નોકરી અને અભ્યાસ ની અપડેટ મેળવવા અમારી વેબસાઈટ ની લિંક સેવ કરી રાખો.

આર્કિમિડીઝનો સિદ્ધાંત ( Archimedes Principle )

આર્કિમિડીઝનો સિદ્ધાંત

પ્રવૃતિ

  1. એક પથ્થરનો ટુકડો લો અને તેને એક છેડેથી રબરની દોરી કે સ્પ્રિંગ બૅલેન્સ સાથે બાંધો . 
  2. આકૃતિ (a)  માં દર્શાવ્યા પ્રમાણે બૅલેન્સ કે દોરીને પકડીને પથ્થરને લટકાવો . 
  3. પથ્થરના વજનને કારણે રબરની દોરીની લંબાઈમાં થતો વધારો અથવા સ્પ્રિંગ બૅલેન્સનું વાંચન નોંધી લો . 
  4. હવે પથ્થરને એક વાસણમાં રાખેલા પાણીમાં આકૃતિ (b) માં દર્શાવ્યા પ્રમાણે ધીરે - ધીરે ડુબાડો .

Archimedes Principle image

  1. આકૃતિ ( a ) હવામાં લટકાવેલ પથ્થરના ટુકડાના વજનને કારણે રબરની દોરીની લંબાઈમાં વધારો થાય છે . ( b ) પથ્થરને પાણીમાં ડુબાડતાં દોરીની લંબાઈના વધારામાં ઘટાડો થાય છે . 
  2. દોરીની લંબાઈમાં અથવા સ્પ્રિંગ બૅલેન્સના વજનમાં શું ફેરફાર થાય છે તે નોંધો . 
  3. તમે જોશો કે પથ્થરને ધીમે - ધીમે પાણીમાં નીચેની તરફ લઈ જવામાં આવે તેમ - તેમ દોરીની લંબાઈમાં અથવા બૅલેન્સના અવલોકનમાં ઘટાડો થાય છે . 
  4. જ્યારે પથ્થર પાણીમાં સંપૂર્ણ ડૂબી જાય છે ત્યાર બાદ અવલોકનમાં કોઈ ફેરફાર થતો નથી . 
  5. દોરીની લંબાઈમાં કે બૅલેન્સના માપનમાં થતા ઘટાડા પરથી તમે શું નિષ્કર્ષ તારવો છો ? 
  6. આપણે જાણીએ છીએ કે રબરની દોરીની લંબાઈમાં કે સ્વિંગ બૅલેન્સના અવલોકનમાં વધારો પથ્થરના વજનના કારણે થાય છે . 
  7. પથ્થરને પાણીમાં ડુબાડતા આ વધારામાં ઘટાડો થાય છે . 
  8. એનો અર્થ એ થયો કે પથ્થર પર ઉપરની દિશામાં કોઈ બળ લાગે છે . 
  9. જેના પરિણામ સ્વરૂપે રબરની દોરી પર લાગતા પરિણામી બળમાં ઘટાડો થાય છે અને તેથી લંબાઈના વધારામાં ઘટાડો થાય છે . 
  10. જે ચર્ચા આપણે અગાઉ કરી ચૂક્યાં છીએ , તે મુજબ 

ઉપ્લાવક બળ

  1. પાણી દ્વારા ઉપર તરફ લાગતાં આ બળને ઉપ્લાવક બળ કહે છે . 
  2. કોઈ પદાર્થ પર લાગતાં ઉદ્ભાવક બળનું મૂલ્ય કેટલું હોય છે ? 
  3. તે આપેલ એક જ વસ્તુ માટે બધાં જ તરલોમાં સમાન હોય છે ? 
  4. શું આપેલ કોઈ એક તરલમાં બધી જ વસ્તુઓ સમાન ઉપ્લાવક બળ અનુભવે છે ? 
  5. આ પ્રશ્નોનો જવાબ આર્કિમિડીઝના સિદ્ધાંત પરથી મળે છે . 
  6. જેને નીચે પ્રમાણે રજૂ કરી શકાય છે : 
  7. જ્યારે કોઈ પદાર્થને તરલમાં આંશિક કે સંપૂર્ણપણે ડુબાડવામાં આવે ત્યારે તે ઉપરની તરફ જે બળનો અનુભવ કરે છે તે પદાર્થ દ્વારા ખસેડાયેલા તરલના વજન બરાબર હોય છે . 
  8. શું હવે તમે એ સ્પષ્ટ કરી શકશો કે પ્રવૃત્તિ  માં પથ્થરને પાણીમાં પૂરેપૂરો ડુબાડ્યા બાદ દોરીની લંબાઈમાં પછી કોઈ ઘટાડો કેમ થતો નથી ? આર્કિમિડીઝના સિદ્ધાંતના ઘણા ઉપયોગો છે . 

ઉપયોગ

  1. તેને જહાજ તેમજ સબમરીનની રચનામાં તેમજ ડિઝાઇનમાં ઉપયોગમાં લેવામાં આવે છે . લેકટૉમિટર જે દૂધના નમૂનાની શુદ્ધતા માપવામાં વપરાય છે તથા હાઇડ્રોમિટર જે દ્રવ્યની ઘનતા માપવા માટે વપરાય છે તે આ સિદ્ધાંત પર આધારિત છે .

Post a Comment

0 Comments