SCIENCE
ટેરેસ્ટ્રીયલ ( પાર્થિવ ) ગ્રહો | Terrestrial planets
ટેરેસ્ટ્રીયલ ( પાર્થિવ ) ગ્રહો | Terrestrial planets
બુધઃ
- તે સૂર્યમંડળનો સૌથી નાનો ગ્રહ છે .
- તેનું દળ પૃથ્વીના દળ કરતાં લગભગ 1 / 18 માં ભાગનું છે .
- તેના કેન્દ્રમાં નિકલ ( Ni ) અને આયર્ન ( Fe ) જેવી ધાતુઓ રહેલી છે .
- તેની બાહ્ય સપાટી પથરાળ છે .
- તેની ગુરુત્વીય તાકાત એ પૃથ્વી કરતા ત્રીજા ભાગની છે .
- આવા નબળા ગુરુત્વાકર્ષણ અને સૂર્યથી સૌથી નજીક હોવાને કારણે તેના પર બાળ સ્વરૂપમાં રહેલ પોટેશિયમ ( potassium K) – અને સોડિયમ ( sodium- Na ) નું ખૂબ પાતળું વાતાવરણ છે .
- પરિણામ સ્વરૂપ , દિવસ અને રાત્રિ વચ્ચે તાપમાનનો બહુ જ મોટો તફાવત જોવા મળે છે .
- સૂર્ય તરફની સપાટીનું તાપમાન 4270c જેટલું જયારે રાત્રિ તાપમાન -173c જેટલું જોવા મળે છે .
- આવા ઊંચા તાપમાનના તફાવતને કારણે બુધ પર જીવન શક્ય નથી .
- તેની સપાટી પર ઘણા ખાડાઓ ( craters ) જોવા મળે છે . તેમાંના કેટલાક તો જવાળામુખી છે .
- મોટાભાગના ખાડાઓ ઉલ્કાપાતને કારણે ઉદ્ભવ્યા છે . બુધને કોઈ ચંદ્ર નથી .
શુક્ર
- તે સૂર્યમંડળનો બીજો ગ્રહ છે અને તે પૃથ્વીનો પડોશી છે .
- તે સૌથી વધારે તેજસ્વી ગ્રહ છે .
- તેનું બાહ્ય વાતાવરણ કાર્બન ડાયોકસાઇડ (CO2 ) ના સફેદ વાદળનું બનેલું છે .
- તે એક જ એવો ગ્રહ છે કે જે પૂર્વથી પશ્ચિમ દિશામાં પરિક્રમણ કરે છે , અને જે બીજા ગ્રહો કરતાં ઊલટી દિશામાં છે .
- આ કારણથી શુક પર સૂર્ય પશ્ચિમમાં ઊગે છે અને પૂર્વમાં આથમે છે . તેની કક્ષા વધુ ગોળાકાર છે .
- તેની સપાટી પર મોટા પહાડો , ખીણો અને જ્વાળામુખીઓ આવેલા છે . તેને પણ કોઈ ચંદ્ર નથી ,
પૃથ્વી :
- સૌરમંડળનો ત્રીજો ગ્રહ પૃથ્વી છે .
- સૌરમંડળનો આ એક જ ગ્રહ છે , જે સજીવસૃષ્ટિ ધરાવે છે .
- તેનું વાતાવરણ પાતળું છે . આ સ્તર ( વાતાવરણ ) ની જાડાઈ લગભગ 800 થી 1000 km જેટલી છે .
- વાતાવરણને લીધે જ ઉલ્કાપાત વખતે , ઘર્ષણના કારણે ઉલ્કાઓ સળગીને વાયુરૂપ પદાર્થમાં ફેરવાઈ જાય છે . આમ , વાતાવરણ આપણને ઉલ્કાઓ સામે રક્ષણ આપે છે .
- વધારામાં તે પાતળા ઓઝોન વાયુનું સ્તર ધરાવે છે . આ ઓઝોન વાયુનું સ્તર સૂર્યમાંથી આવતા પારજાંબલી ( ultraviolet ) વિકિરણોનું શોષણ કરીને સજીવો પર તેની નુકસાનકારક અસર ઘટાડે છે .
- વાતાવરણ ગ્રીન હાઉસ અસર થકી જીવન માટે જરૂરી તાપમાન જાળવી રાખવામાં મદદરૂપ છે . આવા સાનુકૂળ સંજોગોને કારણે પૃથ્વી પર જીવનનો આરંભ થયો હતો .
- પૃથ્વીનું બહારનું સ્તર કાદવ અને પથ્થરો સિલિકેટ ) નું બનેલું છે . અહીં , સિલિકોન ડાયોકસાઈડ ( SiO ) નું પ્રમાણ ખૂબ વધારે છે .
- તેનો ગર્ભ પીગળેલા આયર્ન મેગ્નેશિયમ અને સિલિકેટ જેવા દ્રવ્યોનું અર્ધપ્રવાહી સ્વરૂપ છે ( આકૃતિ જુઓ ) .
- તેને એક કુદરતી ઉપગ્રહ , ચંદ્ર છે .
મંગળઃ
- મંગળ પણ સૂર્યથી દૂર તરફનો આપણી પડોશી ગ્રહ છે .
- તે લાલાશપડતો છે . તેની સપાટી પર મોટી ખીણો , પહાડો અને શુષ્ક નદીઓ આવેલી છે .
- તેને અવગણી શકાય તેટલું વાતાવરણ છે ( પૃથ્વીના વાતાવરણ કરતા લગભગ 1 % જેટલું ) . તે મુખ્યત્વે કાર્બન ડાયોકસાઇડનું બનેલું છે .
- તેમાં નાઇટ્રોજન ( Ni ) અને આર્ગોન ( Ar ) પણ થોડા પ્રમાણમાં હોય છે . એવું માનવામાં આવે છે કે તેનો ધ્રુવપ્રદેશ સૂકા બરફ ( ઘન CO2 ) નો બનેલો છે .
- પાથ ફાઇન્ડર મિશન ( Path Finder Mission ) –1997 , દ્વારા મળેલ માહિતી પ્રમાણે મંગળ પર ભૂતકાળમાં નદીઓ વહેતી હશે .
- હાલના તબક્કે મંગળ પર જીવનની શક્યતા નહિવત્ છે . તેને ફોબોસ ( Phobos ) અને ડેમોસ ( Demos ) નામના બે ચંદ્રો છે .
વધુ જાણકારી માટે
ઓગસ્ટ 2005 માં મંગળના અભ્યાસ માટે USA ની NASA સંસ્થા દ્વારા Mars Reconnaissance Orbiter ( MRO ) નામનું અવકાશયાન ( space vehicle ) મોકલવામાં આવ્યું હતું .
આ માનવરહિત અવકાશયાને મંગળ પર સાત માસની મુસાફરી બાદ 10 માર્ચ , 2006 ના રોજ ઉતરાણ કર્યું . તેણે મંગળના વાતાવરણ અંગેની માહિતી અને ફોટાઓ મોકલ્યા હતા .
NASA આવતા 10 વર્ષમાં મંગળ પર માનવ મોકલવાનું વિચારે છે . NASA ના વૈજ્ઞાનિકો દૃઢપણે માને છે કે નજીકના વર્ષોમાં માનવને મંગળ પર મોકલી શકાશે .
Post a Comment
0 Comments