રોગોના કારણો( Causes of diseases )
રોગોના કારણો( Causes of diseases )
રોગનું કારણ શું છે ?
જ્યારે આપણે રોગનાં કારણ વિશે વિચારીએ છીએ ત્યારે આપણે એ યાદ રાખવું જોઈએ કે , આ કારણના ઘણા સ્તરો હોય છે .
ચાલો , આપણે એક ઉદાહરણ લઈએ . જો કોઈ નાનાં બાળકને પાણી જેવા પાતળા ઝાડા થાય છે તો આપણે કહી શકીએ છીએ કે એનું કારણ વાઇરસ છે એટલા માટે રોગનું મુખ્ય ( પ્રાથમિક ) કારણ વાઇરસ છે તેમ કહેવાય .
પરંતુ તેના પછીનો પ્રશ્ન એ છે કે વાઇરસ( virus) ક્યાંથી આવ્યો ?
સમજી લો કે આપણને ખબર છે કે વાઇરસ દૂષિત પાણી પીવાને કારણે તે બાળકના શરીરમાં ) આવ્યો પણ અન્ય બાળકોએ પણ તે દૂષિત પાણી પીધેલું છે તો એનું શું કારણ છે કે એક જ બાળકને ઝાડા થયા અને બીજાને ન થયા ?
આનું એક કારણ એ પણ હોઈ શકે કે આ બાળક તંદુરસ્ત ન હોય જેને પરિણામરૂપે એવી બાબત થવાની શક્યતા છે કે જ્યારે આ બાળક વાઇરસના સંપર્કમાં આવે છે તો તે બીમાર થઈ જાય છે જ્યારે અન્ય બાળકો બીમાર પડતાં નથી .
હવે પ્રશ્ન એ થાય છે કે ,
બાળક સ્વસ્થ કેમ નથી?(Why is the baby not healthy?)
એવું બની શકે કે બાળકને સારું પોષણ ન મળતું હોય અને તે પર્યાપ્ત માત્રામાં ખોરાક ન લેતો હોય .
આમ , પર્યાપ્ત માત્રામાં પોષણ ન લેવું એ પણ રોગનું બીજું કારણ હોય .
બાળક પર્યાપ્ત માત્રામાં પોષણ કેમ નથી મેળવી શકતું ?(Why can't a child get adequate nutrition?)
બની શકે કે માતા - પિતા ગરીબ હોય .
એ પણ સંભવિત છે કે બાળકમાં આનુવંશિક ખામી હોય , જેથી બાળક વાઇરસના સંપર્કમાં આવવાથી પાતળા ઝાડાની અસર દર્શાવે છે , માત્ર આનુવંશિક ખામી કે ઓછા પોષણથી પાતળા ઝાડા થઈ શકતા નથી , પણ તે રોગના કારણમાં પણ સહભાગી હોય છે .
બાળક માટે સ્વચ્છ પાણી ઉપલબ્ધ કેમ નહતું ?(Why was clean water not available for the baby?)
સંભવ છે કે બાળકનો પરિવાર નિવાસ કરતો હોય ત્યાં સુવિધાઓ નિર્બળ હોવાને કારણે સ્વચ્છ પાણી ઉપલબ્ધ ન પણ હોય .
આ રીતે ગરીબ લોકો અને સુવિધાઓના અભાવને ન હોવાને કારણે બાળકની બીમારી ત્રીજા સ્તરમાં પ્રવેશે છે .
આ પ્રકારે હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે , રોગો પ્રાથમિક કારણ અને સહાયક કારણને લીધે થાય છે .
તેની સાથે વિભિન્ન પ્રકારના રોગ થવાનાં એક નહિ પરંતુ ઘણાં બધાં કારણો હોય છે .
Post a Comment
0 Comments