નોકરી અને અભ્યાસ ની અપડેટ મેળવવા અમારી વેબસાઈટ ની લિંક સેવ કરી રાખો.

જોવિયન ગ્રહ | Jovian planets

  જોવિયન ગ્રહ | Jovian planets

ગુરુ 

Jupiter image


  1. તે સૂર્યમંડળનો પાંચમો ગ્રહ છે . 
  2. તે તેજસ્વી ગ્રહ છે . 
  3. તે સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ છે . 
  4. તે પૃથ્વી કરતાં લગભગ 1400 ગણો મોટો છે . 
  5. તેના પર ધૂંધળા કથ્થાઈ રંગના પટ્ટા જોવા મળે છે . આ પટ્ટાની રંગ - સાંદ્રતા ( colour concentration ) સતત બદલાયા કરે છે . 
  6. તેના ચળકાટને કારણે આ ગ્રહને નરી આંખે પણ જોઈ શકાય છે . 
  7. તેને પ્રમાણમાં પથરાળ ગર્ભ છે અને કોઈ વાસ્તવિક સપાટી નથી . 
  8. ગુરુને 60 કરતા વધારે ચંદ્રો છે . 


વધુ જાણકારી માટે 

તેના મોટા દળને કારણે ગુરુનું ગુરુત્વાકર્ષણબળ ઘણું વધારે છે , તેના મોટા ગુરુત્વાકર્ષણબળને કારણે નજીકથી પસાર થતા ધૂમકેતુઓની દિશા બદલાઈ જાય છે , ઘણી વખત તો તેમના ટુકડા પણ થઈ જાય છે . 

આ માટેનું કારણ સ્પષ્ટ જ છે , ધૂમકેતુનો જે ભાગ ગુરુની નજીક હોય છે તે તેનાથી કરતા પણ વધારે ગુરુત્વાકર્ષણબળ અનુભવે છે . ઈ . સ . 1994 માં Levy shoemaker નામનો ધૂમકેતુ બે કરતાં વધારે ટુકડાઓમાં તૂટી ગયો હતો . ઘણા ટુકડાઓ તો આ ગ્રહ ઉપર પણ પડ્યા હતા . 

રેડિયો ટેલિસ્કોપ દ્વારા લીધેલા અવલોકનો એવું સૂચવે છે કે ગુરુનો ગ્રહ તેને સૂર્ય દ્વારા મળતી ઊર્જા કરતા બેથી ત્રણ ગણી ઊર્જાનું વિખેરણ કરે છે . એક શક્ય કારણ એવું હોઈ શકે કે ગુરુના ગર્ભમાં મોટા પ્રમાણમાં તાપીય ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા થતી હશે .


શનિઃ 

  1. શનિ એ સૂર્યમંડળનો બીજા મોટા ક્રમનો ગ્રહ છે . 
  2. તેનું કદ પૃથ્વી કરતાં લગભગ 850 ગણું વધારે છે . 
  3. તેના ત્રણ પ્રકાશિત વલયો તેની શોભામાં વધારો કરે છે . 
  4. ઘણા વૈજ્ઞાનિકોનું માનવું છે કે શનિ એ સંપૂર્ણ હાઈડ્રોજનનો બનેલો છે . 
  5. તેનો ગર્ભ ભાગ ઘન હાઇડ્રોજનનો બનેલો છે જયારે તેનો ઉપરનો ભાગ પ્રવાહી હાઇડ્રોજનનો બનેલો છે . 
  6. અન્ય વૈજ્ઞાનિકો એવું માને છે કે તેનો ગર્ભ ભાગ પથ્થરો અને ધાતુઓનો બનેલો છે કે જે બરફના જાડા થર અને વાતાવરણથી ઘેરાયેલા છે . 
  7. તેની સપાટી પરનું તાપમાન ખૂબ જ ઓછું છે . 
  8. તેનો સૌથી મોટો ચંદ્ર ટાઈટન ( Titan ) છે . 


યુરેનસ

  1. ઈ . સ . 1781 માં વિલિયમ હર્ષલ ( William Harshall ) યુરેનસની શોધ કરી હતી . 
  2. તેનું કદ પૃથ્વીના કદ કરતાં 64 ગણું છે . 
  3. તેનો વ્યાસ પૃથ્વીના વ્યાસ કરતાં લગભગ 37 ગણો છે . 
  4. તેનો ગર્ભ ભાગ આયર્ન , મેગ્નેશિયમ અને સિલિકેટ પથ્થરોનો બનેલો છે . 
  5. તે હાઇડ્રોજન અને હિલિયમના સ્તરો કે જે બરફ સ્વરૂપે રહેલા મિથેન અને એમોનિયાના વાદળોથી ઘેરાયેલા છે . 
  6. આ ગ્રહ નજીક - નજીક રહેલા ભૂખરા રંગના વલયોથી ઘેરાયેલા છે . 

નેપ્યુન

  1. નેપ્યુન બ્લ્યુ રંગનો દેખાય છે . 
  2. તેને બે તેજસ્વી અને બે ઝાંખા વલયો હોય છે . આમ , તેને કુલ ચાર વલયો છે . 
  3. તેનો ગર્ભ ભાગ સિલિકેટના ખડકો અને બરફનો બનેલો છે . 
  4. તેના ઉપરના ભાગમાં મિથેનના બનેલા ખડકો , એમોનિયા અને બરફ સ્વરૂપમાં પાણી આવેલા છે . 
  5. તે ખૂબ જ ઠંડો ગ્રહ છે . 
  6. ટ્રીટોન ( Titon ) અને નેરીડ ( neric ) તેના જાણીતા ચંદ્રો છે . 


પ્લુટો

  1. ગ્રહોના નવા વર્ગીકરણ મુજબ બ્યુટોને નાનો ગ્રહ ગણવામાં આવે છે . 
  2. તે ઠંડો , અંધારિયો અને પીળાશપડતો ગ્રહ છે . 
  3. તેની સપાટીઘનતા પૃથ્વીને મળતી આવે છે તેથી તેને ટેરેસ્ટ્રીયલ ગ્રહ પણ ગણી શકાય . 
  4. તેની પરિભ્રમણકક્ષા અતિ લંબવૃત્તીય છે . 
  5. તેના ગર્ભ ભાગમાં સિલિકેટના બનેલા ખડકો આવેલા છે , જેની ફરતે ઘન અવસ્થામાં રહેલ પાણી , મિથેન અને કાર્બન મોનોકસાઈડ છે . 
  6. તેનું વાતાવરણ મુખ્યત્વે મિથેન વાયુનું બનેલું છે . પ્લુટો અને તેનો ચંદ્ર શેરોન ( sheron ) એ જોડકું ( binary system ) રચે છે કે જે તેમના સામાન્ય દ્રવ્યમાનકેન્દ્ર ( centre of mass ) ને ફરતે પરિભ્રમણ કરે છે . 

યુરેનસ , નેપ્યુન અને પ્લુટો નરી આંખે જોઈ શકાતા નથી . તેથી જ પ્રાચીનકાળમાં ફકત છ ગ્રહોનો જ ઉલ્લેખ છે . આ ત્રણ ગ્રહો ટેલિસ્કોપની મદદથી શોધી શકાયા છે .


Post a Comment

0 Comments