મનુષ્યમાં ખોરાકનું પાચન | Pachantantra
મનુષ્યમાં ખોરાકનું પાચન
> આપણે વિવિધ પ્રકારનો ખોરાક ખાઈએ છીએ . આ ખોરાક પાચન માર્ગમાં પસાર થાય ત્યારે તેનું નાના કણો માં રૂપાંતર થવાની ક્રિયા થાય છે .
મુખમાં પાચન-
> મુખમાં દાંત વડે ખોરાક નાના ટુકડાઓમાં રૂપાંતર થાય છે .
> લાળગ્રંથિ માંથી આવતા લાળરસ વડે ખોરાક પોચો અને ભીનો બને છે . લાળરસમાં રહેલો એમાયલેઝ ( ટાયલિન ) ઉભેચક ખોરાકના જટિલ અણુ સ્ટાર્ચનું શર્કરામાં વિઘટન કરે છે.
> સ્ટાર્ચ લાળરસીય એમાયલેઝ માલટોઝ ( શર્કરા )
> ખોરાક ચાવવાની ક્રિયા દરમિયાન જીભ ખોરાકને લાળ સાથે ભેળવે છે .
તરંગવત સંકોચન ( પરિસંકોચન ) :
> પાચનમાર્ગના અસ્તર માં રહેલા સ્નાયુઓ ના લયબદ્ધ સંકોચનથી ખોરાક નીચેની દિશામાં આગળ વધે છે . આ હલન - ચલનથી ખોરાક પાચન નળી માં પસાર થાય ત્યારે તેના પર યોગ્ય ક્રિયા થઈ શકે છે
> મુખથી જઠર સુધી ખોરાક અન્ન નળી મારફતે જાય છે .
જઠરમાં પાચન : -
> જઠરની દિવાલ માં જઠર ગ્રંથિઓ આવેલી છે . તે હાઇડ્રોક્લોરિક એસિડ ( RCI ) , પેપ્સીન અને શ્લેષ્મ નો સ્ત્રાવ કરે છે આ મિશ્રણને જઠરરસ કહે છે .
> જઠરની સ્નાયુમય દિવાલ ખોરાકને જઠર સાથે મિશ્ર કરે છે .
> હાઇડ્રોક્લોરિક એસિડ એસિડિક માધ્યમ તૈયાર કરી પેસિન ઉત્સચકની પ્રક્રિયામાં મદદ કરે છે .
> શ્લેષ્મ જઠરના આંતરિક અસ્તરને એસિડ અને પેપ્લિનની અસર સામે રક્ષણ આપે છે .
> જઠરમાંથી ખોરાકનો આતરડાંમાં પ્રવેશ મુદ્રિકા સ્નાયુપેશી દ્વારા નિયંત્રિત થાય છે .
નાના આંતરડામાં પાચન :-
> નાનું આંતરડું પાચનમાર્ગ નું સૌથી લાંબામાં લાંબુ અને ગૂંચળામય અંગ છે તે કાર્બોદિત , પ્રોટીન , અને ચરબીના પૂર્ણ પાચન કરે છે .
> જઠરમાંથી એસિડિક ખોરાક નાના આંતરડામાં પ્રવેશે છે . નાનું આંતરડું યકૃતમાંથી પિત્તરસ અને સ્વાદુપિંડમાંથી સ્વાદુરસ મેળવે છે .
પિતરસ નું કાર્ય :-
પિત્તરસ જઠરમાંથી આવતા એસિડિક ખોરાકને આલ્કલી બનાવે છે તેથી સ્વાદુરસના ઉસેચકો કાર્ય કરી શકે .
> પિત્તક્ષારો ચરબીના મોટા ગોળ કોને ચરબીમાં ઘટકોમાં કરે છે જેને તૈલોદીકરણ કહે છે .
> સ્વાદુરસનું કાર્ય સ્વાદુપિંડ સ્વાદુરસ નો સ્ત્રાવ કરે છે સ્વાદુરસમાં પ્રોટીનના પાચન માટે ટ્રિપ્સિન કાર્બોદિત ના પાચન માટે એમાયલેઝ અને ચરબીના પાચન માટે લાયપેઝ ઉસેચકો હોય છે .
> આંત્રરસ નું કાર્ય નાના આંતરડા ની દીવાલ માં આવેલી ગ્રંથિઓ આંત્રરસ નો સ્ત્રાવ કરે છે . આંતરડામાં આવેલા ઉસેચકો પ્રોટીનનું એમીનો એસીડમાં , કાર્બોદિતનું ગ્લોઝમાં , અને ચરબીનું ફેટી એસીડ અને ગ્લીસરોલ માં રૂપાંતર કરે છે .
Post a Comment
0 Comments