વાતાવરણીય વક્રીભવન | Atmospheric refraction
વાતાવરણીય વક્રીભવન | Atmospheric refraction
> પૃથ્વીના વાતાવરણમાંથી પસાર થતા પ્રકાશની વાંકા વળવાની ઘટનાને વાતાવરણીય વક્રીભવન કહે છે .
> પૃથ્વીની આસપાસ આવેલા હવાના સ્તરને વાતાવરણ કહે છે . વાતાવરણમાં હવા ની ઘનતા દરેક જગ્યાએ સમાન હોતી નથી .
> સામાન્ય રીતે પૃથ્વીની સપાટી પર હવાની ઘનતા સૌથી વધારે હોય છે અને ઉપર જતા ઘનતા ઘટતી જાય છે .
> હવા નો વક્રીભવનાક તેની ઘનતા પર આધાર રાખે છે . જેમ હવા ની ઘનતા ઓછી તેમ તેનો વક્રીભવનાંક ઓછો .
> સૂર્ય કે તારા માં થી આવતા પ્રકાશના કિરણો હવાના સતત વધતા વક્રીભવનાંકવાળા માધ્યમમાંથી પસાર થયા પછી પૃથ્વીના પર અવલોકનકાર સુધી પહોંચે છે .
> તેથી તેમનો ગતિપથ સતત બદલાય છે.અહીં વક્રીભવન કારક માધ્યમ હવાની ભૌતિક સ્થિતિ પણ સ્થિર ન હોવાથી વસ્તુનું દેખીતું સ્થાન ગરમ હવામાંથી જોવાને કારણે સતત બદલાયા કરે છે .
વાતાવરણીય વક્રીભવનને આધારિત કેટલીક ઘટનાઓ
( 1 ) તારાઓનું ટમટમવું .
( 2 ) સૂર્યોદય પહેલાં થવો .
( 3 ) સૂર્યાસ્ત મોડો થવો .
( 4 ) તારો ખરેખર જ્યાં હોય તેના કરતા ઉપર દેખાય છે .
( 5 ) સૂર્યોદય અને સૂર્યાસ્ત સમય સૂર્ય અંડાકાર દેખાય છે . પરંતુ બપોરે તે ગોળાકાર દેખાય છે .
અહી આપને એક પ્રકાશીય ઘટના વિશે માહીતી મેળવીએ.
તારાઓનું ટમટમવું
> તારાઓના પ્રકાશનું વાતાવરણીય વક્રીભવન થવાથી તારાઓ ટમટમતા લાગે છે .
> તારાઓનો પ્રકાશ પૃથ્વી પર પહોંચે તે પહેલા પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશતા સતત વક્રીભવન પામે છે .
> પૃથ્વીની સપાટીની નજીક તરફ જતા હોવાની પ્રકાશીય ઘનતા વધતી જાય છે .
> જેથી તારામાંથી આવતો પ્રકાશ પ્રકાશીય પાતળા માધ્યમમાંથી પ્રકાશીય ઘટ્ટ માધ્યમમાં પ્રવેશતી વખતે લંબ તરફ વાંકો વળે છે . જેના લીધે તારા નું આભાસી સ્થાન તેના મૂળ સ્થાને કરતાં થોડુંક ઉપર તરફ દેખાય છે .
> વળી પૃથ્વીના વાતાવરણની ભૌતિક સ્થિતિ સ્થિર હોતી નથી . આથી તારા નું સ્થાન સ્થિર હોતું નથી પરંતુ થોડું બદલાયા કરે છે .
> જેના લીધે આપણે આંખ માં પ્રવેશતા તારાના પ્રકાશની માત્રા પણ અનિયમિતપણે બદલાય છે જેથી તારો કોઈ વાર પ્રકાશિત દેખાય તો કોઈવાર ઝાંખો દેખાય જે ટમટમવાની અસર છે .
Post a Comment
0 Comments