General Knowledge
ભરતનાટ્યમ નૃત્ય વિશે માહીતી | Bharatnatyam
ભરતનાટ્યમ
- ભરતમુનિ રચિત “ નાટયશાસ્ત્ર ” અને નંદીકેશ્વર રચિત “ અભિનવ દર્પણ ” એ બે ગ્રંથો ભરતનાટ્યમના આધારસ્ત્રોત છે .
- નાટ્યશાસ્ત્રના સિદ્ધાંતોને અનુસરતી ભારતીય નૃત્યકલાની આ સૌથી પ્રાચીન શૈલી છે .
- ભારતની શાસ્ત્રીય નૃત્યશૈલીઓમાંની ભરતનાટ્યમ એક અત્યંત મહત્વની અને મુખ્ય નૃત્યશૈલી છે .
- હડપ્પા સભ્યતાના સ્થળે મોહેજેદંડોમાંથી મળેલ “ નૃત્ય કરતી મહિલાની મૂર્તિ ” માં પણ આ નૃત્ય જોવા મળે છે .
- ઈ.પૂ. બીજી - ત્રીજી સદીમાં તમિળ ગ્રંથ “ શિલપ્પધિકારમ ” માં પણ તેનો ઉલ્લેખ મળે છે . તમિલનાડુનો તાંજોર જિલ્લો એ ભરતનાટ્યમ નૃત્યશૈલીનું ઉદ્ભવ સ્થાન ગણાય છે .
- તાંજોરના ચોલ રાજાઓના શાસનકાળ દરમિયાન આ નૃત્યપ્રકાર વધુ પ્રચલિત હતો .
- એક દંતકથા પ્રમાણે આ પ્રાચીન નૃત્યશૈલીનું શિક્ષણ મહાભારતમાં વિરાટ રાજકુમારી ઉત્તરાએ અર્જુન પાસેથી મેળવ્યું હતું .
- તાંજોરનાં મુખ્ય મંદિરોની ભીંતો પર નાટયશાસ્ત્રનાં 108 નૃત્યકરણ કંડારાયેલ છે .
- ભરત મુનિના નાટ્યશાસ્ત્રમાં વર્ણવેલાં 108 નૃત્યકરણોમાંથી ઊતરી આવેલી નૃત્યકલા મોઢેરા , રાણકી વાવ અને જૈન દેરાસરોમાં જોવા મળે છે .
- દેલવાડાનાં જૈન દેરાસરોમાં પણ આ કરણો જોવા મળે છે .
- ખાસ કરીને વસ્તુપાળના દેરાસરમાં સભામંડપની છતમાં 108 કરણો 1 કોતરેલાં દેખાય છે .
- આ ઉપરથી એવું તારણ કાઢી શકાય કે તે યુગમાં શાસ્ત્રીય નૃત્યપ્રકાર ગુજરાતમાં પ્રચલિત હતો .
- આ નૃત્યનો જન્મ મંદિરમાં થયો હોવાને કારણે ધર્મ સાથે નૃત્યશૈલી સંકળાયેલી છે .
- એમાં આવતો શૃંગારરસ ભક્તિરસથી ભરેલો હોય છે .
- બ્રિટિશ શાસન દરમિયાન 1927 માં દેવદાસી અધિનિયમ દ્વારા મદ્રાસમાં મંદિરોમાં બધા પ્રકારના નૃત્યો પર પ્રતિબંધ લગાડી દેવામાં આવ્યો .
- ભરતનાટ્યમ નૃત્યનું જ સ્વરૂપ આજે જોવા મળે છે . તેનો યશ “ ચિનયા ” , “ પોન્નયા ” , “ શિવનંદ ” અને “ વડીવેલું નામના ચાર ભાઈઓને ફાળે જાય છે .
- ભરતનાટ્યમ નૃત્યનાં પદચલનો , તેના આંતરઘટકોની બંદિશો આ ચાર ભાઈઓએ રચી . વડીવેલુ એ ભારતીય શાસ્ત્રીય સંગીતમાં “ બેલા ” ( વાયોલિન ) નો પ્રવેશ કરાવ્યો .
- ભરતનાટ્યમનો ક્રમ નીચે મુજબ હોય છે -
અલારીપુ ( અલ્લારી ) :
- આ દેવતા , ગુરુ અને દર્શકોની સ્તુતિ માટે કરવામાં આવે છે .
- આમાં નર્તક પોતાના આરાધ્યની આરાધના કરીને નૃત્ય આરંભ કરે છે .
જતિસ્વરમું :
- આમાં વિવિધ પ્રકારે અંગ અને મુદ્રાઓનું પ્રદર્શન ડાબી - જમણી બાજુ સમન્વયાત્મક રૂપે સ્વર અને તાલના માધ્યમથી કરવામાં આવે છે .
શબ્દમું :
- આમાં કાવ્ય દ્વારા ઈશ્વરની વંદના કરવામાં આવે છે એટલે કે ઈશ્વરનું કીર્તિગાન છે .
વર્ણમુ :
- આમાં નૃત્ય અને વૃત્તનું સુંદર મિશ્રણ જોવા મળે છે .
- વિશુદ્ધ હાવભાવો દ્વારા રસની અભિવ્યકિત થાય છે .
- આ ભરતનાટ્યમની સૌથી અઘરી નૃત્યકૃતિ છે .
- વર્ષમાં કલાકારની કલાસાધનાની કસોટી થાય છે .
પદમ અને જાવળી :
- વર્ણમ્ પછી પદમ્ , જાવળી વગેરેમાં વિવિધ નાયિકાઓની વિરહ - મિલન આદિ અવસ્થાઓનું વરસોનું - આકર્ષક અને આનંદપ્રદ દર્શન થાય છે .
તિલ્લાના :
- નૃત્યનો અંત તિલ્લાનામાં રજૂ થાય છે .
- આમાં તાલની રમઝટ સુંદર રીતે પ્રસ્તુત કરી દર્શકોને આકર્ષિત કરવાનો પ્રયાસ કરવામાં આવે છે .
- તિલ્લાના પછી અંતે ભરતનાટ્યમની પૂર્ણાહુતિ મંગલમ્ નામક સ્તુતિપરક રચનાથી થાય છે અને તે દ્વારા નૃત્યકાર સર્વેનું મંગળ થાઓ એવી ઈશ્વર પાસે પ્રાર્થના કરે છે .
- ઈ . કૃષ્ણા અય્યર અને શ્રીમતી રુકિમણી દેવી અરુણ્ડલ જેવી પ્રતિભાઓના અથાગ પરિશ્રમથી તે વખતની પ્રજા અને નૃત્યાર્થીઓનાં મનમાં નૃત્ય વિશે પ્રીતિ જાગ્રત થઈ .
Post a Comment
0 Comments