Basic Maths
પૂર્ણાંક સંખ્યાઓ ની માહિતી તથા તેના સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર
હેલો સ્વાગત છે મિત્રો આપ સૌનું અમારી આ પોસ્ટમાં અહીં આપણે પૂર્ણ સંખ્યાઓ ની વાત કરવાના છીએ બેઝિક ગણિતને શીખવા માટે અમારી youtube ચેનલ ને જરૂર જોઈન કરજો.
પૂર્ણાંક સંખ્યા એટલે શું?
પૂર્ણાંક સંખ્યા એટલે તેના નામ પરથી જાણી શકાય છે કે જે અંક પૂર્ણ હોય તેને પૂર્ણાંક સંખ્યા કહેવાય.
પૂર્ણાંક સંખ્યાઓ ના પ્રકાર
પૂર્ણાંક સંખ્યાઓને ત્રણ ભાગમાં વહેંચી શકાય છે
(1) ધન પૂર્ણાંક
(2) શૂન્ય
(3) ઋણ પૂર્ણાંક
પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા અને બાદબાકી
પૂર્ણાક સંખ્યાઓ વિશે સંપૂર્ણ માહિતી મેળવવા માટે નીચે આપેલ વિડીયો જુઓ અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો.
પૂર્ણાંક સંખ્યાઓના મુખ્ય મુદ્દાઓ
- 0 એ ધનપૂર્ણાંક કે ઋણપૂર્ણાંક નથી .
- પૂર્ણાંક સંખ્યાઓ અસંખ્ય છે .
- કોઈ પણ ધનપૂર્ણાંક એ ઋણપૂર્ણાંક કરતાં મોટો છે .
- શૂન્ય એ ઋણપૂર્ણાંક કરતાં મોટી સંખ્યા અને ધનપૂર્ણાંક કરતાં નાની સંખ્યા છે .
- સંખ્યારેખાની મદદથી પૂર્ણાંક સંખ્યામાં પૂર્ણાંક સંખ્યા ઉમેરવા માટે
- ( 1 ) જો ધનપૂર્ણાંક ઉમેરવો હોય , તો તે પૂર્ણાંક જેટલા એકમ અંતર જમણી બાજુ ખસવું પડે .
- ( 2 ) જો ઋણપૂર્ણાંક ઉમેરવો હોય , તો તે પૂર્ણાંક જેટલા એકમ અંતર ડાબી બાજુ ખસવું પડે .
- સંખ્યારેખાની મદદથી પૂર્ણાંક સંખ્યા બાદ કરવા માટે
- ( 1 ) જો ધનપૂર્ણાંક બાદ કરવો હોય , તો તે પૂર્ણાંક જેટલા એકમ અંતર ડાબી બાજુ ખસવું પડે .
- ( 2 ) જો ઋણપૂર્ણાંક બાદ કરવો હોય , તો તે પૂર્ણાંક જેટલા એકમ અંતર જમણી બાજુ ખસવું પડે .
Post a Comment
0 Comments