std-10
સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન ( Sexual Reproduction in Flowering Plants )
સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન
( Sexual Reproduction in Flowering Plants )
- આવૃત્ત બીજધારીઓ (Angosperms) ના પ્રજનનાંગો પુષ્પમાં દર્શાવેલાં છે .
- વજપત્રો , દલપત્રો , પુંકેસર તેમજ સ્ત્રીકેસર પુંકેસર , તેમજ સ્ત્રીકેસર પુષ્પનાં પ્રજનન ભાગ કે અંગો છે . જેમાં પ્રજનનકોષો હોય છે .
દલપત્ર તેમજ વજપત્રનું કાર્ય શું હોઈ શકે ?
- જ્યારે પુષ્પમાં પુંકેસર અથવા સ્ત્રીકેસરમાંથી કોઈ એક જનનાંગ હાજર હોય કે આવેલા હોય તો પુષ્પ એકલિંગી કહેવાય છે ( ૫પૈયું , તરબૂચ ).
- જ્યારે પુષ્પમાં પુંકેસર તેમજ સ્ત્રીકેસર બંને આવેલા હોય તો તેવા પુષ્પને ઊભયલિંગી કે દ્વિલિંગી પુષ્પ કહે છે ( જાસૂદ , રાઈ ).
- પુંકેસર નર જનનાંગ છે જેના દ્વારા પરાગરજનું નિર્માણ કરે છે . જે સામાન્ય રીતે પીળા રંગની હોય છે . તમે જોયું હશે કે જ્યારે તમે કોઈ પુષ્યના પુંકેસરને અડકો છો ત્યારે તમારા હાથમાં એક પીળો પાઉડર ચોંટી જાય છે .
- સ્ત્રીકેસર પુષ્પના કેન્દ્રસ્થ ભાગમાં આવેલું હોય છે અને તે પુષ્પનું માદા જનનાંગ છે જે ત્રણ ભાગોથી બનેલું છે.
- આધાર કે તલીય પ્રદેશે ફૂલેલો ભાગ અંડાશય (બીજાશય), મધ્યમાં લાંબી નલિકા જેવી રચના પરાગવાહિની અને ભાગે આવેલી રચના પરાગાસન હોય છે.જે સામાન્ય રીતે ચીકણું કે સ્નિગ્ધ હોય છે , અંડાશયમાં અંડક કે બીજાંડ હોય છે અને પ્રત્યેક અંડક કે બીજાંડમાં એક અંડકોષ હોય છે.
- પરાગરજ દ્વારા ઉત્પન્ન થયેલા નરજન્યુ કે પુંજન્યુ અંડાશયના અંડકોષ ( માદાજન્યુ ) ની સાથે સંયુશ્મન પામે છે . જનનકોષોના આ સંયુગ્મન કે ફલનથી યુગ્મજન કે ફલિતાંડનું નિર્માણ થાય છે જેમાં નવા છોડમાં વિકાસ પામવાની ક્ષમતા હોય છે .
- આમ,પરાગરજને પુંકેસરમાંથી પરાગાસન સુધી સ્થળાંતરણ થવાની જરૂરિયાત હોય છે .
- જો પરાગરજનું આ સ્થળાંતરણ તે પુષ્પના પરાગાસન પર જ થાય તો તેને સ્વપરાગનયન કહે છે .
- પરંતુ એક પુષ્યની પરાગરજ બીજા પુષ્પ પર સ્થળાંતરિત થાય તો તેને પરપરાગનયન કહે છે .
પરાગરજના વાહકો
- એક પુષ્પથી બીજા પુષ્ય સુધી પરાગરજનું આ સ્થળાંતરણ હવા , પાણી કે પ્રાણી જેવા વાહકો દ્વારા થાય છે .
- પરાગરજનું યોગ્ય પરાગાસન પર પહોંચવા ઉપરાંત નરજન્યુ કે પુંજન્યુને અંડાશયમાં આવેલા માદાજન્યુ કોષ ( અંડકોષ ) સુધી પહોંચવું જરૂરી હોય છે .
- તેના માટે પરાગરજમાંથી એક નલિકાનો વિકાસ થાય છે અને તે નલિકા પરાગવાહિનીમાં થઈને અંડક કે બીજાંડ સુધી પહોંચે છે . ( જેને પરાગનલિકા કહે છે . )
- ફલન પછી , યુગ્મનજમાં અનેક વિભાજન થાય છે અને અંડકમાં ભૃણ વિકાસ પામે છે . અંડક કે બીજાંડમાંથી એક સખત આવરણ વિકાસ પામે છે અને આ બીજમાં પરિવર્તિત થાય છે .
- અંડાશય ઝડપથી વૃદ્ધિ પામે છે અને પરિપક્વ થઈને ફળમાં પરિણમે છે .
- આ સમયગાળા દરમિયાન વાજપત્રો, દલપત્રો અને પુંકેસર, પરાગવાહિની તેમજ પરાગાસન સામાન્ય રીતે કરમાઈ જઈને ખરી પડે છે .
- શું તમે ક્યારેય પુષ્પના કોઈ ભાગને ફળની સાથે સ્થાયીરૂપે જોડાયેલ જોયો છે ?
- વિચારો , બીજનું નિર્માણ થવાથી વનસ્પતિને શું લાભ થાય છે ?
- બીજમાં ભાવિ વનસ્પતિ અથવા ભૂણ હોય છે . જે સાનુકૂળ પરિસ્થિતિઓમાં નવા છોડમાં વિકાસ પામે છે . આ ક્રિયાને કે ઘટનાક્રમને અંકુરણ કહે છે .
Post a Comment
0 Comments