World AIDS Day (1st December)
World AIDS Day
પાંચમી જૂન 1981 ના રોજ એઇડ્સ(AIDS)ના રોગનો પ્રથમ કેસની જાણ થઈ , વિશ્વને ત્યારે આ રોગની ગંભીરતા એટલી સમજાઈ ન હતી પરંતુ તેનો ઇતિહાસ જોતાં વીસમી સદીના પૂર્વાર્ધની શરૂઆતમાં આજે એઇડ્સ તરીકે ઓળખાતા રોગ જેવા અનેક કિસ્સાઓ જોવા મળ્યા . જેમ સમય જાય છે તેમ આ રોગ કૂદકે ને ભૂસકે વધતો જાય છે . અવિકસીત અને વિકાસશીલ દેશોમાં તેનો ફેલાવો વધુ ઝડપી છે . ભારતમાં પણ તે ભયમુક્ત રીતે ફેલાઈ રહ્યો છે . આ રોગથી સમાજની પ્રગતિ અને વિકાસ પરની વિપરીત અસરોને કારણે તે માનવજાત માટે એક પડકાર બની ચૂક્યો છે . આ રોગની અટકાયત માટે સરકાર , સામાજિક સંસ્થાઓ તથા વ્યક્તિગત રીતે બધાએ સહકારની ઝુંબેશમાં જોડાવાની જરૂર છે . સમગ્ર વિશ્વમાં 1 લી ડિસેમ્બર ' વિશ્વ એઇડ્સ દિન (1st December is World AIDS Day) તરીકે ઉજવાય છે .
• એઇડ્સનો અર્થ (The meaning of AIDS)
રક્ત પરીક્ષણમાં આ વાઇરસની હાજરીનો ખ્યાલ આવે વ્યક્તિને HIV પોઝિટિવ કહે છે . રોગ સામે રક્ષણ કરતાં શ્વેતકણ માનવશરીરને રોગપ્રતિકારક શક્તિ પૂરી પાડે છે . પરંતુ આ રોગના વિષાણુ લોહીમાં રહેલ શ્વેતકણ મારી નાખે છે . HIV શ્વેતકણમાં દાખલ જઈ રોગપ્રતિકારક શક્તિ કારક તંત્ર પર હુમલો કરે છે અને તેને નબળું બનાવી બીજા રોગોનાં જીવાણુને આમંત્રે છે . HIV નો ચેપ લાગ્યા બાદ લક્ષણો દેખાવાનો સમય ગાળો 6 માસથી 20 વર્ષ સુધીનો હોઈ શકે . આવી વ્યક્તિ દર્દી નહિ , પરંતુ એઇડ્સના વાહક તરીકે ઓળખાય છે .
વ્યાખ્યા:
• એચ.આઇ.વી.(HIV) એઇડ્સ(AIDS)નો ફેલાવો
એચ.આઈ.વી. એઇડ્સ શરીરમાં મુખ્યત્વે નીચેની રીતે પ્રવેશે છે :
( 1 ) ચેપી વ્યક્તિ સાથેના જાતીય સમાગમથી( 2 ) ચેપવાળી વ્યક્તિનું રક્ત સ્વસ્થ વ્યક્તિના રક્તમાં ભળતાં .
( 3 ) ચેપવાળી વ્યક્તિએ વાપરેલ જંતુરહિત કર્યા વિનાની સોયનો ઉપયોગ કરવાથી .
( 4 ) ચેપવાળી માતાના શરીરમાંથી ગર્ભસ્થ શિશુને .
( 5 ) ચેપવાળી વ્યક્તિ દ્વારા કેફી દ્રવ્યો લેવાં સોયના સામૂહિક ઉપયોગથી .
( 6 ) દાઢી કરતી વખતે કે શરીર પર ટેટુ બનાવતી વખતે બ્લેડ , સોયમાં એચઆઇવી વાઇરસ ભળેલાં હોય ત્યારે .
બીજા ચેપી રોગોમાં દવાઓ સૂક્ષ્મજંતુઓને મારી નાખે છે અને એ રીતે વ્યક્તિને રોગમુક્ત કરે છે . પરંતુ એચ.આઈ.વી.ના વિષાણુ વિરુદ્ધની દવાઓ આ વિષાણુઓની વૃદ્ધિને અટકાવે છે , પરંતુ તેનો સંપૂર્ણ નાશ થતો નથી .
