SCIENCE
જૈવ વિવિધતા એટલે શું? અને તેનાં પ્રકાર જણાવો.
જૈવ- વિવિધતા
22 મી મે એટલે જૈવવિવિધતા દિવસ.
જૈવવિવિધતા એટલે શું?,
જૈવવિવિધતાનું મહત્વ, તથા જૈવવિવિધતાનું સંરક્ષણ કેવી રીતે કરવું તેની અહિ આપને માહીતી આપવાનો પ્રયત્ન કાર્યો છે.
આપણા જીવાવરણમાં માત્ર જાતીય સ્તરે જ નહિ પરંતુ જીવશાસ્ત્રીય સંગઠન ( આયોજન- organization ) ના દરેક સ્તરે કોષોની અંદર મોટા અણુઓ ( બૃહત્ અણુઓ ) થી લઈ જૈવવિસ્તારો સુધીની ખૂબ જ વિવિધતા ( વિષમ વૈવિધ્ય heterogeneity ) નું અસ્તિત્વ છે .
જૈવ - વિવિધતા શબ્દ સામાજિક જીવવૈજ્ઞાનિક ( socio - biologist ) ઍડવર્ડ વિલ્સન ( Edware Wilson ) દ્વારા જૈવિક સંગઠનના દરેક સ્તરે સંકળાયેલી વિવિધતાના વર્ણન માટે પ્રચલિત કરવામાં આવ્યો છે . તેમાંથી ખૂબ જ અગત્યના શબ્દો નીચે પ્રમાણે છે :
જૈવ વિવિધતાનાં પ્રકારો
જનીનિક વિવિધતા ( Genetic diversity ):-
એક જાતિ જનીનિક સ્તરે તેના વિતરણક્ષેત્રમાં ખૂબ જ વિવિધતા દર્શાવી શકે છે .
હિમાલયના વિવિધ વિસ્તારોમાં ઊગતી ઔષધીય વનસ્પતિ સર્પગંધા ( Rauwolfia vomitoria ) દ્વારા દર્શાવાતી જનીનિક વિવિધતા એ તેના દ્વારા ઉત્પાદિત સક્રિય રસાયણ ( રીસર્પિન- reserprine ) ની ક્ષમતા તથા સાંદ્રતાના અર્થમાં ( સંબંધમાં ) હોઈ શકે છે .
ભારત 50,000 થી પણ વધારે જનીનિક રીતે ભિન્ન ચોખા ( rice ) ની ધાન્યજાતિઓ તથા 1000 થી પણ વધારે કેરી ( mango ) ની જાતિઓ ધરાવે છે .
જાતિ - વિવિધતા ( Species diversity ) :-
આ વિવિધતા જાતિસ્તરે છે . ઉદાહરણ તરીકે , પશ્ચિમ ઘાટ ( Western Ghats ) ની ઉભયજીવી ( amphibian ) જાતિઓની વિવિધતા પૂર્વીય ઘાટ ( Eastern Ghats ) કરતાં વધારે છે .
પરિસ્થિતિકીય વિવિધતા ( Ecological diversity ) :-
આ વિવિધતા નિવસનતંત્ર સ્તરે છે . ઉદાહરણ તરીકે ભારત પાસે રણપ્રદેશો ( deserts ) , વર્ષાવનો ( rain forests ) , દરિયાકિનારાના ક્ષારયુક્ત વિસ્તારો,પરવાળા ટાપુઓ,ભેજયુક્ત ભુમિ વેલાનમુખી પ્રદેશો ( estuaries ) અને પહાડો પરની વનસ્પતિઓ કે પહાડો પરનાં ઘાસનાં મેદાનો ( alpine meadows ) જેવી પરિસ્થિતિકીય વિવિધતા - એ નોર્વે ( Norway ) જેવા ઍડિનેવિયન ( Scandinavian ) દેશ કરતાં વધારે છે .
પ્રકૃતિમાં આ સમૃદ્ધ વિવિધતાને એકત્ર થવા માટે ઉર્વિકાસનાં લાખો વર્ષો લાગે છે , પરંતુ જો જાતિ ગુમાવવાનો ( species losses ) આ વર્તમાન દર સતત ચાલુ રહેશે તો આપણે આ બધી જ સંપત્તિને બે સદી કરતાં પણ ઓછા સમયમાં ગુમાવી શકીએ છીએ .
જૈવ - વિવિધતા અને તેનું સંરક્ષણ ( conservation )
આજકાલ દરેકના હિતસંબંધી આંતરરાષ્ટ્રીય અતિઆવશ્યક પર્યાવરણીય મુદાઓ છે . કારણ કે આ ગ્રહ પર આપણી ચિરંજીવિતા અને સુખાકારી ( survival and well - being ) માટે સમગ્ર વિશ્વમાં વધુમાં વધુ લોકોને જૈવ - વિવિધતાની ચિંતાજનક મહત્ત્વતા ( critical importance ) નું ભાન થયું છે કે તેનો વાસ્તવિક ખ્યાલ આવ્યો છે .
જૈવવિવિધતા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?
22 મી મે એટલે જૈવવિવિધતા દિવસ ઉજવવામાં આવે છે
જૈવ વિવિધતાનાં પ્રકારો ક્યાં ક્યાં છે?
( i ) જનીનિક વિવિધતા ( ii ) જાતિ - વિવિધતા ( iii ) પરિસ્થિતિકીય વિવિધતા
Post a Comment
0 Comments