નોકરી અને અભ્યાસ ની અપડેટ મેળવવા અમારી વેબસાઈટ ની લિંક સેવ કરી રાખો.

સિંધુખીણની સભ્યતા ભાગ - 1 | Indus Valley Civilization Part - 1

 સિંધુખીણની સભ્યતા 

Indus Valley Civilization Part - 1

  1. આ સભ્યતા માતૃપ્રધાન હતી .
  2. આ સમાજ ચાર વર્ગમાં વહેચાયેલો હતો - ( 1 ) વિદ્વાનો ( 2 ) યોદ્ધાઓ ( 3 ) પુરોહિતો ( 4 ) શ્રમજીવીઓ માતૃદેવી અને પશુપતિનાથ ( ભગવાન શિવ ) ની તેઓ પૂજા કરતા હતા .
  3. તેઓનો મુખ્ય વ્યવસાય ખેતી હતો .
  4. તેઓ ઘઉં અને જવનો ખોરાકમાં મુખ્યત્વે ઉપયોગ કરતા આ ઉપરાંત માછલીઓ પણ ખાતા હતા . “ કપાસ ” ની ખેતીનો શ્રેય આ સભ્યતાને ફાળે જાય છે .
  5. સ્વસ્તિક ” નું ચિહ્ન આ સભ્યતાની ભેટ મનાય છે . તેઓનું પવિત્ર પશુ “ એકશૃંગી બળદ ” હતું જયારે પવિત્ર વૃક્ષ પીપળ ” હતું .
  6. આ સભ્યતાની લિપિ “ ચિત્રાલિપિ ” હતી . પ્રખ્યાત ભાષાશાસ્ત્રી મહાદેવ એ તેને વાંચવાનો પ્રયાસ કર્યો હતો .
  7. ભાવનગર જીલ્લાના તળાજા પાસે આવેલ “ હાથબ ” માંથી પણ સિંધુ ખીણના સમયના અવશેષો તાજેતરમાં પ્રાપ્ત થયેલા છે .

( A ) રંગપુર

  1. ગુજરાતમાંથી મળી આવેલ પ્રથમ હડપ્પીય સ્થળ . રંગપુર સુરેન્દ્રનગર જીલ્લાના લીંબડી તાલુકાના “ ભાદર ” નદીના કિનારે આવેલું છે .
  2. જેનું ભારતીય પુરાતત્વ ખાતાના અધિકારી “ માધવ સ્વરૂપ વત્સ ” ના માર્ગદર્શન હેઠલ ઈ.સ .1931 માં અને ઈ.સ .1953 માં “ ડૉ . એસ . આર . રાવ ” ના માર્ગદર્શન હેઠલ અહીં ઉત્પનન ( ખોદકામ ) કરવામાં આવ્યું હતું .
  3. રંગપુરમાંથી કોઈ મુદ્રા કે મૂર્તિ મળી આવી નથી. પરન્તુ અહીંયાથી મળેલા અવશેષો નીચે મુજબ છે –
( 1 ) માટીના વાસણો મળી આવ્યા છે .
( 2 ) મણકા બનાવવાનું કારખાનું મળી આવ્યું છે .
( 3 ) કાંચી ઈંટોનો બનેલ કિલ્લો મળી આવેલ છે .
( 4 ) પ્રત્યેક મકાનને ઈટોની ફરસ બંધવાળો સ્નાનખંડ હતો .
( 5 ) સ્નાનખંડ અને રસ્તાઓ આયોજનબદ્ધ જણાય છે .
( 6 ) ચોખાના ફોતરા મળી આવ્યા છે .
( 7 ) હાથીદાંતની વસ્તુઓ પ્રાપ્ત થઈ છે .
( 8 ) અહીં ટીંબાના ઉત્પનનમાં વસ્તીના ત્રણ પ્રકાર પ્રાપ્ત થયા છે .
( 9 ) માટીની પકવેલી બંગડીઓ તથા છીપ ( શીપ ) ની બંગડીઓ મળી આવેલ છે .
( 10 ) રંગપુરમાં ઓજારો અને કુંભારી પ્રકારનો વિકાસ થયો હતો .
  1. કુંભારી પ્રકારોમાં કાંગરીવાળા વાડકા , લાંબી ડોકવાળી અને લંબગોળ ઘાટની બરણીઓ , ટૂંકી કે મણકા ઘાટની હાંસવાળી અને કાંગરી વિનાની થાળીઓ તેમજ હાંસવાળી જાડી કોઠીઓ મળી આવેલ છે .
  2. આઝાદી પછી ગુજરાતમાં હડપ્પા સંસ્કૃતિના સૌથી વધુ અવશેષો રંગપુરમાંથી મળી આવ્યા છે .

