કૃત્રિમ ઉપગ્રહોના ઉપયોગ | Uses of Artificial Satellites
કૃત્રિમ ઉપગ્રહોના ઉપયોગ
( Uses of Artificial Satellites )
➥ તમે ટેલિવિઝનના માધ્યમ દ્વારા દરરોજ દુનિયાના કોઈ ખૂણે બનતી ઘટનાઓ , રમાતી રમતો તથા હવામાન સમાચાર નિહાળો છો .
➥ તમે શિક્ષણક્ષેત્રે ઉપયોગી એવા દેશવ્યાપી વર્ગખંડો ( country - wide classrooms ) તથા ટેલિકૉન્ફરન્સિંગ વડે યોજાતી મિટિંગ વિશે પણ સાંભળ્યું હશે . આ બધું કૃત્રિમ ઉપગ્રહો વડે જ શક્ય બન્યું છે .
➥ આ ઉપગ્રહો અવકાશ - સંશોધન ક્ષેત્રે , સંદેશાવ્યવહાર ક્ષેત્રે , હવામાન ક્ષેત્રે , રિમોટ સેન્સિંગ ક્ષેત્રે , સંચાલન ક્ષેત્રે , સંરક્ષણ ક્ષેત્રે ઉપયોગી સેવાઓ આપે છે .
➥ આમ , તેનો આડકતરો લાભ સમગ્ર માનવજાતને થઈ રહ્યો છે . જે અંગે વિગતવાર માહિતી નીચે મુજબ છે :
સંદેશાવ્યવહાર ક્ષેત્રે :
➥ દૂર સંદેશાવ્યવહાર સેવાઓ , ટેલિવિઝન પ્રસારણ સેવાઓ , ટેલિફોન તથા રેડિયો નેટવર્ક સેવાઓ , કમ્યુટર નેટવર્ક સેવાઓ કૃત્રિમ ઉપગ્રહને આભારી છે .
➥ વળી , ભારતનાં ગામડાંઓ અને દૂરના વિસ્તારોમાં શિક્ષણનો વ્યાપ વધારવા માટે દેશવ્યાપી વર્ગખંડો , વીડિયો કૉન્ફરન્સિંગ જેવી સેવાઓ આ પ્રકારના ઉપગ્રહોને લીધે શક્ય બની છે .
➥ આ સેવાઓ માટે ભારતે ઇન્સેટ ( INSAT ) શ્રેણીના ઉપગ્રહોને અવકાશમાં પ્રક્ષેપિત કર્યા છે . આપણે અત્યાર સુધીમાં આ હેતુ માટે ઇન્સેટ 1 , 2 , 3 શ્રેણીના ઉપગ્રહો પ્રક્ષેપિત કર્યા છે .
માત્ર જાણકારી
બ્રિટનના વિજ્ઞાની આર્થર કલાર્કે 1945 માં ભૂ - સ્થિર કક્ષામાં મૂકેલા કૃત્રિમ ઉપગ્રહને માઇક્રોવેવ રીતેના સ્થાને ઉપયોગમાં લઈ સંદેશાવ્યવહાર કરી શકાય એવું સૂચન સૌપ્રથમ કર્યું હતું .
આબોહવા ક્ષેત્રે :
➥ ઇન્સેટ શ્રેણીના ઉપગ્રહો વડે હવામાન સંબંધિત માહિતી પણ મેળવી શકાય છે .
➥ તેના વડે વાદળોની છબી , સમુદ્રની સપાટીનું તાપમાન , વાતાવરણના જુદા જુદા સ્તરનું તાપમાન , વાતાવરણમાં ભેજનું પ્રમાણ જાણી શકાય છે . તે પરથી હવામાન કે આબોહવાના પૂર્વાનુમાન તથા ચોમાસાના સંભવિત આગમનની જાણકારી મળે છે .
➥ ઉષ્ણ કટિબંધ પરના સમુદ્રી પ્રદેશો પર ઉદ્ભવતા મહાવિનાશકારી વાવાઝોડા , સમુદ્રી તોફાનો વિશે પણ જાણકારી મળે છે .
રિમોટ સેન્સિંગ ક્ષેત્રે :
➥ “ કોઈ પણ પદાર્થ કે ઘટના સાથે સીધા સંપર્કમાં આવ્યા સિવાય દૂરથી કોઈ ઉપકરણની મદદ વડે તે પદાર્થ કે ઘટનાના ગુણધર્મોની માહિતી મેળવવાની પદ્ધતિને રિમોટ સેન્સિંગ ( દૂરસંવેદન ) પદ્ધતિ કહે છે .
➥ ” રિમોટ સેન્સિંગ માટેના ઉપગ્રહો વડે પૃથ્વીના પેટાળમાં રહેલા ખનીજોનો અંદાજ , વનઆચ્છાદનમાં થતી વધઘટનો અંદાજ , જળસંપત્તિ વ્યવસ્થાપન , કૃષિવિષયક પાકોની ઊપજોનો અંદાજ , ખેતરોના પાકમાં લાગુ પડેલ રોગ અને તેના ફેલાવાનો વિસ્તાર , સમુદ્રમાં માછલીઓના સમુદ્રની ગતિવિધિ જેવી અનેક બાબતોની જાણકારી મેળવી શકાય છે .
➥ ઉપગ્રહોની ક્ષમતા પ્રમાણે તેમાં ગોઠવેલા સંવેદકો ( sensors ) પ્રત્યેક ફોટામાં 10 ચોમીથી 6400 ચોમી વિસ્તારને આવરી લે છે .
➥ આ ઉપગ્રહો નિશ્ચિત સ્થળ પરથી સમયાંતરે પસાર થતા હોવાથી તે ગાળામાં થયેલા ફેરફાર અંગેની જાણકારી મળી શકે છે .
માત્ર જાણકારી
રિમોટ સેન્સિંગ ( દૂરસંવેદન ) દર્શાવતું રેખાચિત્ર રિમોટ સેન્સિંગ ( દૂરસંવેદન ) ટેકનિક મૂળભૂત રીતે સૂર્યપ્રકાશ અને ઊર્જા પર આધારિત છે .
પૃથ્વીની સપાટી પર તત્ત્વો કે પદાર્થો સૂર્યપ્રકાશ અને ઊર્જાનું જુદી જુદી માત્રામાં પરાવર્તન તથા તેમનાં તાપમાન અનુસાર ઊર્જાનું ઉત્સર્જન કરે છે .
ઉપગ્રહોમાં મૂલા સંવેદકો આ ઇન્ટ્રારેડ કિરણોને ઝીલે છે અને તે માહિતી ભૂ - કેન્દ્ર પર મોકલી આપે છે . તેનો અભ્યાસ કરીને જે - તે સપાટી પરનું પરિસ્થિતિનું અર્થઘટન થઈ શકે છે . જોકે તે માટે વિશિષ્ટ પ્રશિક્ષણ હોવું જરૂરી છે .
Post a Comment
0 Comments