સહસંયોજક બંધ
(Covalent Bond)
આપણે જાણીએ છીએ કે તત્ત્વોની પ્રતિક્રિયાત્મકતા સંપૂર્ણ ભરાયેલ બાહ્યતમ કક્ષા એટલે કે નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવાની વૃત્તિને આધારે સમજાવી શકાય છે . આયનીય સંયોજનોની રચના કરતાં તત્ત્વો તેઓની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન મેળવીને કે ગુમાવીને તે પ્રાપ્ત કરે છે . કાર્બનના કિસ્સામાં તેની બાહ્યતમ કક્ષામાં તે ચાર ઇલેક્ટ્રૉન ધરાવે છે અને નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવા માટે તેણે ચાર ઇલેક્ટ્રૉન મેળવવા અથવા ગુમાવવા જરૂરી છે . જો તેણે ઇલેક્ટ્રોન મેળવવા કે ગુમાવવા હોય તો ,
( i ) તે ચાર ઇલેક્ટ્રૉન મેળવીને C1- એનાયન ( ઋણાયન ) બનાવી શકે છે , પરંતુ છ પ્રોટોન ધરાવતા પરમાણુકેન્દ્ર માટે દસ ઇલેક્ટ્રૉન એટલે કે ચાર વધારાના ઇલેક્ટ્રોન સમાવવા મુશ્કેલ થઈ શકે છે .
( ii ) તે ચાર ઇલેક્ટ્રૉન ગુમાવીને C + કેટાયન ( ધનાયન ) બનાવી શકે છે . પરંતુ ચાર ઇલેક્ટ્રોન દૂર કરીને તેના પરમાણુ કેન્દ્રમાં છ પ્રોટોન વડે આકર્ષાયેલા માત્ર બે ઇલેક્ટ્રૉનને સમાવતો કાર્બન કેટાયન બનાવવા માટે મોટા પ્રમાણમાં ઊર્જાની જરૂર પડે છે .
કાર્બન બીજા કાર્બન પરમાણુઓ સાથે અથવા અન્ય તત્ત્વોના પરમાણુઓ સાથે સંયોજકતા ઇલેક્ટ્રૉનની ભાગીદારી કરીને આ સમસ્યાનો ઉકેલ લાવે છે . માત્ર કાર્બન જ નહિ અન્ય અનેક તત્ત્વો આ પ્રકારે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને અણુઓ બનાવે છે . ભાગીદારી પામતા ઇલેક્ટ્રોન બંને પરમાણુઓની બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રૉન હોય છે અને બંને પરમાણુઓને નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવા તરફ દોરી જાય છે . કાર્બનનાં સંયોજનો તરફ જતાં પહેલાં ચાલો , આપણે સંયોજકતા ઇલેક્ટ્રૉનની ભાગીદારીથી રચાતા કેટલાક સામાન્ય અણુઓ તરફ નજર કરીએ .
આ પ્રકારે રચાતો સૌથી સાદો અણુ હાઇડ્રોજન છે . હાઇડ્રોજનનો પરમાણ્વીય - ક્રમાંક 1 છે .
તેથી હાઇડ્રોજન તેની K કક્ષા ( કોશ ) માં એક ઇલેક્ટ્રૉન ધરાવે છે અને K કક્ષાને ભરવા માટે તેને વધુ એક ઇલેક્ટ્રૉનની આવશ્યકતા છે .
તેથી બે હાઇડ્રોજન પરમાણુઓ તેમના ઇલેક્ટ્રૉનની ભાગીદારી કરીને હાઇડ્રોજન અણુ H2 , બનાવે છે .
પરિણામે હાઇડ્રોજનનો પ્રત્યેક પરમાણુ તેની નજીકના નિષ્ક્રિય વાયુ હિલિયમ જેવી ઇલેક્ટ્રૉનીય રચના પ્રાપ્ત કરે છે , જે તેની K કક્ષામાં બે ઇલેક્ટ્રૉન ધરાવે છે .
આપણે તેનું નિરૂપણ ટપકાં અથવા ચોકડીઓ કરીને સંયોજકતા ઇલેક્ટ્રૉન દર્શાવી શકીએ છીએ છે ભાગીદારી પામેલ ઈલેક્ટ્રૉનની જોડ બે હાઇડ્રોજન પરમાણુઓ વચ્ચે એકલ બંધ રચે છે .
એકલ બંધને આકૃતિ માં દર્શાવ્યા પ્રમાણે બે પરમાણુઓ વચ્ચે રેખા ( line ) દ્વારા પણ રજૂ કરી શકાય છે .
ક્લોરિનનો પરમાણ્વીય - ક્રમાંક 17 છે . તેની ઇલેક્ટ્રૉનીય રચના અને તેની સંયોજકતા શું થશે ?
