MATHEMATICS
યુક્લિડની પૂર્વધારણાઓ | Euclid ni Purvadharana
યુક્લિડની પૂર્વધારણાઓ
પૂર્વધારણા 1 : એક બિંદુ માંથી બીજા બિંદુ સુધી થઈને પસાર થતી એક સીધી રેખા દોરી શકાય .
આ પૂર્વધારણા આપણને સૂચવે છે કે , બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી ઓછામાં ઓછી એક રેખા અવશ્ય દોરી શકાય છે . પરંતુ આ પરથી એ જાણવા મળતું નથી કે આવી એકથી વધુ સીધી રેખાઓ હોય કે નહિ , પરંતુ યુક્લિડે પોતાના તમામ કાર્યમાં કંઈ સૂચિત કર્યા વગર વારંવાર કલ્પના કરી છે કે બે ભિન્ન બિંદુઓમાંથી એક અનન્ય રેખા દોરી શકાય છે . આ પરિણામને એક પૂર્વધારણાના રૂપમાં નીચે આપેલ છે.
પૂર્વધારણા 1.1: આપેલાં બે ભિ બિંદુઓમાંથી પસાર થતી અનન્ય રેખા હોય છે .
બિંદુ P માંથી પસાર થતી કેટલી રેખાઓ હોઈ શકે જે બિંદુ Q માંથી પણ પસાર થાય ? ( જુઓ આકૃતિ ) તેવી માત્ર એક રેખા PQ છે . જે બિંદુ Q માંથી પસાર થતી હોય તેવી કેટલી રેખાઓ બિંદુ માંથી પણ પસાર થાય છે ? એવી માત્ર એક જ છે , એટલે કે રેખા PQ છે . આ માટે ઉપરનું વિધાન એક સ્વયંસિદ્ધ સત્ય છે અને તે માટે આપણે તેને એક પૂર્વધારણાના રૂપમાં માનીએ છીએ .
પૂર્વધારણા 2 : સાન્ત રેખાને અનંત સુધી આપણે નોંધીએ કે જેને આપણે આજ કાલ રેખાખંડ કહીએ છીએ તેને યુક્લિડે સાન્ત રેખા કહયું હતું .
આથી અત્યારના પરિએ ક્યમાં બીજી પૂર્વધારણા એવું કહે છે કે , એક રેખાખંડને બંને તરફ લંબાવતાં એક રેખા બનાવી શકાય છે . ( જુઓ આકૃતિ )
પૂર્વધારણા 3 : કોઈ પણ બિંદુને કેન્દ્ર લઈ તથા કોઈ પણ લંબાઈની ત્રિજ્યા લઈ વર્તુળ રચી શકાય .
પૂર્વધારણ્ણા 4 : બધા જ કાટખૂણા એકબીજા સાથે સરખા થાય .
પૂર્વધારણા 5 : જો બે રેખાઓને કોઈ ત્રીજી રેખા છે અને આ રેખાની એક જ બાજુ તરફના બે અંત:કોણો સરવાળો બે કાટખૂણા કરતાં ઓછો હોય , તો પ્રથમ બે રેખાઓને આ ખૂણાઓ તરફ અનંત સુધી લંબાવતા તે એકબીજીને છેદે છે .
ઉદાહરણ તરીકે આકૃતિ માં રેખા PQ , રેખાઓ AB અને CD પર એવી રીતે છેદે કે અંતઃકોણ 1 અને 2 નો સરવાળો 180 ° કરતા ઓછો છે . તે PQ ની ડાબી બાજુ . આવેલ છે , તેથી રેખાઓ AB અને CD અંતમાં PQ ની ડાબી તરફ છેદશે .
Post a Comment
0 Comments