નોકરી અને અભ્યાસ ની અપડેટ મેળવવા અમારી વેબસાઈટ ની લિંક સેવ કરી રાખો.

બાલા પ્રોજેકટ | BALA Project

 બાલા પ્રોજેકટ


  * પરિચય :- B a L A - Building as Learning Aid


  બાલા(શાળ મકાન શીખવા તરીકે) શિક્ષણ ગુણવત્તા સુધારણા તરફ એક નવિન ખ્યાલ છે. જે બાળ મૈત્રીપૂર્ણ,આનંદ આધારિત શૈક્ષણિક પ્રવૃત્તિઓને શાળાના મકાનના બંધારણ મારફતે શીખવવાનો પ્રયાસ કરે છે.


  આ પ્રકારનો મુળભૂત વિચાર વિચાર વિન્યાસ દ્વારા શોધ કરવામાં આવી હતી,આ ઉપરાંત સ્થાપત્ય સંશોધન અને ડિઝાઈન કેન્દ્રનો યુનિસેફના સપોર્ટથી ગુજરાત દ્વારા સમગ્ર રાજયમાં ૧૬૨૦ થી વધારે મોડેલ શાળાઓમાં લાગુ કરવામાં આવી છે.બાલા પ્રોજેકટના અસરકારક અમલીકરણ તથા રચના કરવા માટે એસ.એસ.એ. ગુજરાત દ્વારા જિલ્લા લેવલે અને બ્લોક લેવલે સિવિલ ઈજનેરની ટીમ સાથેના મુખ્ય શિક્ષક,સહ શિક્ષકને સાંકળી લઈને ટ્રેનિંગ આપવામાં આવેલ છે.રાજય સરકાર પાસે મર્યાદિત સાધન હોવા છતાં પણ બાલા પ્રોજેકટ હેઠળ આવેલ મોડેલ શાળા બનાવવાની ઉત્તરોત્તર વધારો થાય છે.


  * બાલા પ્રોજેકટ શું છે ?


  બાલા એટલે


  એવી શાળાને બનાવવી કે જયાં તમામ બાળકોને આવવું ગમે...ભણવું ગમે...અને રોકાવું ગમે....’ નો એક સુંદર વિચાર છે. (CWSN) ને આધારિત ખાસ જરૂરિયાતને સામેલ કરી પ્રવૃત્તિ આધારિત શિક્ષણ તથા મુકત વાતાવરણ પૂરું પાડવાનો છે. આવી શાળાઓના બાંધકામ દ્વારા પ્રવૃત્તિ આધારિત શિક્ષણ આપવાના સ્ત્રોતને આધાર મળે છે.


  * આ પ્રોજેકટના મુખ્ય બે ભાગ છેઃ


  (1) ભણવાની અને શિક્ષણ આપવાની જગ્યાની પરિસ્થિતિઓમાં વિકાસ કરવો.


  (2) આવી જગ્યાઓમાં આ પ્રોજેકટ દ્વારા શિક્ષણ સ્તરને ઊંચું લાવવાનો પ્રયાસ કરવો.



આવી શાળા બનાવવા માટે કઈ જગ્યાનો ઉપયોગ કરી શકાય. વર્ગખંડ, દાદરની સીડીઓ, શાળાનું આંગણ, શાળાના ઓટલો–પાળી વગેરે..........


 કઈ આંતરિક જગ્યાઓનો ઉપયોગ કરાય?


 ભોંયતળિયું, દીવાલ, બારીઓ, દરવાજા, છત, છાજલી અને પ્લેટફોર્મ, ફર્નિચર વગેરે...


 બાલા પ્રોજેકટ હેઠળ હાલની તમામ શાળાઓમાં આંતરિક જગ્યાઓનો સુંદર રીતે ઉપયોગ કરી શિક્ષણનું ઘોરણ વધુ ઉચ્ચ અને કોઠાસુઝ વાળું બનાવીને બાળકો માટેનું મુકત અને આનંદદાયક વાતાવરણ આપવું.


 ને કારણ બાલા પ્રોજેકટ હેઠળ કામ કરવાનું કારણ :-


 • શાળાને સર્વગ્રાહીની જેમ જોવામાં આવે છે.


 શાળામાં બાળકોને આનંદદાયક વાતાવરણ પૂરું પડે છે.


 શાળાના બાહ્ય દેખાવનો શિક્ષણ સાથે અનુબંધ જોડી શકાય છે.


 - વર્ગખંડ શિક્ષણમાં શાળાની દિવાલોનો ટી.એલ.એમ, તરીકે ઉપયોગ કરી શકાય છે.

Post a Comment

0 Comments