પલ્સાર | Pulsar
પલ્સાર
ખૂબ મોટું દળ ધરાવતો તારો સુપરનોવા દાબીય સ્થિતિને ( compression state ) અંતે ન્યૂટ્રોન સ્ટારમાં પરિણમે છે . અલબત્ત , આ નવો બનેલો ન્યૂટ્રોન સ્ટાર પોતાની મૂળ કોણીયગતિ જાળવી રાખે છે . પરંતુ હવે તેના ઘટેલા કદને કારણે તે ખૂબ જ ઝડપથી પરિક્રમણ કરે છે . આ આંતરિક સ્વયપતન ( infalling ) અને ખૂબ જ ઝડપી કોણીય ગતિને કારણે ઊંચી ઊર્જા ધરાવતા વિકિરણનું તેમની ચુંબકીય અક્ષની દિશામાં ઉત્સર્જન કરે છે . અલબત્ત , તેમની ચુંબકીય અક્ષ અને તેમના પરિક્રમણની અક્ષ સરખા નમને હોતી નથી . અક્ષોના નમનોના આ તફાવતને કારણે ન્યૂટ્રોન સ્ટારના એક પરિક્રમણ દરમિયાન બે વખત વિદ્યુત ચુંબકીય વિકિરણનું ઉત્સર્જન થતું હોય તેવું લાગે છે .
આમ , જાણે કે તારો પલ્સમાં ( અસતત રીતે ) વિકિરણનું ઉત્સર્જન કરતો હોય તેમ લાગે છે . તેથી તેનું નામ pulsar આપ્યું છે . હકીકતમાં તે અંગ્રેજી શબ્દ pulsating star થી બનેલો ટૂંકો શબ્દ છે . આ રીતે અસતત ઊર્જાનું વિકિરણ લગભગ 10-100 લાખો વર્ષને અંતે કે જ્યારે પલ્સાર પરિક્રમણ કરવાનો બંધ થઈ જાય છે ત્યારે અટકી જાય છે . આજની તારીખમાં , પલ્સારનો સૌથી ધીમો આવર્તકાળ 8 સેકન્ડ છે .
Post a Comment
0 Comments