એચ.આઇ.વી.નો ચેપી કે એઈસના દર્દીથી સમાજને સીધો કોઇ ખતરો ( જોખમ ) નથી , કારણ કે તેના શરીરમાં રહેલાં એચ.આઈ.વી. નીચેના સામાજિક વર્તન દ્વારા બીજી વ્યક્તિમાં ફેલાતો નથી .
• એચ.આઇ.વી.(HIV) એઇડ્સ(AIDS) આ રીતે ફેલાતો નથી
એચ.આઈ.વી. કે એઇડ્સગ્રસ્ત વ્યક્તિ સાથે
• એક ઘરમાં સાથે રહેવાથી
• ભેટવા , હાથ મિલાવવા કે સામાન્ય ચુંબનથી છે સાથે જમવાથી
• બ્રશ કે ઓળિયાનો ઉપયોગ કરવાથી ,
• જાહેર શૌચાલયના ઉપયોગથી
• સ્નાનાગારમાં સાથે સ્નાન કરવાથી . • વાતો કરવાથી
• બસ , ટ્રેન વગેરેમાં સાથે મુસાફરી કરવાથી .
• શાળામાં સાથે અભ્યાસ કરવાથી કે રમવાથી
• ઑફિસ કે કારખાનામાં સાથે કામ કરવાથી .
• જીવાણુરહિત સોય વડે રકતદાન કરવાથી વગેરે સામાજિક વર્તન મારફતે એચ.આઇ.વી. એઇડ્સ ફેલાતો નથી .
• એચ.આઇ.વી.(HIV) અને એઇડ્સ(AIDS) અટકાવવાના ઉપાયો
એચ.આઇ.વી. એઇડ્સનો નિર્મૂળ કરવાનો કોઇ ઇલાજ નથી કે તેના વિરુદ્ધ કોઇ રસી હજુ સુધી શોધાઈ નથી . તેથી બચવાનો એકમાત્ર ઉપાય તેને ફેલાતો અટકાવવામાં જ રહેલો છે . એચ.આઈ.વી. અને એઇડ્સ વિશેની જાણકારી તથા યોગ્ય સમયે દવાઓ આપવી તેનો બચાવ ગણાય છે .
• એચ.આઇ.વી.(HIV) અને એઇડ્સ(AIDS) અટકાવવાના ઉપાયો
( 1 ) જાતીય જીવન સંયમિત રાખવું .( 2 ) લગ્નપૂર્વેના કે લગ્નેતર જાતીય સંબંધો ન રાખવા .
( 3 ) જાતીય સમાગમ વખતે નિરોધનો ઉપયોગ કરવો .
( 4 ) ધંધાદારી રક્તદાતાઓ પાસેથી લોહી લેવું નહિ .
( 5 ) એચ.આઈ.વી. પરીક્ષણ દ્વારા એચ.આઈ.વી. મુક્ત જાહેર કરાયેલ વ્યક્તિ પાસેથી જ લોહી લેવું .
( 6 ) ડિસ્પોઝેબલ અથવા જીવાણુરહિત સોય / સીરિંજના ઉપયોગનો આગ્રહ રાખવો .
( 7 ) કોઈ પણ શસ્ત્રક્રિયા માટે જંતુરહિત ઓજારો વાપરવાં .
( 8 ) કેફી દ્રવ્યોનો ઉપયોગ કરનાર વ્યક્તિઓએ સાથે સોય | સિરિન્જનો સહિયારો ઉપયોગ ન કરવો .
( 9 ) એચ.આઇ.વી. ચેપ ધરાવતી સ્ત્રી સગર્ભા ન થાય તેની કાળજી લેવી .
( 10 ) રેઝર , બ્લેડ જેવી લોહીના સંપર્કમાં આવતી વસ્તુઓ અલાયદી વ્યક્તિગત વાપરવાનો આગ્રહ રાખવો .
ઉપર જણાવેલી એચ.આઈ.વી. અને એઇડ્સના અટકાવવાની બાબતોની ખામીથી આ સદીના મહારોગ તરીકે ઓળખાતા એચ.આઈ.વી. એઈસને આસાનીથી દૂર રાખી એક સ્વસ્થ અને આરોગ્યપ્રદ જીવન જીવી શકાય છે .
Post a Comment
0 Comments