ક્લોરિન દ્વિપરમાણ્વીય અણુ (CI2) ની રચના કરે છે .
શું તમે આ અણુ માટે ઇલેક્ટ્રૉન બિંદુ - રચના દોરી શકો ?
ધ્યાન રાખો કે માત્ર સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રૉનનું જ નિરૂપણ કરવાની આવશ્યકતા હોય છે .
ઑક્સિજનના કિસ્સામાં આપણે બે ઑક્સિજન પરમાણુઓ વચ્ચે દ્વિબંધનું નિર્માણ થયેલું જોઈએ છીએ . આમ થવાનું કારણ ઑક્સિજનનો પરમાણુ તેની L કક્ષા ( ઑક્સિજનનો પરમાણ્વીય - ક્રમાંક આઠ છે ) માં છ ઇલેક્ટ્રૉન ધરાવે છે અને તેને અષ્ટક પૂર્ણ કરવા વધુ બે ઇલેક્ટ્રૉનની આવશ્યકતા છે . તેથી દરેક ઑક્સિજન પરમાણુ અન્ય ઑક્સિજન પરમાણુ સાથે બે ઇલેક્ટ્રૉનની ભાગીદારી કરી આકૃતિ માં દર્શાવ્યા પ્રમાણેની રચના આપે છે . દરેક ઑક્સિજન પરમાણુ દ્વારા દાન થયેલા બે ઇલેક્ટ્રૉન , ઇલેક્ટ્રૉનની ભાગીદારી પામેલી બે જોડ આપે છે . તેને બે પરમાણુઓ વચ્ચે દ્વિબંધની રચના થવી એમ કહેવાય છે.
શું તમે એક ઑક્સિજન પરમાણુ અને બે હાઇડ્રોજન પરમાણુ વચ્ચેના બંધથી બનતા પાણીના અણુનું નિરૂપણ કરી શકશો ?
શું અણુ એક્લબંધ કે દ્વિબંધ ધરાવતો હશે ? નાઇટ્રોજનના દ્વિપરમાણ્વીય અણુના કિસ્સામાં શું થશે ?
નાઇટ્રોજન 7 પરમાણ્વીય ક્રમાંક ધરાવે છે .
તેની ઇલેક્ટ્રૉનીય રચના અને સંયોગીકરણ ક્ષમતા કેવી હશે ?
અષ્ટક પ્રાપ્ત કરવા માટે નાઇટ્રોજનના અણુમાં રહેલ પ્રત્યેક નાઇટ્રોજન પરમાણુ ત્રણ ઇલેક્ટ્રૉનના ફાળા દ્વારા ઇલેક્ટ્રૉનની ભાગીદારી પામેલી ત્રણ જોડ આપે છે . તેને બે પરમાણુઓ વચ્ચે ત્રિબંધની રચના થવી એમ કહેવાય છે . એની ઇલેક્ટ્રૉન બિંદુ - રચના અને તેના ત્રિબંધનું નિરૂપણ આકૃતિ પ્રમાણે કરી શકાય છે .
એમોનિયાનો અણુ NH3 , સૂત્ર ધરાવે છે .
શું તમે આ અણુ માટે ઇલેક્ટ્રન બિંદુ રચના દોરી શકો કે જે તમામ ચારેય પરમાણુઓ કેવી રીતે નિષ્ક્રિય વાયુની રચના પ્રાપ્ત કરે છે તે દર્શાવી શકે ?
અણુ એકલ બંધ ધરાવશે , દ્વિબંધ ધરાવશે કે ત્રિબંધ ?
ચાલો હવે આપણે મિથેન તરફ એક નજર કરીએ કે જે કાર્બનનું સંયોજન છે .
મિથેનનો બળતણ તરીકે બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે , તેમજ તે બાયોગેસ અને કૉસ્પેન્ડ નેચરલ ગૅસ ( CNG ) નો મુખ્ય ઘટક છે . તે કાર્બન દ્વારા બનતા સૌથી સામાન્ય સંયોજનોમાંનું એક છે .
મિથેનનું સૂત્ર CH , છે .
તમે જાણો છો તેમ હાઇડ્રોજનની સંયોજક્તા 1 છે . કાર્બન ચતુઃસંયોજક છે કારણ કે તે ચાર સંયોજકતા ઇલેક્ટ્રૉન ધરાવે છે . નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવા માટે કાર્બન હાઇડ્રોજનના ચાર પરમાણુ સાથે આકૃતિ માં દર્શાવ્યા પ્રમાણે આ ઇલેક્ટ્રૉનની ભાગીદારી કરે છે .
Post a Comment
0 Comments