નોકરી અને અભ્યાસ ની અપડેટ મેળવવા અમારી વેબસાઈટ ની લિંક સેવ કરી રાખો.

દૈનિક જીવનમાં pH નું મહત્ત્વ | Importance of pH in Everyday Life

દૈનિક જીવનમાં pH નું મહત્ત્વ | Importance of pH in Everyday Life

આપણું શરીર 7.0 થી 7.8 pH ની મર્યાદામાં કાર્ય કરે છે. 

સજીવો માત્ર pH ના મર્યાદિત ફેરફારમાં ટકી શકે છે. 

જ્યારે વરસાદી પાણીની pH 5.6 કરતાં ઓછી હોય ત્યારે તેને ઍસિડવર્ષા ( Acid Rain ) કહે છે. 

ઍસિડવર્ષાનું પાણી જ્યારે નદીમાં વહે છે , ત્યારે તે નદીના પાણીની pH ઘટાડે છે .આવી નદીઓમાં જળચર જીવોનું અસ્તિત્વ મુશ્કેલ બને છે .

માટીની pH

વનસ્પતિને તેમના તંદુરસ્ત વિકાસ માટે વિશિષ્ટ pH મર્યાદાની જરૂરિયાત હોય છે .

વનસ્પતિના તંદુરસ્ત વિકાસ માટે જરૂરી pH જાણવા , તમે જુદી - જુદી જગ્યાએથી માટી એકત્ર કરી શકો છો અને pH ચકાસી શકો છો . તમે તે પણ નોંધી શકો કે તમે જે વિસ્તારમાંથી માટી એકત્ર કરી છે , તેમાં કયા છોડ વિકાસ પામી રહ્યા છે .

આપણા પાચનતંત્રમાં pH 

અત્યંત રસપ્રદ વાત એ છે કે આપણું જઠર ( Stomach ) હાઇડ્રોક્લોરિક ઍસિડ ઉત્પન્ન કરે છે .તે જઠરને નુકસાન પહોંચાડ્યા વગર ખોરાકનું પાચન કરવામાં મદદ કરે છે.

અપચા ( Indigestion ) દરમિયાન જઠર ખૂબ વધુ માત્રામાં ઍસિડ ઉત્પન્ન કરે છે , જે દર્દ અને બળતરા ( Irritation ) નું કારણ બને છે . આ દર્દથી છુટકારો મેળવવા લોકો બેઇઝનો ઉપયોગ કરે છે જેને એન્ટાસિડ ( Antacid ) કહે છે .

આ એન્ટાસિડ વધારાના ઍસિડને તટસ્થ કરે છે . 

મૅગ્નેશિયમ હાઇડ્રૉક્સાઇડ ( મિલ્ક ઑફ મૅગ્નેશિયા ) કે જે મંદ બેઇઝ છે , તે આ હેતુ માટે અવારનવાર ઉપયોગમાં લેવાય છે . 

ph માં ફેરફારને કારણે દાંતનું સડવું મોઢાની pH 5.5 કરતાં ઘટી જાય ત્યારે દાંતનો સડો શરૂ થાય છે .

દાંતનું ઉપરનું આવરણ ( enamel ) કે જે કૅલ્શિયમ ફૉફેટનું બનેલું છે , તે શરીરનો સૌથી સખત પદાર્થ છે .

તે પાણીમાં દ્રાવ્ય થતો નથી , પરંતુ મોઢાની અંદરની pH 5.5 કરતાં ઘટી જાય ત્યારે તેનું ક્ષયન થાય છે .

મોઢામાં હાજર બૅક્ટરિયા જમ્યા પછી મોઢામાં બાકી રહી ગયેલા ખોરાકના કણો અને શર્કરા ( Sugar ) ના વિઘટન (Degradation) દ્વારા ઍસિડ ઉત્પન્ન કરે છે .

ખોરાક ખાધા પછી દાંત સાફ કરવા તેને અટકાવવાનો ઉત્તમ માર્ગ છે .

દાંત ચોખ્ખા કરવા માટે વપરાતી ટૂથપેસ્ટ કે જે સામાન્ય રીતે બેઝિક હોય છે , તે વધારાના ઍસિડને તટસ્થ કરી શકે છે અને દાંતનો સડો અટકાવી શકે છે .

પ્રાણીઓ અને વનસ્પતિઓ દ્વારા થતા રાસાયણિક યુદ્ધથી આત્મસંરક્ષણ શું તમને ક્યારેય મધમાખી ( Honey - bee ) એ ડંખ માર્યો છે ? માખીનો ડંખ ઍસિડ મુક્ત કરે છે જેને કારણે દર્દ અને બળતરા ઉદ્ભવે છે .

ડંખ મારેલા ભાગમાં હળવો બેઈઝ જેમ કે બેકિંગ સોડાનો ઉપયોગ રાહત આપે છે .

કૌવચ ( nettle ) ના પાંદડાના ડંખવાળા રોમ મિથેનોઈક ઍસિડ મુક્ત કરે છે . જેના કારણે દાહક દર્દ ઉદ્ભવે છે .

Post a Comment

0 Comments