નોકરી અને અભ્યાસ ની અપડેટ મેળવવા અમારી વેબસાઈટ ની લિંક સેવ કરી રાખો.

પેટ્રોલિયમનું શુદ્ધીકરણ ( Refining of Petroleum )

પેટ્રોલિયમનું શુદ્ધીકરણ

( Refining of Petroleum )

        કૂવામાંથી મળતા અશુદ્ધ પેટ્રોલિયમને શુદ્ધ કરવા માટે પાઇપ કે ટેન્કર મારફતે રિફાઇનરીમાં પહોંચાડવામાં આવે છે . પેટ્રોલિયમમાંનો કુદરતી વાયુ શરૂઆતમાં જ તેમાંથી અલગ કરી લેવામાં આવે છે . રિફાઇનરીમાં તેલને અનેક મોટી કંકીઓમાં ઠારીને તેમાંથી કચરો અને પાણી છૂટા પાડવામાં આવે છે . ત્યારબાદ તે તેલનું વિભાગીય નિયંદન કરવામાં આવે છે . 

Refining of Petroleum image

પેટ્રોલિયમનું વિભાગીય નિસ્પંદન

         આ નિસ્પંદનનો હેતુ દરેક હાઇડ્રોકાર્બનને વ્યક્તિગત રીતે અલગ કરવાનો નથી , પરંતુ ઉઘોગોમાં ઉપયોગી એવા વિશિષ્ટ ગુણધર્મો ધરાવતા વિભાગો અલગ કરવાનો છે . આ દરેક વિભાગ તાપમાનના ચોક્કસ ગાળામાં નિયંદિત થતો હોય છે અને તે કેટલાક સંયોજનોનું મિશ્રણ હોય છે . 

       આકૃતિ માં દર્શાવ્યા અનુસાર પેટ્રોલિયમને ભઠ્ઠીમાં ગરમ કરીને લગભગ બાષ્યરૂપે વિભાગીય સ્તંભમાં નીચેથી દાખલ કરવામાં આવે છે . આ રસ્તંભ 2 થી 4 મીટર વાસનો અને 30 થી 60 મીટર ઊંચાઈનો હોય છે . તેમાં કાણાંવાળી છાજલીઓ જડેલી હોય છે અને દરેક છાજલીના કાણાં પર ટોપી જેવું ઢાંક્ય હોય છે . આ વિશિષ્ટ રચનાને બબલ કૅપ કહે છે ( આકૃતિ ) નિયંદિત ન થાય તેવા પદાર્થો સ્તંભના નીચેના ભાગમાં જમા થાય છે . પેટ્રોલિયમની બાષ્પ સ્તંભમાં ઉપર જતા ઠંડી પડી પ્રવાહીરૂપે નીચે આવે છે અને નીચેથી બાષ્પ ઉપર ચઢે છે . આમ , બાષ્પ અને પ્રવાહી વચ્ચે અત્યંત ગાઢ સંપર્ક રહે છે . બાપ છાજલીઓ ઉપર એકઠા થયેલા પ્રવાહીમાં થઈને જ ઉપર જઈ શકે છે . આથી ઊંચા ઉત્કલનબિંદુવાળા પદાર્થો પ્રવાહીરૂપે નીચે આવે છે અને નીચાં ઉત્કલનબિંદુવાળા પદાર્થો બાપરૂપે ઉપર જાય છે . 

        આ રીતે દરેક છાજલી આગળ નિયંદન થતું રહે છે . આથી નજીકનાં ઉત્કલનબિંદુવાળા પદાર્થો અલગ કરી શકાય છે . આમ , નીચા ઉત્કલનબિંદુવાળા વિભાગો ઉપરના ભાગની છાજલીઓમાં અને ઊંચા ઉત્કલનબિંદુવાળા વિભાગો નીચેના ભાગની છાજલીઓમાં એકઠા થાય છે . છાજલીઓની સંખ્યા તેમજ અંતર એવી રીતે ગોઠવેલા હોય છે કે અમુક ઊંચાઈએ આવેલી છાજલીમાં અમુક વિભાગ એકઠો થાય . આ વર્ણન માત્ર સૈદ્ધાંતિક સમજ સરળતાથી આપે છે . વાસ્તવમાં તો આવા ઘણા વિભાગીય સ્તંભો વપરાય છે અને શુદ્ધીકરણનો આખો પ્રક્રમ ખૂબ જ અટપટો હોય છે . 

