નોકરી અને અભ્યાસ ની અપડેટ મેળવવા અમારી વેબસાઈટ ની લિંક સેવ કરી રાખો.

ધાતુ અને અધાતુનાં ભૌતિક ગુણધર્મો

 ધાતુ અને અધાતુનાં ભૌતિક ગુણધર્મો

➢ધાતુનાં ભૌતિક ગુણધર્મો:

ધાતુઓ સામાન્ય રીતે ઘન સ્વરૂપમાં હોય છે.

ધાતુઓ તેની શુદ્ધ અવસ્થામાં ચળકાટ વાળી સપાટી ધરાવે છે. આ ગુણધર્મને ધાત્વિય ચમક કહે છે.

સામાન્ય રીતે ધાતુઓ સખત હોય છે. દરેક ધાતુની સખ્તાઈ અલગ-અલગ હોય છે.

ધાતુને ટીપીને પાતળું પતરૂ બનાવી શકાય છે. આ ગુણધર્મને ધાતુનું ટીપાઉપણું કહે છે.

ધાતુને ખેંચીને તાર બનાવી શકાય છે. આ ગુણધર્મને ધાતુનું તણાવપણું કહે છે.

ધાતુઓ વિદ્યુતનાં સુવાહક હોય છે.

ધાતુઓને સખત સપાટી સાથે અફળાવવાંથી રણકાટ ઉત્પન્ન થાય છે.

ધાતુઓનાં ઉદાહરણ:- સોડીયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, એલ્યુમિનિયમ.

➢અધાતુનાં ભૌતિક ગુણધર્મો: 

અધાતુઓ ઘન, પ્રવાહી અને વાયુ એમ ત્રણેય સ્વરૂપમાં મળી આવે છે.

અધાતુઓ ચળકાટ ધરાવતી નથી.

અધાતુઓ સામાન્ય રીતે નરમ હોય છે. (અપવાદ-હીરો)

અધાતુઓને ટીપાઉપણા  કે તણાવપણા નો ગુણધર્મ ધરાવતાં નથી. આવુ કરવાથી તે તુટી જાય છે.

અધાતુઓ વિદ્યુતનાં વાહક હોય છે.(અપવાદ- ગ્રેફાઇટ)

અધાતુઓને અફળાવવાથી રણકાટ ઉત્પન્ન થતો નથી.

અધાતુઓનાં ઉદાહરણ:- હાઈડ્રોજન, કાર્બન, કલોરીન

Post a Comment

0 Comments