નોકરી અને અભ્યાસ ની અપડેટ મેળવવા અમારી વેબસાઈટ ની લિંક સેવ કરી રાખો.

મરીચિકા ( મૃગજળ ) ની રચના ( Mirage Formation )

 મરીચિકા ( મૃગજળ ) ની રચના 

( Mirage Formation ) 

➥ મૃગજળ એ સામાન્ય રીતે રણમાં દેખાતી પ્રકાશીય ભ્રમણા ( Optical illusion ) છે . તે ઉનાળામાં ડામરનાં રોડ પર પણ દેખાય છે . 

➥ ઉનાળામાં પૃથ્વીની સપાટી નજીકથી હવા , ઉપર રહેલ હવા કરતા વધુ ગરમ હોય છે . આથી પૃથ્વીની સપાટીની નજીકથી હવા , ઉપર તફની હવા કરતા પાતળી હોય છે . 

➥ આથી જેમ પૃથ્વીની સપાટીથી ઉપરની તક જોઈએ તેમ વક્રીભવનાંક વધે છે . 

Optical illusion image

➥ આકૃતિ માં દર્શાવ્યા મુજબ , વૃક્ષ જેવી ઊંચી વસ્તુના બિંદુમાંથી આવતાં કિરણો ક્રમશઃ બદલાતા વક્રીભવનાંવાળા માધ્યમમાંથી થઈ જમીન પર આવે છે . 

➥ આથી પ્રકાશનાં કિરણો ક્રમશઃ વધુ ને વધુ લંબથી દૂર જાય છે અને તેમનો વક્રીભવનકોણ સતત વધતો હોવાથી તેમનું પૂર્ણ આંતરિક પરાવર્તન થઈ અવલોકનકારની આંખમાં પ્રવેશે છે . 

➥ આમ પાણીમાંથી પરાવર્તન પામતું હોય તેમ વસ્તુનું આભાસી અને ઊલટું પ્રતિબિંબ દશ્યમાન થાય છે . 

➥ લૂમિંગ ( ક્ષિતિજથી ઉપર તરફ વાતાવરણમાં દેખાતું મૃગજળ ) એવી જાતનું મૃગજળ છે જેમાં દૂરની વસ્તુનું આભાસી અને ચતું પ્રતિબિંબ વાતાવરણમાં અધવચ્ચે લટકતું હોય તેવી રીતે દશ્યમાન થાય છે . 


Optical illusion image


➥ તે વાતાવરણ વડે ( નીચે તરફની દિશામાં ) થતાં પ્રકાશનાં પૂર્ણ આંતરિક પરાવર્તનને લીધે ઉદ્ભવે છે . 

➥ જયાં ઠંડી ( પ્રકાશીય ઘટ્ટ ) હવા ઉપર વાતાવરણની હૂંફાળી ( પ્રકાશીય પાતળી ) હવા રહેલી હોય તેવા વિસ્તાર ( ધ્રુવ પ્રદેશ ) માં ભૂમિંગ જોવા મળે છે . ( જુઓ આકૃતિ )

Post a Comment

0 Comments