . 
  • 1866 માં અંગ્રેજ વૈજ્ઞાનિક જ્હોન ન્યૂલૅન્ડે ( John Newlands ) જાણીતાં તત્ત્વોને પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં ગોઠવ્યા . 
  • તેમણે સૌથી ઓછા પરમાણ્વીય દળ ધરાવતા તત્ત્વ ( હાઇડ્રોજન ) થી શરૂઆત કરી તથા 56 મા તત્ત્વ થોરિયમ પર તેને પૂર્ણ કર્યું .
  •  તેમણે જોયું કે પ્રત્યેક આઠમા તત્ત્વના ગુણધર્મ પ્રથમ તત્ત્વના ગુણધર્મને મળતા આવે છે . 
  • તે જાણી તેની તુલના સંગીતના સૂરો સાથે કરી અને તેથી જ તેમણે તેને ‘ અષ્ટકનો સિદ્ધાંત ’ કહ્યો . તે ‘ ન્યૂલૅન્ડના અષ્ટકનો નિયમ ’ તરીકે જાણીતો છે . 
  • ન્યૂલૅન્ડના અષ્ટકમાં લિથિયમ અને સોડિયમના ગુણધર્મો સમાન હતા . સોડિયમ , લિથિયમ પછીનું આઠમું તત્ત્વ છે .
  •  આ જ રીતે બેરિલિયમ અને મૅગ્નેશિયમ એકબીજાને મળતા આવે છે . ન્યૂલૅન્ડના અષ્ટકના મૂળ સ્વરૂપનો એક ભાગ કોષ્ટક  માં આપેલ છે .
Newlands ' Law of Octaves


  • – એવું શોધાયું છે કે અષ્ટકનો સિદ્ધાંત માત્ર કૅલ્શિયમ સુધી જ લાગુ પડતો હતો કારણ કે કૅલ્શિયમ પછી પ્રત્યેક આઠમા તત્ત્વના ગુણધર્મ પહેલા તત્ત્વને મળતા આવતા નથી .
  •  ન્યૂલૅન્ડે કલ્પના કરી કે કુદરતમાં માત્ર 56 તત્ત્વો હાજર છે અને ભવિષ્યમાં કોઈ અન્ય તત્ત્વ શોધાશે નહિ , પરંતુ ત્યાર બાદ અનેક નવાં તત્ત્વો શોધાયાં જેના ગુણધર્મો અષ્ટકના સિદ્ધાંતમાં બંધબેસતા નથી . 
  • પોતાના કોષ્ટકમાં તત્ત્વોને બંધ બેસાડવા માટે ન્યૂલૅન્ડે બે તત્ત્વોને એક જૂથમાં ( slot ) રાખી દીધા પરંતુ કેટલાંક અસમાન તત્ત્વોને પણ એક જૂથમાં રાખ્યા .
  •  શું તમે કોષ્ટક  માં આવાં ઉદાહરણ શોધી શકો છો ?
  •  ધ્યાન આપો કે કોબાલ્ટ અને નિકલ એક જ જૂથમાં છે અને કે એક સાથે જ લોરિન , ક્લોરિન અને બ્રોમિન સાથે હરોળમાં રાખવામાં આવ્યા છે જેમના ગુણધર્મો આ તત્ત્વો કરતાં જુદાં છે . 
  • આયર્ન કે જે કોબાલ્ટ અને નિકલ સાથે ગુણધર્મોમાં સમાનતા ધરાવે છે તેને આ તત્ત્વોથી દૂર રાખવામાં આવ્યું છે . આમ , ન્યૂલૅન્ડના અષ્ટકનો સિદ્ધાંત માત્ર હલકાં તત્ત્વો માટે જ યોગ્ય ઠર્યો . છે :

Post a Comment

0 Comments