વિભાગીય નિયંદનથી મળતા વિવિધ પદાર્થો, વિવિધ વિભાગોના ગુણધર્મો અને ઉપયોગો નીચે દર્શાવ્યા છે . 

( 1 ) પેટ્રોલિયમ વાયુઓ: આ વિભાગમાં C , થી ૮ સુધીના હાઈડ્રોકાર્બન હોય છે . પેટ્રોરસાયણો માટે આ વાયુઓ ઉપયોગી છે . ઘરવપરાશ માટે વપરાતા વાયુઓમાં ખરાબ વાસવાળો સલ્ફાઇડ ઉમેરવામાં આવે છે તેથી તે આકસ્મિક બહાર આવતો હોય તો તીવ્ર ગંધ વડે ચેતવણી મળે છે . દા.ત. , LPG , CNG 

( 2 ) ગેસોલિન : આ વિભાગમાં C થી ૮ , સુધીના હાઇડ્રોકાર્બન હોય છે . આ વિભાગનો ઉત્કલનગાળો 343 થી 473 K હોય છે . તે વિમાન તથા મોટરના બળતણ તરીકે વપરાય છે . આ વિભાગમાંથી C થી ૮ , સુધીના હાઇડ્રોકાર્બન અલગ પાડીને દ્રાવક તરીકે વાપરવામાં આવે છે . 

( 3 ) કેરોસીન : આ વિભાગમાં C , થી ૮ , સુધીના હાઈડ્રોકાર્બન હોય છે . તેનો ઉત્કલનગાળો 473 થી 548 K હોય છે . તે કેરોસીનના દીવામાં , સ્ટવમાં , જેટ વિમાનમાં તથા રોકેટમાં બળતણ તરીકે વપરાય છે . 

( 4 ) ગૅસ ઓઇલ અથવા ડીઝલ તેલ : આ વિભાગમાં C , થી ૮ સુધીના હાઈડ્રોકાર્બન હોય છે . તે 523 K થી ઊંચા તાપમાને મળે છે . તે ડીઝલ એન્જિનમાં બળતણ તરીકે વપરાય છે . તેથી આ વિભાગમાંથી મળે છે . 

( 5 ) ઊંજણ તેલ : આ વિભાગમાં C થી સુધીના હાઇડ્રોકાર્બન હોય છે . તે ઊંજણ અને વિભંજન માટે વપરાય છે . આ વિભાગને ઠારીને તેમાંનું મીણ કાઢી લેવામાં આવે છે . 

( 6 ) આસ્ફાલ્ટ ( ડામર ) : આ વિભાગમાં C , થી ૮ સુધીનાં હાઈડ્રોકાર્બન હોય છે . તે રસ્તા બનાવવા માટે ઉપયોગી છે . 

( 7 ) કૉક : પેટ્રોલિયમને ગરમ કરવાથી તે ભઠ્ઠીની અંદરની બાજુ પર જામે છે . વિદ્યુતકોષ માટેનો કાર્બન આમાંથી મેળવાય છે . આ કાર્બન પેટ્રોલિયમ કૉક તરીકે ઓળખાય છે . આ કાર્બન શુદ્ધ હોવાથી બૅટરીના વિદ્યુતધ્રુવો બનાવવા અને કાર્બન ટાઇલ્સ બનાવવા માટે ઉપયોગી છે . આ પ્રકારના ટાઇલ્સ ક્ષારણોનો પ્રતિકાર કરે છે , તેથી રાસાયણિક ઉદ્યોગોના સાધનોના રક્ષણ માટે પણ તે વપરાય છે .

Post a Comment

0 Comments