( B ) લોથલ

  1. લોથલનો અર્થ “ મરેલાનો ટેકરો ” અથવા “ લાશોનો ઢગલો કે ટીંબો થાય છે .
  2. લોથલ અમદાવાદ જીલ્લાના ( 80 કિ.મી. દૂર ) ધોળતા તાલુકામાં સાબરમતી અને ભોગાવો નદીની વચ્ચે સરગવાલા ગામની પાસે મળી આવેલ છે .
  3. ઈ.સ. 1954 માં “ શ્રી એસ . આર . રાવ ” ધ્વારા સૌપ્રથમ ખોદકામ ( ઉત્નનન ) કરવામાં આવ્યું .
  4. લોથલથી મળી આવેલ અવશેષો નીચે મુજબ છે .
( 1 ) ચોખાના અવશેષો મળ્યા છે .
( 2 ) વહાણની આકૃતિવાળી મુદ્રા મળી આવી છે .
( 3 ) શંખ - દ્વીપ , હાડકા , હાથીદાંત , પથ્થરના બનાવેલા સોગટા મળ્યા છે .
( 4 )ઘોડાનું ટેરાકોટાનું રમકડું મળી આવ્યું છે .
( 5 ) હોમ હવન માટેની ચણેલી વેદીઓ મળી આવી છે .
( 6 ) સૌપ્રથમ અનાજ દળવાની પથ્થરની ઘંટી મળી આવી છે .
( 7 ) વાસણ ભરેલા સોનાના મણકા મળી આવ્યા છે .
( 8 ) શતરંજની રમત મળી આવી છે .
( 9 ) એક સ્થળેથી બે જોડીયાં હાડપિંજર મળ્યા છે .
( 10 ) કુલ 21 હાડપિંજર મળ્યા છે . એક ખોપરીમાં હોલ જોવા મળ્યો છે જે શસ્ત્રક્રિયાનું સૂચક છે .
( 11 ) શબને દફન કરવામાં આવતું તેમજ કેટલીક ચીજવસ્તુઓ સાથે રાખવામાં આવતી .
( 12 ) દરેક મકાનમાં સ્નાનખંડ તેમજ ગંદા પાણીના નિકાળની વ્યવસ્થા
( 13 ) હથિયારો કે ઘરેણાં બનાવવાની ગોળ ભઠ્ઠીઓ મળી આવી છે .
( 14 ) માટીના રમકડાં અને ધાતુનાં વાસણો પર ચિત્રકામ અને નક્કાશીકામ જોવા મળે છે .
  1. લોથલ નગરના રસ્તાઓ સીધા , પહોળા અને એકબીજાને કાટખૂણે કાપતા હતા .
  2. ધોરી રસ્તા બે વાહનો એકી સાથે પસાર થઈ શકે તેટલા પહોળા હતા .
  3. મોટા રસ્તાની સમાંતર બીજા નાના નાના રસ્તાઓ કે શેરીઓ હતી .
  4. આ શેરીઓ પણ સીધી અને એકબીજાને કાટખૂણે કાપતી હતી .
  5. મકાનો રસ્તાની બંને બાજુએ , આડી અને ઊભી સમાંતર હરોળમાં બાંધવામાં આવતાં .
  6. આ મકાનો કાચી તથા પકવેલી ઈંટોના બંધાતા . દરેક મકાનમાં સ્નાનાગાર તથા ખાળકૂવો અચૂક જોવા મળે છે .
  7. લોથલ નગરમાં શુદ્ધ પાણી મેળવવા યુવાનો ઉપયોગ થતો તથા ગંદા પાણીના નિકાલ માટે પણ વિશિષ્ટ પ્રકારની મોરીની ગોઠવણ હતી .
  8. ભૂગર્ભ ગટરમાંથી નિયમિત કચરો કાઢવાની પણ વ્યવસ્થા હતી .
  9. અહીં વિશાળ જહાજોની ગોદી ( ડોકયાર્ડ Dockyard ) જેની લંબાઈ તથા પહોળાઈ જે 214 x 36 મીટર છે , જે 12 મીટર પહોળો પ્રવેશદ્વાર ધરાવે છે .
  10. આ વિશ્વનું સૌથી પ્રાચીન ડૉકયાર્ડ છે . ” લોથલની આ વિશિષ્ટતા મોહનજોદડો કે હડપ્પામાં પણ જોવા મળતી નથી .
  11. આ ડૉકયાર્ડમાં 65 ટન વજનનાં વહાણો આવી શક્યા તે ઉત્તરથી પ્રવેશ કરતા અને દક્ષિણ બાજુથી સમુદ્રમાં નીકળી જતા .
  12. આ ડૉકયાર્ડ દર્શાવે છે કે લોથલ બંદર તે સમયે વેપારી પ્રવૃત્તિથી ધમધમતું ભારતનું એક સમૃદ્ધ બંદર હશે .
  13. અહીંના લોકો અલંકારો કે ઘરેણાંઓના શોખીન હતા .
  14. અહીના અવશેષોમાંથી હાથીદાંતના કાસકા , તાંબાના અરીસા , વાળ ભરાવવાની હેર - પીન વગેરે પ્રસાધનાના સાધનો , ઉપરાંત કાનની વાળીઓ , બૂટિયાં , બંગડીઓ , ચાંદલા વગેરે ઘરેણાં મળી આવ્યા છે .
  15. ઘંટીએ લોથલની જ વિશિષ્ટતા હતી અને તેના સિવાય હડપ્પીય સંસ્કૃતિના બીજા કોઈપણ સ્થળમાંથી તે મળતી નથી .
  16. ( ડૉ . એસ . આર . રાવના પ્રમાણે ) લોથલમાંથી મળેલી રેખા માપન માટેની હાથીદાંતની પટ્ટી તથા હાથીદાંતની શંકુ આકારની સલાકાઓ ખાસ નોંધપાત્ર છે .
  17. હડપ્પામાં જે પ્રકારના માપના તોલાં મળ્યા છે , તે જ માપના તોલાં લોથલમાંથી પણ મળ્યા છે .
  18. આ બતાવે છે કે અહીં પણ વેપારનું તથા વેપારી માલનું નિયમન કરતા કાયદાઓ તેમજ તેનું પાલન કરાવનાર વહીવટતંત્ર પણ હશે .


Post a Comment

0 Comments