નોકરી અને અભ્યાસ ની અપડેટ મેળવવા અમારી વેબસાઈટ ની લિંક સેવ કરી રાખો.

ઍસિડ અને બેઇઝની ધાતુ સાથેની પ્રક્રિયા

 ઍસિડ અને બેઇઝની ધાતુ સાથેની પ્રક્રિયા :


 > ધાતુ ઍસિડમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન હાઇડ્રોજન વાયુ સ્વરૂપે કરે છે. ધાતુ ઍસિડ સાથે સંયોજન બનાવે છે જેને ક્ષાર કહે છે. આમ, ધાતુની ઍસિડ સાથેની પ્રક્રિયા નીચે મુજબ થાય છે. 


 ઍસિડ + ધાતુ → ક્ષાર + હાઇડ્રોજન વાયુ


 > દાણાદાર ઝિંકને સલ્ફેરિક એસિડ સાથે પ્રક્રિયા કરતા દહન દ્વારા હાઇડ્રોજન વાયુની ચકાસણી કરી શકાય છે.


 > સોડિયમ હાઇડ્રોક્સાઇડનાં દ્રાવણમાં દાણાદાર ઝિંકને ઉમેરવાથી નીચે મુજબ પ્રક્રિયા થાય છે.


 2NaOH + Zn → Na3Zn02 + H2


 > આ પ્રક્રિયામાં પણ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે પરંતુ બધી જ આવી પ્રક્રિયામાં હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થતો નથી.


 > ધાતુ કાર્બોનેટ અને ધાતુ હાઇડ્રોજનકાર્બોનેટ સાથેની પ્રક્રિયા :


 આ માટે > આ પ્રક્રિયા સમજવા માટે નીચેનાં સમીકરણો ધ્યાનમાં લો.


 Na2CO3(સોડિયમ કાર્બોનેટ, + 2HCl → 2NaCl + H2O + CO2 NaHC03 સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ) + HCI → NaCl + H20 + CO2


 > અહીં ઉદ્ભવતા કાર્બન ડાયોક્સાઇડ વાયુને ચૂનાના પાણીમાંથી પસાર કરતા,


 Ca(OH)2 + CO2 -> CaCO3 + H20

CaCO3 + 30 + CO; → Ca(HC03)2 →


 - ચૂનાનો પથ્થર, ચાક અને આરસપહાણ કેલ્શિયમ કાર્બોનેટનાં વિવિધ રૂપો છે. તમામ ધાતુ કાર્બોનેટ અને હાઇડ્રોજનકાર્બોનેટ ઍસિડ સાથે પ્રક્રિયા કરી તેમને અનુરૂઓઅ ક્ષાર, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી આપે છે.


 ધાતુ કાર્બોનેટ/ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ + એસિડ → ક્ષાર + કાર્બન ડાયોકાઇડ + પાણી

Post a Comment

0 Comments