નોકરી અને અભ્યાસ ની અપડેટ મેળવવા અમારી વેબસાઈટ ની લિંક સેવ કરી રાખો.

ફૉસ્ફરસનાં અપરરૂપો | Phosphoros na Appar rupo

ફૉસ્ફરસનાં અપરરૂપો

➢ ફૉસ્ફરસ અનેક અપરરૂપોમાં મળી આવે છે , તે પૈકીના સફેદ , લાલ અને કાળા ફોસ્ફરસ અગત્યના છે . 

 સફેદ ફૉસ્ફરસ એક પારભાસક સફેદ મીણ જેવો ઘન પદાર્થ છે. 

➢ તે ઝેરી , પાણીમાં અદ્રાવ્ય પણ કાર્બન ડાયસલ્ફાઇડમાં દ્રાવ્ય હોય છે તથા અંધારામાં દીપ્ત ( glow ) થાય છે ( રાસાયણિક સંદીપ્તિ ) . 

➢ તે નિષ્ક્રિય વાતાવરણમાં ઉકળતા NaOH દ્રાવણમાં દ્રાવ્ય થઈને PH , બનાવે છે . 

P4 + 3NaOH + 3H20 → PH3 + 3NaH2PO(સોડિયમ હાઇપોફૉસ્ફાઇટ

➢ જ્યાં માત્ર 60 ° ખૂણાઓ છે તેવા , અણુમાં કોણીય તાણના કારણે સફેદ ફૉસ્ફરસ ઓછો સ્થાયી છે અને તેથી તે સામાન્ય પરિસ્થિતિઓમાં અન્ય ઘન અવસ્થાઓ કરતા વધુ પ્રતિક્રિયાત્મક છે . 

➢ તે હવામાં ઝડપથી આગ પકડીને P4O10 નો ઘટ્ટ સફેદ ધુમાડો ઉત્પન્ન કરે છે . 

P4 +502 → P4O10 

White Phosphoros image


➢ તે આકૃતિ માં દર્શાવ્યા મુજબ અનોખો સમચતુષ્કલકીય અણુ ધરાવે છે . 

➢ સફેદ ફૉસ્ફરસને કેટલાક દિવસો સુધી નિષ્ક્રિય વાતાવરણમાં 573 K તાપમાને ગરમ કરવાથી લાલ ફૉસ્ફરસ મળે છે . 

➢ જ્યારે લાલ ફૉસ્ફરસને ઊંચા દબાણે ગરમ કરવામાં આવે છે ત્યારે કાળા ફૉસ્ફરસની અવસ્થાઓની શ્રેણીઓ બને છે . 

➢ લાલ ફૉસ્ફરસ લોખંડ જેવો રાખોડી ચળકાટ ધરાવે છે . તે વાસવિહીન , બિનઝેરી તથા પાણી અને કાર્બન ડાયસલ્ફાઇડમાં અદ્રાવ્ય હોય છે . 

➢ લાલ ફૉસ્ફરસ રાસાયણિક રીતે સફેદ ફૉસ્ફરસ કરતાં ઘણો ઓછો પ્રતિક્રિયાત્મક હોય છે . 

➢ તે અંધારામાં દીપ્ત પામતો નથી . તે પોલિમેરિક છે.

Red Phosphoros image

➢ જેમાં આકૃતિ માં દર્શાવ્યા મુજબ સમચતુષ્કલકીય P , અણુઓ એકબીજા સાથે જોડાઈને શૃંખલા સ્વરૂપે હોય છે . 

➢ કાળો ફૉસ્ફરસ બે સ્વરૂપો - α- કાળો ફૉસ્ફરસ અને β- કાળો ફૉસ્ફરસ ધરાવે છે . 

➢ જ્યારે બંધ નળીમાં લાલ ફૉસ્ફરસને 803 K તાપમાને ગરમ કરવામાં આવે છે ત્યારે α- કાળો ફૉસ્ફરસ બને છે . 

➢ તેને હવામાં ઊર્ધ્વપાતિત કરી શકાય છે તથા તેના સ્ફટિકો અપારદર્શક મોનોકલિનિક ( એકનતાક્ષ ) અથવા રહોમ્બોહેડ્રલ ( ત્રિસમનતાક્ષ ) હોય છે . 

➢ તે હવામાં ઑક્સિડેશન પામતા નથી . 

➢ સફેદ ફૉસ્ફરસને 473 K તાપમાને અને ઊંચા દબાણે ગરમ કરીને β - કાળો ફૉસ્ફરસ બનાવવામાં આવે છે . 

➢ તે હવામાં 673 K તાપમાન સુધી બળતો નથી .

Post a Comment

0 Comments