SCIENCE
કુદરતી વાયુ( Natural Gas )
કુદરતી વાયુ( Natural Gas )
➫પૃથ્વીના પેટાળમાં સતત ચાલતી જટિલ રાસાયણિક પ્રક્રિયાઓથી પેટ્રોલિયમનો ઉદ્ભવ થયો છે .
➫ ખડકોમાં પેટ્રોલિયમ પર કુદરતી વાયુ જમા થયેલો હોય છે . ➫ પેટ્રોલિયમ સાથે મળી આવતા વાયુને કુદરતી વાયુ કહે છે .
તે પેટ્રોલિયમમાં તૈલી પ્રવાહી સાથે મિશ્રણરૂપે કે સ્વતંત્ર વાયુરૂપે મળી આવે છે .
➫ પૃથ્વીના પેટાળમાં ડ્રિલિંગ કરતા પ્રથમ કુદરતી વાયુ અને પછી પેટ્રોલિયમ બહાર આવે છે અને જે વાયુ મળે તે વાયુને કુદરતી વાયુ કહે છે .
➫ કુદરતી વાયુમાં મુખ્ય હાઈડ્રોકાર્બન મિથેન વાયુ હોય છે . આ ઉપરાંત ઈથેન , પ્રોપેન અને બ્યુટેન જેવા અન્ય હાઈડ્રોકાર્બન પણ હોય છે .
➫ ખનિજ તેલક્ષેત્રોમાંથી પાઈપલાઈન દ્વારા તે યોગ્ય સ્થળોએ સહેલાઈથી પહોંચાડી શકાય છે .
➫ આવી વ્યવસ્થાથી ગુજરાતના વડોદરા , અંકલેશ્વર , સુરત , ભરૂચ અને હવે અમદાવાદ જેવા શહેરોમાં ઘર - વપરાશના બળતણ તરીકે તે ઉપલબ્ધ છે .
➫ ત્રિપુરા , જેસલમેર , બૉમ્બે હાઈ , કૃષ્ણા અને ગોદાવરીનો તટપ્રદેશ વગેરે સ્થળોએ કુદરતી વાયુક્ષેત્રો મળી આવ્યા છે .
➫ કુદરતી વાયુમાંથી હાઇડ્રોજન વાયુનું ઉત્પાદન મોટા પાયા પર કરી તેમાંથી એમોનિયા અને યૂરિયા મેળવી શકાય છે .
➫ કુદરતી વાયુનો બળતણ તરીકે ઉપયોગ હવે ગેસ આધારિત થર્મલ પાવર મથકોમાં , ગુજરાતમાં ગેસ આધારિત અનેક ઉદ્યોગોનો વિકાસ થયો હોવાથી વેડફાઈ જતો કુદરતી વાયુ ખૂબ જ કિંમતી પુરવાર થયો છે .
➫ ગુજરાતમાં ધુવારણ થર્મલ પાવર સ્ટેશનમાં કુદરતી વાયુનો બળતણ તરીકે ઉપયોગ થાય છે .
LPG અને CNG જાણીતા કુદરતી વાયુ છે .
LPG અને CNG
☆ LPG ( Liquified Petroleum Gas ) એટલે કે પ્રવાહીકૃત પેટ્રોલિયમ વાયુઓમાં ખાસ કરીને બ્યુટેન અને તેમાં થોડા પ્રમાણમાં પ્રોપેન કે બ્યુટીન હોય છે .
➫ આ વાયુમિશ્રણને ભારે દબાણ હેઠળ પ્રવાહીકૃત કરીને સિલિન્ડરમાં દબાણ હેઠળ ભરવામાં આવે છે .
➫ સિલિન્ડરમાંથી થતા વાયુના લીકેજને જાણવા માટે તેમાં ખરાબ દુર્ગધ ધરાવતો ઇથાઇલ મરકેપ્ટન LPG વાયુ સાથે મિશ્ર કરવામાં આવે છે .
➫ LPG નો ઉપયોગ ખાસ કરીને ઘરગથ્થુ વપરાશમાં બળતણ તરીકે થાય છે .
☆CNG ( Compressed Natural Gas ) માં મદઅંશે મિથેન અને થોડા પ્રમાણમાં ઈથેન અને પ્રોપેન હોય છે .
➫ ઊંચા દબાણે તેનું કદ ઘટાડીને હાલ ટ્રક , બસ , મોટરકાર જેવા ઑટોમોબાઇલ એન્જિનમાં બળતણ તરીકે પેટ્રોલના સ્થાને વપરાય છે .
➫ CNG નું સંપૂર્ણ દહન થતું હોવાથી વધારાનો ઝેરી વાયુ પ્રદૂષણ ફેલાવતો નથી .
➫ પરંતુ ક્યારેક અપૂર્ણ દહન થવાથી વહનની યાંત્રિક મશીનરી વધુ ગરમ કરે છે , જે CNG નો ગેરલાભ છે .
Post a Comment
0 Comments