નોકરી અને અભ્યાસ ની અપડેટ મેળવવા અમારી વેબસાઈટ ની લિંક સેવ કરી રાખો.

GCERT information in Gujarati

 GCERT



 જી,સી,ઇ.આર.ટી. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણની ગુણવત્તા સુધારણા કરતી રાજ્યની અતિ અગત્યની સંશાધન સંસ્થા છે. જે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના નેજા હેઠળ કાર્યરત છે. ઇ.સ. ૧૯૬૨ માં રાજ્ય શિક્ષણ ભવનની સ્થાપના થઇ. 

ભવનનું વિસ્તરણ કરી ૧૯૮૮ માં રાજ્ય શિક્ષણ ભવનને ‘ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ' એવુ નામાભિમાન કરી અપગ્રેડ કરવામાં આવ્યું. તથા ૧૯૯૮ માં ૧૮૬૦ ના સોસાયટી રજિસ્ટર એક્ટ અંતર્ગત કાઉન્સિલ તરીકે રજિસ્ટર થઈ છે. જે જી.સી.ઇ.આર.ટી. ના નામે ઓળખાય છે.


 જી.સી.ઇ.આર.ટી. એ શિક્ષણની ગુણવત્તા સુધારણા કરતી રાજ્યની નોડલ સ્વાયત્ત સંસ્થા છે. જેના નેજા હેઠળ 26 જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનો કાર્યરત છે.



ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદના કાર્યો : 

* શિક્ષણની તમામ શાખાઓ તેમજ પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રમાં શૈક્ષણિક સંશોધનો હાથ ધરવા, મદદરૂપ બનવું, પ્રોત્સાહન આપવું અને સંકલન કરવું.


 * પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના શિક્ષકો માટે સેવાકાલીન અને પૂર્વ સેવાકાલીન તાલીમોનું આયોજન કરવું.


 * DIET, CTE (Centre for Teacher Education) અને I.A.S.E. (Institute of Advance Study in Education) ને શૈક્ષણિક અને વ્યવસ્થાકીય મદદ પૂરી પાડવી,


 * P.T.T.I. (Primary Teacher Training Institute) ને શૈક્ષણિક માર્ગદર્શન પૂરું પાડવું,


 * સંસ્થાના હેતુઓ સિદ્ધ કરવાના અનુસંધાને વિવિધ સાહિત્ય જેવું કે, સંદર્ભ સાહિત્ય, મોડ્યુલ, સામયિક તેમજ મુખપત્રો તૈયાર કરવા અને પ્રકાશિત કરવા- પર્યાવરણ શિક્ષણ, દૂરવર્તી શિક્ષણ, વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકોનું શિક્ષણ તેમજ વસ્તી શિક્ષણ જેવા કાર્યક્રમોનું અમલીકરણ કરવું.


 * શિક્ષણની ગુણવત્તા સુધારણા સંદર્ભે S.S.A. સાથે સંકલનમાં રહી કાર્ય કરવું.


 * બી.આર.સી., સી.આર.સી.ને શૈક્ષણિક માર્ગન અને સહાય પૂરી પાડવી.


 * ભવિષ્યની માંગને પહોંચી વળવા માટે પ્રાથમિક શાળાઓ તથા પ્રશિક્ષણ સંસ્થાઓના અભ્યાસક્રમને તાર્કિક સમીક્ષાને આધારે પુનગઠિત કરી નાવિન્યપૂર્ણ બનાવવો. * અભ્યાસક્રમ અને મૂલ્યાંકન પદ્ધતિ ઠરાવનાર શૈક્ષણિક સત્તામંડળ ગણાશે.




ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદમાં કાર્યરત વિભાગ :


 * શિક્ષક પ્રશિક્ષણ – Teacher Education


 * અભ્યાસક્રમ અને મૂલ્યાંકન –Curriculum & Evaluation


 * સંશોધન અને નાવિનીકરણ –Research & Innovation


 * પ્રકાશન અને લાઈબ્રેરી-Publication & Library


  વિજ્ઞાન અને ગણિત- Science & Maths


 આયોજન અને વ્યવસ્થાપન -Planning & Management


 Information & Communication Technology -ICT


 CTE & IASE


 વહીવટી અને હિસાબી શાખા Establishment & Account Branch


 ❖ Special Cell


 o Population Education and Helth Education and life skill program (HELP).


 Distance Education Cell


 IEDSS Cell


 Gunostav Cell


Post a Comment

0 Comments