નોકરી અને અભ્યાસ ની અપડેટ મેળવવા અમારી વેબસાઈટ ની લિંક સેવ કરી રાખો.

વિસ્થાપન પ્રક્રિયા એટલે શું? (Displacement process)

વિસ્થાપન પ્રક્રિયા એટલે શું?

રાસાયણિક પ્રક્રિયામાં ઘણી બધી પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે તેમાંની એક પ્રક્રિયા છે વિસ્થાપન પ્રક્રિયા.

વિસ્થાપન ના નામ પરથી જ આપણે સમજી શકીએ છીએ કે આ પ્રક્રિયા શું કહેવા માંગે છે

સામાન્ય આ રીતે આપણે સમજીએ તો કોઈ એક તત્વ બીજા તત્વ બીજા તત્વનું તેના સ્થાન પર થી ખસેડી અને પોતે સ્થાન ગ્રહણ કરે તો તેને વિસ્થાપન કર્યું કહેવાય

પરંતુ અહીં આપણે એ સમજવું પડશે કે ક્યુ તત્વ ક્યા તત્વનું વિસ્થાપન એટલે કે સ્થાન ગ્રહણ કરશે?

તો તેના માટે આપણે વિસ્થાપનની બે પ્રક્રિયાઓ સમજવી જરૂરી બને છે.

વિસ્થાપન પ્રક્રિયા ના પ્રકાર:

(1) એક વિસ્થાપન, (2) દ્વિ વિસ્થાપન

(1) એક વિસ્થાપન: 

જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન વધુ સક્રિય ઓછી સક્રિય ધાતુ ને સંયોજનમાં થી દૂર કરી તેનું સ્થાન ગ્રહણ કરે તેને એક વિસ્થાપન પ્રક્રિયા કહેવાય.

Displacement process image

ઉપરની રાસાયણિક પ્રક્રિયામાં આર્યન ની પ્રક્રિયા કોપર સલ્ફેટ સાથે કરવામાં આવે છે ત્યારે કોપરનું વિસ્થાપન આર્યન દ્વારા થઈ આયર્ન સલ્ફેટ બને છે અને કોપર સંયોજનમાં થી દૂર થાય છે

અહીં કોપર કરતા આયર્ન વધુ સક્રિય હોવાથી આયર્ન કોપર નું વિસ્થાપન કરે છે

ઉપર ની પ્રક્રિયામાં લેડ ની પ્રક્રિયા કોપર ક્લોરાઈડ સાથે થતાં લેડ ક્લોરાઈડ બને છે અને કોપરનું વિસ્થાપન થાય છે. કારણ કે લેડ એ કોપર કરતાં વધુ સક્રિય ધાતુ છે.

અહી  ઝીંક ની કોપર સલ્ફેટ સાથે પ્રક્રિયા થતા ઝીંક સલ્ફેટ બને છે અને કોપર છુટું પડે છે. અહિ પણ કોપર કરાતા ઝીંક વધું સક્રિય છે.

(2) દ્વિ વિસ્થાપન:-

 દ્વિ વિસ્થાપન એટલે પ્રક્રિયામાં ભાગ લેતા બન્ને તત્વો એક બીજાનું વિસ્થાપન કરે. ચાલો એનાં માટે એક ઉદાહરણ જોઈયે.

વિસ્થાપન પ્રક્રિયા image
ઉપર ની પ્રક્રિયા માં સોડિયમ સલ્ફેટ અને બેરિયમ કલોરાઈડ વચ્ચે પ્રક્રિયા થઈ બેરિયમ સલ્ફેટ અને સોડિયમ કલોરાઈડ બને છે.
આ પ્રક્રિયામાં સોડિયમ અને બેરીયમ બન્ને એક બીજાનું વિસ્થાપન કરે છે

તમે જોશો કે પાણીમાં અદ્રાવ્ય હોય તેવા સફેદ પદાર્થનું નિર્માણ થાય છે . આ અદ્રાવ્ય પદાર્થને અવક્ષેપ ( Precipitate ) કહે છે . એવી કોઈ પણ પ્રક્રિયા કે જે અવક્ષેપ ઉત્પન્ન કરે છે , તેને અવક્ષેપન - પ્રક્રિયા ( Precipitation Reaction )  કહે છે.


વિસ્થાપન પ્રક્રિયા એટલે શું?

કોઈ એક તત્વ બીજા તત્વ બીજા તત્વનું તેના સ્થાન પર થી ખસેડી અને પોતે સ્થાન ગ્રહણ કરે તો તેને વિસ્થાપન કર્યું કહેવાય

વિસ્થાપન પ્રક્રિયા ના કેટલા પ્રકાર છે?

(1) એક વિસ્થાપન, (2) દ્વિ વિસ્થાપન

અવક્ષેપન એટલે શું?

એવી કોઈ પણ પ્રક્રિયા કે જે અવક્ષેપ ઉત્પન્ન કરે છે , તેને અવક્ષેપન - પ્રક્રિયા ( Precipitation Reaction )  કહે છે.

Post a Comment

0 Comments