નોકરી અને અભ્યાસ ની અપડેટ મેળવવા અમારી વેબસાઈટ ની લિંક સેવ કરી રાખો.

ઈકોકલબ | Eco club

 

ઈકોકલબ

શરુઆત :- વર્ષ ૨૦૦૬થી અજમાયશી ધોરણે ૪૦૦૦ પ્રાથમિક શાળાઓ તથા ૨૬ ડાયટમાં અમલીકરણ કરવામાં આવેલ હતુ

ઈકોકલબ એટલે શું ?

ઈકોકલબ એટલે શાળાના પ્રકૃતિપ્રેમી વિદ્યાર્થીઓનું એવું એક સંગઠન કે જે પ્રકૃતિ અને પર્યાવરણ સંરક્ષણની કુશળતા અને જાણકારી પૂરી પાડતી અનૌપચારિક સક્રિય વ્યવસ્થા,

હેતુઓ :

* પર્યાવરણ પ્રત્યે લોકજાગૃતિ કેળવાય.

* વિદ્યાર્થીઓ વનસ્પતિઓને ઓળખે અને તેમના ઉપયોગ વિશે જાણે.

* પર્યાવરણનું જતન, સંરક્ષણ અને સંવર્ધન કરે, પ્રકૃત્તિપ્રેમી બને.

* પાણીની અછત નિવારણ અંગેના ઉપાયો હાથ ધરે.

* વર્મી કમ્પોઝડ વિશે જાણે.

* અળસિયા બેંક, સ્વચ્છતા,વૃક્ષારોપણ, કચરાનો કમ્પોઝડ ખાડા દ્વારા નિકાલ જેવી પ્રવૃત્તિઓ શાળા કક્ષાએ કરતા થાય.

* પર્યાવરણીય જૈવિક વિવિધતાને જાણે અને તેનું જતન કરે.

પર્યાવરણ દિનની ઉજવણી

ચિત્ર સ્પર્ધા

પર્યાવરણલક્ષી વક્તૃત્વ સ્પર્ધા પર્યાવરણલક્ષી ક્વીઝ

પૃથ્વી દિનની ઉજવણી

વન મહોત્સવ ઉજવણી

પ્રકૃતિ ગીતોનું ગાન

ઇકો વર્ષ ઉજવણી

પ્લાસ્ટિકનો ઉપયોગ અને તેના દૂષણો અંગે વક્તૃત્વ સ્પર્ધા

પર્ણ પોથી

ઊર્જા સંરક્ષણ દિનની ઉજવણી

પ્રાણી સંગ્રહાલય મુલાકાત

પર્યાવરણ જાગૃતિ માટે ગ્રામ સભાનું આયોજન

ઇકો રંગોળી

ફેન્સીંગ કાર્ય

વરસાદી પાણીના સંગ્રહ માટેનું આયોજન

નીંદણકામ

વૃક્ષોની માવજત

અમૃતપાણી, કુદરતી ખાતર

વૃક્ષ પરિચય

વૃક્ષોની ગણતરી તથા નામકરણ

વૃક્ષોનું નામાંકન

ઇંટોથી ક્યારા બનાવવા તેમજ

શાળા સફાઇ તથા સુશોભન

ઇંટો રંગવી

કુદરતી જંતુનાશક દવા બનાવવી

શિક્ષકની ભૂમિકા

શિક્ષકની ભૂમિકાસૌ પ્રથમ જે શાળાઓમાં આ કાર્યક્રમ અમલમાં મૂકાનાર છે તે શાળામાંથી એક શિક્ષકને પસંદ કરવામાં આવશે અને આ શિક્ષકોને ઓરિએન્ટેશન તાલીમ આપવામાં આવશે. સાથે ઇકો કલબના સભ્યોને પોતાની શાળામાં તેમજ અન્ય શાળાઓમાં પર્યાવરણની જાગૃતિના કાર્યક્રમો તથા પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવાના રહેશે.

Post a Comment

0 Comments